ભારતની ત્રણ એક્ટ્રેસ બની મિસ યુનિવર્સ, એક સિંગલ, બીજી 50 વર્ષે પણ કુંવારી અને ત્રીજીએ છૂટાછેડા લીધેલા વ્યક્તિ સાથે લગ્ન કર્યા

મેક્સિકોની ફાતિમા બોશે મિસ યુનિવર્સ 2025નો તાજ જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતે પણ સુષ્મિતા સેન, લારા દત્તા અને હરનાઝ સંધુ દ્વારા ત્રણ વખત આ પ્રતિષ્ઠિત ટાઇટલ જીત્યું છે.

ભારતની ત્રણ એક્ટ્રેસ બની મિસ યુનિવર્સ, એક સિંગલ, બીજી 50 વર્ષે પણ કુંવારી અને ત્રીજીએ છૂટાછેડા લીધેલા વ્યક્તિ સાથે લગ્ન કર્યા
| Updated on: Nov 21, 2025 | 9:40 PM

થાઇલેન્ડમાં યોજાયેલા મિસ યુનિવર્સ 2025 ના ગ્રાન્ડ ફિનાલેમાં મેક્સિકોની ફાતિમા બોશે દુનિયાભરના 100થી વધુ પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડીને તાજ જીત્યો. આ સાથે તે 74મી મિસ યુનિવર્સ બની. ભારતે પણ અત્યાર સુધી ત્રણ વખત આ પ્રતિષ્ઠિત ટાઇટલ પોતાના નામે કર્યું છે. ખાસ વાત એ છે કે ભારતીય મિસ યુનિવર્સ રહેલી ત્રણે મહિલાઓ સુષ્મિતા સેન, લારા દત્તા અને હરનાઝ સંધુ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ સફળ બની.

ભારતની ત્રણ મિસ યુનિવર્સ અને તેમનું વ્યક્તિગત જીવન

ભારતની પ્રથમ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન 1994માં માત્ર 19 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ રોશન કરીને ઇતિહાસ રચ્યો હતો. bollywoodમાંદસ્તકફિલ્મથી એન્ટ્રી કર્યા બાદ તેઓએ પોતાની ઓળખ એક મજબૂત અને સ્વતંત્ર મહિલા તરીકે બનાવી. 50 વર્ષની ઉંમરે પણ સુષ્મિતા સેન અપરિણીત છે, જોકે તેમણે પોતાની બે દીકરીઓ..રેની અને અલિસાહને દત્તક લઈને માતૃત્વ સ્વીકાર્યું છે.

લારા દત્તા: બીજી ભારતીય મિસ યુનિવર્સ

સુષ્મિતા પછી 2000માં લારા દત્તાએ મિસ યુનિવર્સનું મોખરું સ્થાન મેળવ્યું. ત્યારબાદ તેઓએ 2003માં “અંદાઝફિલ્મથી અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. 2011માં લારાએ પૂર્વ ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા. મહેશ ભૂપતિ પહેલાથી જ લગ્નિત હતા અને 2009માં તેમને છૂટાછેડા મળ્યા બાદ લારાએ તેમની સાથે ઘર પણ વસાવ્યું.

હરનાઝ કૌર સંધુ: ભારતની નવી પેઢીની મિસ યુનિવર્સ

2021માં હરનાઝ સંધુએ આધુનિક યુગની મિસ યુનિવર્સ તરીકે ભારતને ત્રીજો તાજ અપાવ્યો. હરનાઝે પંજાબી ફિલ્મો ઉપરાંત બોલિવૂડની “બાગી 4” જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. એક સમયમાં તેમનું નામ વીર પહાડિયા સાથે જોડીવામાં આવ્યું હતું, જોકે હાલ હરનાઝ સિંગલ છે અને પોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

કોણ છે ફાતિમા બોશ, વિવાદોમાં રહી ચૂક્યું છે, નામ જેમણે મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો