
Jacqueline Fernandez Money Laundering Case: બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ આજે ફરી એકવાર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થશે. આજે અભિનેત્રીની રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી થશે. છેલ્લી સુનાવણીમાં અભિનેત્રીને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. જેકલીનના વકીલે પુષ્ટિ કરી છે કે અભિનેત્રી આજે સમયસર કોર્ટમાં હાજર થશે.
જેકલીનનું નામ જ્યારથી કોનમૈન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રુપિયાના મની લોન્ડ્રિગ કેસ સાથે જોડાયેલું છે. તે અવાર-નવાર કોર્ટના ચક્કર ખાઈ રહી છે. આ પહેલા પણ ઈડીએ અભિનેત્રીના રેગ્યુલર જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જેના પર કહ્યું હતુ કે, જૈકલિન તપાસ દરમિયાન તેને સપોર્ટ કર્યો નથી અને સબુતોની સત્યતા પર ખુલીને વાત કરી નથી.આટલું જ નહીં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોર્ટમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે જેકલીનને સુકેશના ગુનાહિત ઇતિહાસ વિશે જણાવવામાં આવ્યું હતું.
સુકેશ ચંદ્રશેખર લાંબા સમયથી જેલમાં બંધ છે સુકેશ પર 200 કરોડનો મની લોન્ડ્રિંગનો કેસ ચાલી રહ્યો છે. જેમાં તેની સાથે જેકલિન પણ શંકાના દાયરામાં છે. સુકેશ પર આરોપ છે કે, તેમને અનેક લોકો સાથે ઠગબાજી કરી હતી. ઈડીએ પોતાની ચાર્જશીટ દાખલ કરતા જૈકલિનને આ કેસમાં આરોપી જણાવ્યો છે. તેના વિરુદ્ધ અનેક સબુતો અને સાક્ષી પણ મળી આવ્યા છે. આ તમામ વાતો સામે આવ્યા બાદ કોર્ટે અભિનેત્રીને સમન પાઠવ્યું હતુ.
મની લોન્ડ્રિંગ કેસને લઈ ED જેક્લીનની અનેક વખત પુછપરછ કરી ચૂકી છેજોકે અભિનેત્રી હંમેશા સમયસર પૂછપરછ માટે પહોંચી જાય છે. પરંતુ અભિનેત્રીએ તેના પર લાગેલા આરોપો અંગે ખુલ્લેઆમ મૌન તોડ્યું નથી. પૂછપરછ દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે તે સુકેશ સાથે લગ્ન કરવા જઈ રહી હતી. અભિનેત્રીએ મોંઘી ગિફ્ટ વિશે પણ ઘણા ખુલાસા કર્યા છે. વાસ્તવમાં સુકેશે અભિનેત્રીને કરોડોની ગિફ્ટ આપી છે. જેનાથી જેકલીનની પરેશાનીઓ વધુ વધી ગઈ છે.