લડખડાતી અનુષ્કા શર્માને પતિ વિરાટ કોહલીએ આપ્યો સહારો, જુઓ વીડિયો

|

Aug 02, 2022 | 4:29 PM

હાલમાં જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા (Anushka Sharma) એરપોર્ટ લુકમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન વિરાટ તેની પત્નીની બાળકો જેવી હરકતોથી સંભાળતો જોવા મળ્યો હતો. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

લડખડાતી અનુષ્કા શર્માને પતિ વિરાટ કોહલીએ આપ્યો સહારો, જુઓ વીડિયો
virat-anushka
Image Credit source: Instagram

Follow us on

અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલીની (Virat Kohli) જોડી એવા કપલ્સની યાદીમાં સામેલ છે જે બોલિવૂડથી લઈને દરેક ઈન્ડસ્ટ્રીમાં ફેમસ છે. આ કપલ એક પાવર કપલ તરીકે ફેમસ છે. અવારનવાર ચર્ચામાં રહેતા વિરાટ અને અનુષ્કા ફરી એકવાર પાપારાઝીના કેમેરામાં કેદ થયા છે. હાલમાં જ બંનેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિરાટ કોહલી તેની પત્નીને સંભાળતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો મુંબઈ એરપોર્ટની બહારનો છે. તેમના વાયરલ વીડિયોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની મસ્તી જોવા મળી રહી છે. ફેન્સ તેમના દરેક વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં અનુષ્કાની હરકતો જોઈને વિરાટ ખૂબ જ હેરાન થઈ ગયો છે. આ સાથે જ કપલના ફેન્સ પણ એક્ટ્રેસની બાળકો જેવી હરકતો જોઈને એન્ટરટેઈન થઈ રહ્યા છે. એટલું જ નહીં આ વીડિયોમાં અનુષ્કાને સંભાળતી વખતે તેના પતિનું માસ્ક પણ પડી જાય છે.

અહીં જુઓ વિરુષ્કાનો વાયરલ વીડિયો

કૂલ અંદાજમાં કપલે ખેંચ્યું બધાનું ધ્યાન

એરપોર્ટ લુકમાં બંને સેલેબ્સ ખૂબ જ કૂલ જોવા મળી રહ્યાં છે. જ્યાં વિરાટ કોહલીએ શોર્ટ્સમાં કેપ પહેરીને ફંકી લુક કેરી કરી રહ્યો છે. અનુષ્કા શર્માએ પણ ટી-શર્ટ સાથે ફંકી જીન્સ સાથે કેપ પહેરીને પોતાનો સ્માર્ટ લુક કમ્પલીટ કર્યો છે. બંનેએ વ્હાઇટ કલરના શૂઝ પણ પહેર્યા છે. હંમેશાની જેમ આ વખતે પણ આ કપલે પોતાની કેમેસ્ટ્રીથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયો પર ફેન્સ જોરદાર રિએક્શન આપી રહ્યા છે અને પ્રેમ વરસાવી રહ્યા છે.

આવતા મહિને રિલીઝ થશે અનુષ્કાની ફિલ્મ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા ટૂંક સમયમાં તેની અપકમિંગ ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’માં જોવા મળશે. આ ફિલ્મ આવતા મહિને સપ્ટેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અનુષ્કા મહિલા સ્પોર્ટ્સપર્સન ઝુલન ગોસ્વામીના રોલમાં જોવા મળશે. આ સિવાય એક્ટ્રેસ ઘણા પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે.

Next Article