Jacqueline Fernandez : બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez)ની મુશ્કેલી વધી શકે છે. જાણકારી મળી રહી છે કે, અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દિલ્હીની કોર્ટમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ ફાઇલ કરી શકે છે. આ ચાર્જશીટ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દાખલ થશે. તમને જણાવી દઈએ કે, supplementary charge sheet દેશના સૌથી મોટા ઠગ અને તિહાર જેલમાં બંધ સુરેશ ચંદ્રશેખર દ્વારા 200 કરોડ રુપિયાની વસુલી મામલે આ ચાર્જશીટ દાખલ કરી શકે છે. હાલમાં ઈડીએ જેકલીન ફર્નાન્ડીઝની સામે કાર્યવાહી કરતા EDએ તેની 7 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી છે.
સુત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ઈડીએ બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને આરોપી બનાવી હતી. ઈડી મુજબ જેકલીનને પહેલાથી જ ખબર હતી કે સુકેશ ચંદ્રશેખર એક આરોપી અને ઠગ છે. તમને જણાવી દઈએ કે, જેકલીન ફર્નાન્ડીઝનું નામ સુકેશ સાથે જોડાયું હતુ, ત્યારથી અભિનેત્રી કાયદાનો ફંદામાં ફંસાતી જોવા મળી રહી છે,
અગાઉ, EDને જાણવા મળ્યું હતું કે, સુકેશે જેકલીનને 10 કરોડ રૂપિયાની ભેટ મોકલી હતી. ઈડીએ અત્યારસુધી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અભિનેત્રી જેકલીનની 7 કરોડ રુપિયાથી વધુ સંપત્તિ ઝપ્ત કરી છે.સુકેશ ચંદ્રશેખર સાથેના કથિત સંબંધો અંગે EDએ જેકલીન ફર્નાન્ડીઝની પણ ઘણી વખત પૂછપરછ કરી છે.
જણાવી દઈએ કે, 33 વર્ષીય સુકેશ ચંદ્રશેખર 32 થી વધુ કેસમાં આરોપી છે. ઘણા રાજ્યોની પોલીસ, સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ઈન્કમ ટેક્સ વિભાગ ઉપરાંત કેન્દ્રની ત્રણ તપાસ એજન્સીઓ સુકેશ કેસની તપાસમાં લાગેલી છે.જેકલીન સુકેશ ચંદ્રશેખર સાથે રિલેશનશિપમાં હોવાના અહેવાલ છે. ઈડીએ તેમને મની લોન્ડરિંગ કેસમાં અનેક વખત સમન્સ પાઠવ્યા છે. સુકેશ સાથેના ફોટા પણ તેના સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનો જન્મદિવસ (Jacqueline Fernandez Birthday) થોડા દિવસ પહેલા જ હતો . 11 ઓગસ્ટ 1985ના રોજ શ્રીલંકામાં જન્મેલી જેકલીન 37 વર્ષની થઈ ગઈ છે. તેણે બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની પ્રથમ ફિલ્મ 2009માં અલાદ્દીન હતી.જેકલીનને એક બહેન અને 2 ભાઈઓ છે. તે 2009માં મોડલિંગના કામ માટે ભારત આવી હતી. પછી તેને સુજોય ઘોષની અલાદ્દીન મળી. તેને સ્ટાર ડેબ્યુ ઓફ ધ યર ફીમેલ માટે IIFA એવોર્ડ મળ્યો હતો.