Breaking News : મહાઠગ સુકેશ ચંદ્રશેખરને લાગ્યો મોટો ઝટકો, મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ સરકારી સાક્ષી બનશે

Conman Sukesh Chandrashekhar : મહાઠગ સુકેશ ચંદ્રશેખરની મુશ્કેલીઓ વધી રહી છે. હાલમાં તેમણે મની લોન્ડ્રિંગના એક કેસમાં રાહત મળી હતી પરંતુ હવે જેકલીન ફર્નાન્ડીઝ સાથે જોડાયેલા 200 કરોડની મની લોન્ડ્રિંગ કેસ મામલે નવો ટ્વિસ્ટ આવ્યો છે અને જેકલીને સુકેશ વિરુદ્ધ સરકારી સાક્ષી બનવાનો નિર્ણય લીધો છે.

Breaking News : મહાઠગ સુકેશ ચંદ્રશેખરને લાગ્યો મોટો ઝટકો, મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ સરકારી સાક્ષી બનશે
| Updated on: Apr 17, 2026 | 4:47 PM

મહાઠગ સુકેશ ચંદ્રશેખરની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ લઈ રહી નથી. મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલ લેટેસ્ટ અપટેડ સામે આવ્યું છે. હવે જેકલીન ફર્નાન્ડીઝે 200 કરોડ રુપિયા સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ સાક્ષી આપશે. તેના વકીલે આ મામલે સુનાવણી કરી રહેલી પટિયાલા હાઉસને જણાવ્યું કે, તે ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસ મામલે સરકારી સાક્ષી બનવા માંગે છે. તેમણે ઈડીને આ મામલે સરકારી સાક્ષી બનવા માટે નિવેદન પણ આપ્યું છે. આ પહેલા અભિનેત્રીએ આવું કરવાની ના પાડી હતી પરંતુ હવે આ નિર્ણય સુકેશ ચંદ્રશેખર માટે કોઈ ઝટકાથી ઓછું નથી.

સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો જેકલીન ફર્નાન્ડીઝને મોંઘી ગિફ્ટ આપી હતી. જેમાં જ્વેલરી, કાર અને મોંઘા કપડાં સામેલ હતા. જેકલીને આ મોંઘા ગિફ્ટ લીધા હતા. ત્યારબાદ ઈડીએ અભિનેત્રીને સહ-આરોપી ગણાવી હતી. ત્યારબાદ જેકલીન ફર્નાન્ડિસે વર્ષ 2025માં રાહત માટે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. હવે અભિનેત્રીએ મોટું પગલું લીધું છે અને સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ સરકારી સાક્ષી બનવાનો નિર્ણય લીધો છે. તેના વકીલે આ વાતની પુષ્ટિ કરી છે.

સુકેશને 31 માંથી 26 કેસમાં જામીન મળ્યા

સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ નાના-મોટા કુલ 31 કેસ છે. જેમાંથી 26માં તેને જામીન મળી ચૂક્યા છે. પરંતુ કેટલાક કેસ કોર્ટમાં છે. હજુ સુધી જામીન મળ્યા નથી. તેના વિરુદ્ધ મની લોન્ડ્રિંગ સિવાય ચૂંટણીના નિશાનને લઈ છેતરપિંડીનો આરોપ લાગી ચૂક્યો છે. ત્યારે સુકેશની મુશ્કેલી ઓછું થવાનું નામ લઈ રહી નથી. પરંતુ હજુ આ મામલો શાંત થયો નથી. જેકલીન ફર્નાન્ડીઝના રિએક્શન પછી સુકેશની સમસ્યા વધતી જોવા મળી રહી છે.

કઈ કઈ ફિલ્મનો ભાગ છે જેકલીન?

જેકલીન ફર્નાન્ડીઝની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રીની પબ્લિકમાં આવી નથી. તે ખુબ ઓછી ફિલ્મોમાં જોવા મળે છે. વર્ષ 2025માં તે 3 ફિલ્મોમાં જોવા મળી હતી. જેમાં ફતેહ, રેડ 2 અને હાઉસફુલ 5 જેવી ફિલ્મ હતી. ફતેહને દુર કરી અન્ય ફિલ્મોએ મીડ્યમ કમાણી કરી છે. હવે અભિનેત્રી મલ્ટીસ્ટાર ફિલ્મ વેલકમ ટુ ધ જંગલમાં જોવા મળશે.

જેલમાં રહી બોયફ્રેન્ડ કરે છે કરોડોનું દાન, ફિલ્મથી વધારે લવ અફેરથી ચર્ચામાં રહેનારી અભિનેત્રીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us