અનુષ્કા શર્મા (Anushka Sharma) ફિલ્મોમાં ગમે તેટલી વ્યસ્ત હોય, તે ક્રિકેટ દરમિયાન પતિ વિરાટ કોહલી (Virat Kohli)ને સપોર્ટ કરવા માટે ચોક્કસપણે હાજર રહે છે. તે હાલમાં તેમના પતિ એટલે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે દુબઈમાં છે. ટૂંક સમયમાં ક્રિકેટ ટી 20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે, જેના માટે અનુષ્કા પણ ત્યાં હાજર છે. આ દરમિયાન અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર વિરાટ અને તેની લાડલી દીકરી વામિકાની એક સુંદર તસ્વીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જ્યારથી અનુષ્કાએ પુત્રીને જન્મ આપ્યો છે, ત્યારથી તેમના ચાહકો હવે તેમની પુત્રીની એક ઝલક મેળવવા માટે આતુર છે. અનુષ્કાએ તેમની દીકરીની તસ્વીર શેર કરીને તેમના ચાહકોની ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જે તસ્વીર શેર કરી છે તેમાં વિરાટ કોહલી હસતા હસતા પોતાની દીકરી વામિકાને દૂરથી જોઈ રહ્યા છે. આ વખતે પણ વામિકાનો ચહેરો જોવાની ચાહકોની ઈચ્છા અધૂરી રહેશે. અનુષ્કાએ એવી તસ્વીર લીધી છે કે વામિકાની હાજરી દેખાય છે પણ તેનો ચહેરો દેખાતો નથી. આ તસ્વીર પાછળથી લેવામાં આવી હતી.
View this post on Instagram
તસ્વીર પોસ્ટ કરતી વખતે અભિનેત્રીએ જે કેપ્શન લખ્યું છે તે તો વધુ પ્રેમાળ છે. તેમણે લખ્યું, “મારું આખું હૃદય એક ફ્રેમમાં.” અનુષ્કા અને વિરાટને ક્રિકેટના તાજેતરના નિયમો અનુસાર વધારે બાયો બબલમાં પસાર થવું પડે છે. આ દરમિયાન તે તેમના ચાહકો સાથે તેમના જીવન અને પરિવારની સુંદર તસ્વીરો શેર કરતી રહે છે. આ પોસ્ટ્સ પર ઘણી હસ્તીઓએ કમેન્ટ કરી છે. કેટલાક આ ફોટો પર હાર્ટ ઇમોજી લગાવી રહ્યા છે જ્યારે કેટલાક તેને ક્યૂટેસ્ટ તસ્વીર કહી રહ્યા છે.
આ પહેલા પણ અનુષ્કાએ અષ્ટમીની શુભેચ્છા પાઠવતો વામિકા સાથે એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેમણે પોતાની પુત્રીને દેવીનું રુપ બતાવ્યું હતું. તસ્વીરમાં તે હસતી જોવા મળી હતી. આ વખતે પણ વામિકાનો ચહેરો જોઈ શકાયો ન હતા કારણ કે ચિત્ર પણ પાછળથી ખેંચવામાં આવ્યું હતું. હાલમાં અનુષ્કા અને વિરાટ દુબઈમાં છે. જ્યારે વિરાટ ટી-20 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યા છે, ત્યારે અનુષ્કા પોતાના પતિના સૌથી ખાસ ટુર્નામેન્ટમાં તેમને ટેકો આપવા માટે તેમની સાથે છે.
આ પણ વાંચો:- IMDB Rating: વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ છવાઈ દરેક જગ્યાએ, અભિનેતાએ કંઈક આ રીતે કહ્યો આભાર
આ પણ વાંચો:- Neena Gupta બાળપણમાં બની હતી શોષણનો શિકાર, આ કારણે નહોતું કહ્યું માતાને