Jayeshbhai Jordaar Song Firecracker: ગુજ્જુભાઈના અવતારમાં રણવીર સિંહે કર્યો જોરદાર ડાન્સ, દેશી રેપ ચાહકોને પસંદ આવ્યું ગીત

|

Apr 25, 2022 | 6:30 PM

Song Firecracker Out: તમને જણાવી દઈએ કે રણવીર સિંહની આ ફિલ્મની વાર્તામાં છોકરીઓ સાથે થતા ભેદભાવને દર્શાવવામાં આવશે. આ ફિલ્મ દિવ્યાંગ ઠાકુરે ડિરેક્ટ કરી છે.

Jayeshbhai Jordaar Song Firecracker: ગુજ્જુભાઈના અવતારમાં રણવીર સિંહે કર્યો જોરદાર ડાન્સ, દેશી રેપ ચાહકોને પસંદ આવ્યું ગીત
jayeshbhai jordaar song firecracker

Follow us on

ફેન્સ રણવીર સિંહની (Ranveer Singh) ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના નિર્માતાઓએ ચાહકોની આ આતુરતા અને ઉત્સુકતામાં વધારો કરતા રણવીર સિંહની ફિલ્મ (Jayeshbhai Jordaar)નું પહેલું ગીત રિલીઝ કર્યું છે. રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું પહેલું ગીત ‘ફાયરક્રેકર’ આજે એટલે કે સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં તમે રણવીર સિંહને મસ્તીથી ભરપૂર સ્ટાઈલમાં ડાન્સ કરતા જોશો અને તે આખા ગીતમાં તેના પ્રેમી એટલે કે ‘ફાયરક્રેકર’ના (Song Firecracker) વખાણ કરતા જોવા મળશે. રણવીર સિંહના ફેન્સને ફિલ્મ અને ગીતમાં તેનો ગુજ્જુ એટલે કે ગુજરાતી અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

રણવીર સિંહ ગુજરાતી અવતારમાં જોરદાર કરે છે ડાન્સ

રણવીર સિંહના ચાહકો કહી રહ્યા છે કે અભિનેતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેને જે પણ પાત્ર આપવામાં આવે છે તેમાં તે પોતાને ઢાળે છે. ગીત વિશે વાત કરીએ તો તેના વીડિયોમાં તમે જોશો કે ગીતની શરૂઆત રણવીર સિંહના પાત્ર જયેશના ટ્રેડમાર્ક શર્ટ અને ટ્રાઉઝર સાથે થાય છે. તે કાદવથી ઢંકાયેલી જમીન પર ડાન્સ કરી રહ્યો છે અને તેની સાથે ઘુંઘટવાળી સાડીમાં કેટલીક સ્ત્રીઓ છે.

ગીત શરૂ થતાં જ રણવીર મહિલાઓના જૂથમાં જોડાય છે અને ભરપૂર ડાન્સ કરે છે. કારણ કે ગીત જયેશના જીવનમાં એક ફાયરક્રેકરનું વર્ણન કરે છે. જેના સાહસો દેશી રેપ દ્વારા વર્ણવવામાં આવ્યા છે. પછી તે સેંકડો મહિલાઓ અને શાળાએ જતી છોકરીઓ સાથે ડાન્સ કરે છે અને એક વિશાળ પ્રાંગણમાં પ્રવેશ કરે છે. જ્યાં દરેક જણ ખૂબ જ આનંદથી નાચતા જોવા મળે છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

રણવીર સિંહનું ગીત ફાયરક્રૅકર અહીં જુઓ…

રણવીર સિંહ પર ફિલ્માવવામાં આવેલા આ ગીત વિશાલ દદલાની અને શેખરે ગાયું છે અને બંનેએ તેને કમ્પોઝ પણ કર્યું છે. ગીતના શબ્દો કુમાર અને વાયુ દ્વારા લખવામાં આવ્યા છે. રણવીર સિંહનું આ ગીત તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. રણવીર સિંહે પણ આ ગીત તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યું છે. જેના પર તેના ચાહકો વિવિધ રીતે કોમેન્ટ પણ કરી રહ્યા છે.

રણવીર સિંહની આ ફિલ્મની વાર્તામાં છોકરીઓ સાથે થતા ભેદભાવને દર્શાવવામાં આવશે. આ ફિલ્મ દિવ્યાંગ ઠાકુરે ડિરેક્ટ કરી છે અને વાર્તા પણ તેમણે જ લખી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત બોમન ઈરાની અને શાલિની પાંડે પણ છે. બોમન આ ફિલ્મમાં રણવીરના પિતા અને શાલિની અભિનેતાની પત્નીનો રોલ કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: Jayeshbhai Jordaar Trailer Out : જયેશભાઈ જોરદાર ફિલ્મનું ટ્રેલર રિલીઝ, રણવીર સિંહનો હેન્ડસમ લુક જીતશે દિલ

આ પણ વાંચો: Funny Video: હેરકટનો આ વીડિયો જોઈને તમે હસીને થઈ જશો લોટપોટ, જોવા જેવી છે વાળંદની પ્રતિક્રિયા

Next Article