વિરાટ-અનુષ્કાએ બેડમિન્ટનમાં હાથ અજમાવ્યો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો Video

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એક એવો વ્યક્તિ છે જે મેદાનમાં તો ચર્ચાનો વિષય બને છે પરંતુ બહાર પણ તે સતત ચર્ચામાં રહે છે. આ દરમિયાન તેને બેડમિન્ટનમાં પણ હાથ અજમાવ્યો છે.

વિરાટ-અનુષ્કાએ બેડમિન્ટનમાં હાથ અજમાવ્યો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો Video
Virat Kohli - Anushka sharma
| Edited By: | Updated on: Apr 25, 2023 | 5:41 PM

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી એ એવું નામ છે જે હંમેશા ચર્ચામાં રહે છે. વિરાટ કોહલી ક્યારેક ક્રિકેટના મેદાનમાં તેના પ્રદર્શનને કારણે ચર્ચામાં રહે છે તો ક્યારેક જ્યારે તેની પત્ની સાથે જોવા મળે છે, ત્યારે ફેન્સ તેના પર ક્યૂટ કપલ તરીકે પ્રેમ વરસાવે છે. હાલમાં વિરાટ કોહલી આઈપીએલમાં પોતાની ટીમને આગળ લઈ જવા માટે કોઈ કસર છોડી રહ્યો નથી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ બધાની વચ્ચે તેને બેડમિન્ટનમાં પણ હાથ અજમાવ્યો છે.

બેડમિન્ટન રમતા જોવા મળ્યા વિરુષ્કા

વિરાટ કોહલી મોટાભાગે ક્રિકેટમાંથી સમય મળતા જ પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. વિરાટ અને અનુષ્કા પુમા માટે પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન બેડમિન્ટન રમતા જોવા મળ્યા હતા. અનુષ્કા શર્મા અહીં પણ વિરાટ કોહલીની પાર્ટનર બની હતી. આઈપીએલમાં પણ અનુષ્કા શર્મા દરેક મેચમાં કોહલીને ચીયર કરતી જોવા મળે છે. વિરાટ કોહલી પણ આ સિઝનમાં પોતાની બેટિંગથી બધાનું દિલ જીતી રહ્યો છે. ગત સિઝનમાં કોહલીનું બેટ શાંત હતું.

અહીં જુઓ વીડિયો

આ પણ વાંચો : Viral Video: ‘પપ્પા તમારા કરતા વધુ સારો ડાન્સ કરતા હતા, અનુપમ અંકલ, પણ…’ Satish Kaushikની પુત્રીનો ક્યૂટ વીડિયો વાયરલ

આઈપીએલમાં અત્યાર સુધી 4 અડધી સદી

વિરાટ કોહલીએ 7 મેચમાં 4 અડધી સદી ફટકારી હતી. પરંતુ છેલ્લી મેચમાં કોહલીનું બેટ શાંત રહ્યું છે. વિરાટ કોહલીએ આ સીઝનમાં 7 મેચોમાં 46.50 ની એવરેજ સાથે 279 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 140 થી વધારે રહી છે. આરસીબીની ટીમે છેલ્લી મેચ રાજસ્થાન સામે ચિન્નાસ્વામી ખાતે રમી હતી. પરંતુ આ મેચમાં કોહલીનું પ્રદર્શન મેદાન પરના આંકડાઓથી વિરુદ્ધ હતું. આ મેચમાં તે ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. પરંતુ ફાફ ડુ પ્લેસિસ અને મેક્સવેલની સદીની ભાગીદારી અને બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે આરસીબીએ મેચ 7 રનથી જીતી લીધી હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…