RRRની બનશે સિક્વલ, લેખકે સ્ટોરીને લઈને કર્યો મોટો ખુલાસો

|

Nov 23, 2022 | 7:39 PM

ફિલ્મ આરઆરઆરના (RRR) લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદે આ ફિલ્મ વિશે ઘણી બધી વાત કહી છે. રિપોર્ટ મુજબ કેવી વિજયેન્દ્ર પ્રસાદે કહ્યું છે કે - 'હું આ વર્ષની સુપરહિટ ફિલ્મ આરઆરઆરની સ્ટોરી પર કામ કરી રહ્યો છું. હું વાર્તાઓ લખતો નથી, હું ચોરી કરું છું.

RRRની બનશે સિક્વલ, લેખકે સ્ટોરીને લઈને કર્યો મોટો ખુલાસો
RRR

Follow us on

એસએસ રાજામૌલીની વર્ષ 2022માં રિલીઝ થયેલી મેગા બજેટ ફિલ્મ આરઆરઆર એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી અને રેકોર્ડબ્રેક ઓપનિંગ કરી હતી. 10 મહિના પછી પણ જુનિયર એનટીઆર અને રામ ચરણની આ ફિલ્મ હજુ પણ લોકપ્રિય ફિલ્મોમાંની એક છે. હવે આ ફિલ્મની સિક્વલને લઈને નિર્દેશક એસએસ રાજામૌલીએ મોટી જાહેરાત કરી છે. રાજામૌલીએ હાલમાં જણાવ્યું હતું કે તે હવે આરઆરઆરના બીજા ભાગ પર કામ કરી રહ્યો છે. તેની વાર્તાને લઈને રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મ આરઆરઆરના લેખક અને એસએસ રાજામૌલીના પિતા કેવી વિજયેન્દ્ર પ્રસાદે પાર્ટ 2ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.

ફિલ્મ આરઆરઆરના લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદે કહ્યું

53માં ભારતીય ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન, ફિલ્મ આરઆરઆરના લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદે ફિલ્મ વિશે ઘણું બધું કહ્યું છે. રિપોર્ટ મુજબ કેવી વિજયેન્દ્ર પ્રસાદે કહ્યું છે કે- ‘હું આ વર્ષની સુપરહિટ ફિલ્મ આરઆરઆરની સ્ટોરી પર કામ કરી રહ્યો છું. હું વાર્તાઓ લખતો નથી, હું ચોરી કરું છું. વાસ્તવમાં આપણી પાસે રામાયણ અને મહાભારત જેવા ઘણા મહાકાવ્ય છે, જે આપણને પ્રેરણા આપવા માટે વાર્તાઓ આપે છે.

મીડિયા પોર્ટલ સાથે વાત કરતાં તેમને આગળ કહ્યું- ‘આની સાથે જ આપણા જીવનમાં કેટલીક એવી અનોખી ઘટનાઓ છે, જેને આપણે વાર્તાનું સ્વરૂપ આપી શકીએ છીએ. અત્યાર સુધી હું ટ્રિપલ આરની સિક્વલના આધારને સંપૂર્ણપણે સમજી ગયો છું અને હું તેના પર કામ કરી રહ્યો છું.” આ પહેલા ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ પોતે પણ પુષ્ટિ કરી છે કે તેમના પિતા કેવી વિજયેન્દ્ર પ્રસાદ ‘આરઆરઆર’ પાર્ટ 2 ની વાર્તા પર ફોકસ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તમને જણાવી દઈએ કે સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆર એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ મહત્વના રોલમાં હતા. આ ફિલ્મમાં ક્રાંતિકારીઓ અલ્લુરી સીતા રામા રાજુ અને કોમારામ ભીમની કાલ્પનિક વાર્તા દર્શાવવામાં આવી છે. ટ્રિપલ આર એ તેના શાનદાર પ્રદર્શનના આધારે વિશ્વભરમાં 1000 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મની ઈન્ટરનેશનલ લેવલ પર પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Next Article