T-Seriesનું મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ છે અને જ્યાં સુધી સિંગર જુબીન નૌટિયાલની (Jubin Nautiyal) વાત છે તો દેશના આ પ્રખ્યાત સિંગરે પણ દરેક વખતે નવા સુપરહિટ ટ્રેક આપીને પોતાની જાતને સાબિત કરી છે. આવી સ્થિતિમાં જ્યારે બે પાવર હાઉસ એકસાથે આવે છે, ત્યારે સ્વાભાવિક છે કે વિસ્ફોટ થશે. બંનેએ ફરી એકવાર મ્યુઝિક કંપોઝર મીટ બ્રધર્સ સાથે સુંદર ટ્રેક ‘કચિયાં કચિયાં’ રિલીઝ કરવા માટે હાથ મિલાવ્યા છે. આ ગીતના મ્યુઝિક વીડિયોમાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ એક્ટર કરણ મહેરા (Karan Mehra), એક્ટ્રેસ ઈહાના ધિલ્લોન અને અમરદીપ ફોગાટને સામેલ કરવામાં આવ્યા છે.
આ હૃદય સ્પર્શી ગીતનું દિગ્દર્શન પ્રતિભાશાળી નવજીત બટ્ટર દ્વારા કરવામાં આવ્યું છે. આ ગીત ટી-સીરીઝની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ દિલધડક ટ્રેક ત્રણ લોકોની સફર દર્શાવે છે, જે એક લવ ટ્રાએન્ગલ છે. મ્યુઝિક વિડિયોનું મોટા પાયે શૂટ કરવામાં આવ્યું છે અને કરણ મહેરા, ઇહાના ધિલ્લોન અને અમરદીપ ફોગાટ જેવા કલાકારોની હાજરી ચોક્કસપણે T-Seriesના બીજા એક સુંદર ગીતના આકર્ષણમાં વધારો કરે છે.
આના પર બોલતા ટી-સિરીઝના વડા ભૂષણ કુમાર કહે છે, “જુબીન નૌટિયાલનો ભાવપૂર્ણ અવાજ અને કુમારના સુંદર ગીતો ચોક્કસથી કાનને ખુશ કરશે. એટલું જ નહીં, ગીત એક વિઝ્યુઅલ ટ્રીટ પણ છે. કારણ કે નવજીત બટ્ટર યોગ્ય વિઝ્યુઅલ્સ સાથેના કલાકારોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. બીજી તરફ જુબિન નૌટિયાલ કહે છે, “ભૂષણજી સાથે કામ કરવું હંમેશા સારૂં છે. તેમના દ્વારા નિર્મિત ટ્રેક્સમાં હંમેશા એક સરસ વાર્તા હોય છે. એક મેલોડી જે સરળતાથી જોડાય છે અને સુંદર ગીતો હોય છે. કચિયાં કાચિયાં મારા માટે રેકોર્ડ કરવા માટે ખૂબ જ રસપ્રદ ગીત હતું અને વિડિયો સાથેનું અંતિમ પરિણામ જોયા પછી, હું આ નંબરનો ભાગ બનવા માટે અત્યંત ઉત્સાહિત છું.”
આ ટ્રેક વિશે વાત કરતા, અભિનેતા કરણ મહેરા કહે છે, “આ ગીત શ્રોતાઓને અલગ-અલગ લાગણીઓની સફર પર લઈ જાય છે, જ્યારે કોઈ પ્રેમમાં હોય છે અને હું ફરી એકવાર ઈહાના સાથે આ દિલચસ્પ ટ્રેક માટે ફરીથી જોડાઈને ખુશ છું” તો ઈહાના ધિલ્લોન આ ગીત વિશે કહે છે, “’કચિયાં કચિયાં’ એક હૃદયસ્પર્શી વિશ્વાસપાત્ર પ્રેમકહાની રજૂ કરે છે. હું ગીતને પ્રેક્ષકોના પ્રતિસાદની રાહ જોઈ રહ્યો છું અને આ તક માટે ભૂષણજી અને ટી-સિરીઝનો આભાર માનું છું.”