સુપ્રીમ કોર્ટે ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ પર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અભિનીત હિન્દી ફિલ્મ ઝુંડની રિલીઝ પર પ્રતિબંધ લગાવતા તેલંગાણા હાઈકોર્ટના (Supreme Court) આદેશને પડકારતી અરજીને લીલી ઝંડી આપી દીધી છે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ કૃષ્ણા મુરારી અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે સબમિશનની નોંધ લીધી હતી કે ફિલ્મ, જે અગાઉ 4 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, તે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ સાથે હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર 6 મેના રોજ રિલીઝ થશે. સુપ્રીમ કોર્ટમાં આ બાબતે વરિષ્ઠ વકીલ સીએ સુંદરમે આદેશ આપ્યો હતો કે, ‘ઓટીટી રિલીઝની તારીખ માર્ચમાં જાહેર કરવામાં આવી હતી અને તેલંગાણા હાઈકોર્ટ દ્વારા શુક્રવારે એક લીટીનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો’. ફિલ્મ નિર્માતાઓ પર કોપીરાઈટ ઉલ્લંઘનના આરોપો હતા, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. તેમજ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
તાજેતરમાં, 6 મેના રોજ તેલંગાણા હાઈકોર્ટે OTT પર ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો. જે બાદ હાઈકોર્ટે આગામી સુનાવણીની તારીખ 9મી જૂન સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે ફિલ્મના નિર્માતાઓએ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ હવે સુનાવણી બાદ ફિલ્મને રીલીઝ કરવાના આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
ઝુંડ ફિલ્મનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક નાગરાજ પોપટરાવ મંજુલેએ કર્યું છે. ઉપરાંત, તે 4 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, સવિતા રાજ હિરેમઠ, રાજ હિરેમઠ, નાગરાજ પોપટરાવ મંજુલે, ગાર્ગી કુલકર્ણી, મીનુ અરોરા અને સંદીપ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. ઝી સ્ટુડિયોએ આ ફિલ્મને વર્લ્ડ વાઈડ રિલીઝ કરી હતી.
હાઈકોર્ટે હૈદરાબાદ સ્થિત ફિલ્મ નિર્માતા નંદી ચિન્ની કુમારની અરજી પર 29 એપ્રિલે પસાર કરેલા તેના વચગાળાના આદેશમાં, OTT પ્લેટફોર્મ પર ફિલ્મની રિલીઝના સંદર્ભમાં યથાવત સ્થિતિનો આદેશ આપ્યો હતો. આ પછી, સુનાવણીની આગામી તારીખ 9 જૂન નક્કી કરવામાં આવી હતી. અરજીમાં ઝુંડના નિર્માતાઓ દ્વારા કોપીરાઈટ ઉલ્લંઘનનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ‘ઝુંડ’ના નિર્માતાઓ પર કોપીરાઈટ ઉલ્લંઘનના આરોપો લાગ્યા હતા. જેના કારણે આ બાબત સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.