‘આવા લોકોને નોકરીમાંથી કાઢી મુકવા જોઈએ’, તસવીર લેવા પર Big B સામે ગુસ્સે થઈ જયા બચ્ચન, જુઓ Viral Video

જયા બચ્ચનનો (Jaya Bachchan) ફરી એકવાર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેની સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એરપોર્ટ પર ફોટોગ્રાફર્સ અને પત્રકારો ફોટો ક્લિક કરવા માંગતા હતા ત્યારે જયા બચ્ચન ગુસ્સે થઈ ગઈ હતી.

આવા લોકોને નોકરીમાંથી કાઢી મુકવા જોઈએ, તસવીર લેવા પર Big B સામે ગુસ્સે થઈ જયા બચ્ચન, જુઓ Viral Video
Jaya bachchan
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 17, 2023 | 7:56 PM

બોલિવૂડના ફેમસ કપલ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન હાલમાં ઈન્દોરમાં છે. તેમને ત્યાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. જે બાદ બંને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જયા બચ્ચન અને અમિતાભ બચ્ચનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ જોડીને જોવા માટે એરપોર્ટ પહોંચેલા લોકોની ત્યાં ભીડ ભેગી થઈ હતી. આવામાં ફરી એકવાર લોકોને જયા બચ્ચનનો ગુસ્સાવાળો અંદાજ જોવા મળ્યો. જયા બચ્ચનનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

એરપોર્ટ પર લોકોને ફોટો લેતા જોઈને જયા બચ્ચન ગુસ્સે થઈ ગયા. જયાએ કહ્યું કે પ્લીઝ ડોન્ટ ટેક ફોટો, વાય ડોન્ટ યૂ અન્ડરસ્ટેન્ડ… આટલું કહેવા છતાં લોકોએ તેની વાત ન માની અને ફોટા ક્લિક કરવાના પ્રયત્નો કર્યા. જયાએ આ દરમિયાન અંગ્રેજીમાં એમ પણ કહ્યું હતું કે, “પ્લીઝ મેરી ફોટો મત લો, પ્લીઝ મેરી મત લો, ઈંગ્લિશ સમજ નહીં આતી ક્યા.” આ પછી ત્યાં ઉભેલા સિક્યોરિટી પર્સનલ અને ગાર્ડે લોકોને પાછળ ધકેલી દીધા અને તેમના કેમેરા નીચે મૂકી દીધા.

આ પછી એરપોર્ટથી બહાર નીકળતી વખતે જયાએ કહ્યું કે આવા લોકોને નોકરીમાંથી કાઢી મુકવા જોઈએ. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ એક્ટ્રેસના આવા ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં તે આવી જ રીતે ગુસ્સે થતી જોવા મળી રહી છે.

અહીં જુઓ વીડિયો

કોકિલા બેને વર્ચ્યુઅલી જોડાઈને ગુજરાતીમાં કર્યું સંબોધન

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સિવાય કોકિલાબેન હોસ્પિટલના લોકાપર્ણ કાર્યક્રમમાં અનિલ અંબાણી અને ટીના અંબાણી પણ ઈન્દોર આવ્યા છે. કોકિલા બેન વર્ચ્યુઅલી જોડાઈને ગુજરાતીમાં સંબોધન કર્યું હતું. આ સાથે તેમને કહ્યું કે ઈન્દોરમાં અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Bholaa ફિલ્મમાંથી તબ્બૂનો ઈન્ટેન્સ લુક આઉટ, પોલીસના યુનિફોર્મમાં જોઈને ફેન્સે કહ્યું- લેડી સુપરસ્ટાર

રોબોટિક સર્જરી પણ થઈ શકશે

એટલું જ નહીં, કોકિલાબેન હોસ્પિટલ બે એકરમાં ફેલાયેલી છે. ઈન્દોરના નિપાનિયા ક્ષેત્રમાં આ હોસ્પિટલનું નિર્માણ 4 વર્ષ પહેલા શરૂ થયું હતું. ત્યારબાદ ટીના અંબાણીએ આ હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું. 200થી વધુ બેડ ધરાવતી આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. તેમજ અનેક જટીલ ઓપરેશન પણ થઈ શકશે. ખાસ વાત એ છે કે અહીં રોબોટિક સર્જરીને લઈને નવી અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

Published On - 7:54 pm, Tue, 17 January 23