Jiah Khan Death Case : જિયા ખાન કેસ પર આજે આવશે ચુકાદો, જાણો 10 વર્ષમાં આ કેસમાં શું થયું?

જિયા ખાન આત્મહત્યા કેસ પર આજે કોર્ટનો ચુકાદો આવવાનો છે. છેલ્લા 10 વર્ષથી આ નિર્ણયની રાહ જોવાઈ રહી છે. અભિનેત્રીની માતા તેની પુત્રી માટે ન્યાય માટે પ્રાર્થના કરી રહી છે.

Jiah Khan Death Case : જિયા ખાન કેસ પર આજે આવશે ચુકાદો, જાણો 10 વર્ષમાં આ કેસમાં શું થયું?
| Edited By: | Updated on: Apr 28, 2023 | 9:31 AM

બોલિવૂડ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં આજે ચુકાદો આવવાનો છે. છેલ્લા 10 વર્ષથી અભિનેત્રીની આત્મહત્યાનું રહસ્ય આજદિન સુધી ઉકેલાયું નથી. જોકે આજે આ કેસનો નિર્ણય થશે. આ મામલે મુંબઈ પોલીસથી લઈને સીબીઆઈએ તપાસ કરી છે. 20 એપ્રિલ 2023ના રોજ સીબીઆઈમાં બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી હતી.

માનવામાં આવી રહ્યું છે કે, સવારે 10:30 વાગ્યા સુધીમાં આ નિર્ણય બધાની સામે આવી જશે. આ કિસ્સામાં સૂરજ પંચોલી જિયા ખાનની આત્મહત્યા માટે અસલી જવાબદાર હોવાનું માનવામાં આવે છે. જોકે, લોકોને એ વાતથી ખૂબ જ આશ્ચર્ય થયું છે કે સૂરજ પંચોલી છેલ્લા 10 વર્ષથી જામીન પર બહાર છે.

શું છે જિયા ખાન કેસનું સંપૂર્ણ બ્રેકગ્રાઉન્ડ

જિયા ખાને 10 વર્ષ પહેલા 3 જૂન 2013ના રોજ પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. અભિનેત્રી પાસેથી 6 પાનાનો પત્ર પણ મળ્યો હતો. જેના આધારે પોલીસે સૂરજ પંચોલીની પણ ધરપકડ કરી હતી. સૂરજ પર જિયાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. પોતાની સુસાઈડ નોટમાં જિયાએ એક્ટર અને તેના બોયફ્રેન્ડ સૂરજ પંચોલી માટે લખ્યું હતું કે, તેણે તેને પ્રેમમાં દગો કર્યો હતો. સૂરજે તેમને આમ કરવા ઉશ્કેર્યા છે.

આ પણ વાંચો : Jiah Khan Suicide Case મામલે 28 એપ્રિલે આવશે CBIનો નિર્ણય, Suraj Pancholi પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ

માત્ર 25 વર્ષની ઉંમરે જિયા ખાને પોતાના જીવનનો અંત આણી લીધો હતો. જિયા ખાનની માતા રાબિયા તેની પુત્રીને ન્યાય મળે તે માટે છેલ્લા 10 વર્ષથી ન્યાયની આજીજી કરી રહી છે. જ્યારે સૂરજને જામીન આપવામાં આવ્યા ત્યારે અભિનેત્રીની માતાએ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને આ મામલે સીબીઆઈ અને એસઆઈટી તપાસની માંગ કરી. જિયાની માતાએ કહ્યું કે, તેમની પુત્રીની હત્યા કરવામાં આવી છે. જે બાદ વર્ષ 2014માં આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.

સૂરજના માતા-પિતા તેમના પુત્રને નિર્દોષ ગણાવી રહ્યા છે

જિયાની માતાએ સૂરજ પર ઘણા આરોપો લગાવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે સૂરજે જિયાને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. તે તેની પુત્રી સાથે દુષ્કર્મ કરતો હતો. સૂરજના માતા-પિતા તેમના પુત્રને નિર્દોષ ગણાવી રહ્યા છે. બીજી તરફ, વર્ષ 2022માં જ્યારે જિયાની માતાએ બોમ્બે હાઈકોર્ટમાં આ મામલાની નવેસરથી તપાસની માંગણી કરી ત્યારે કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.

જિયા ખાન બોલિવૂડની માત્ર ત્રણ ફિલ્મોમાં કામ કર્યા બાદ જ ઘણી ફેમસ થઈ ગઈ હતી. ન્યૂયોર્કમાં જન્મેલી જિયાએ લંડનમાં અભ્યાસ પૂરો કર્યો હતો. ફિલ્મોમાં કામ કરવાના શોખને કારણે તે મુંબઈ આવી અને અહીં રહેવા લાગી. અભિનેત્રીએ માત્ર 18 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચન સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…