Box office : મણિરત્નમનું PS-1 ધમધમ્યું, બીજા દિવસે પણ વિક્રમ વેધાની ધીમી ગતિ

(ponniyin selvan) હિન્દી બેલ્ટની વાત કરીએ તો, એશની કમબેક ફિલ્મ જબરદસ્ત સારી કમાણી કરી રહી છે. ફિલ્મનો ક્રેઝ સાઉથમાં પણ યથાવત્ છે. તે જ સમયે, વિક્રમ વેધા (vikram vedha) બીજા દિવસે પણ બોક્સ ઓફિસ (Box office) પર ધીમી પડી ગઈ છે.

Box office : મણિરત્નમનું PS-1 ધમધમ્યું, બીજા દિવસે પણ વિક્રમ વેધાની ધીમી ગતિ
vikram vedha and ponniyin selvan box office
| Edited By: | Updated on: Oct 02, 2022 | 9:43 AM

ડિરેક્ટર મણિરત્નમની (Mani Ratnam) PS-1 સતત ચર્ચામાં (ponniyin selvan) રહે છે. રિલીઝ થયા બાદથી જ દરેક લોકો આ ફિલ્મને લઈને પોતાનો ક્રેઝ બતાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પહેલા જ દિવસે બોક્સ ઓફિસ (Box office) પર ફિલ્મે પોતાના શાનદાર કલેક્શનથી લોકોને ચોંકાવી દીધા હતા. બીજી તરફ રિતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધાએ પહેલા દિવસે જ લોકોને નિરાશ કર્યા હતા. લગભગ ત્રણ વર્ષ પછી મોટા પડદા પર પુનરાગમન કરવા છતાં રિતિક રોશન કંઈ ખાસ કરી શક્યો નથી. તો ચાલો જાણીએ બંને ફિલ્મોનું કલેક્શન.

ફિલ્મની કમાણીથી લોકોના ઉડ્યા હોશ

મણિરત્નમ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વાન’એ દક્ષિણથી લઈને હિન્દી બેલ્ટ સુધી જબરદસ્ત ધુમ મચાવી છે. જો કે, ફિલ્મની બોક્સ ઓફિસની આગાહીએ સ્પષ્ટ કરી દીધું હતું. પરંતુ, ફિલ્મની કમાણીથી લોકોના હોશ ઉડી ગયા છે. 500 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે પહેલા દિવસે 36.5 કરોડની કમાણી કરી હતી. તે જ સમયે, બીજા દિવસે, ફિલ્મે 32.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. આ સાથે, તેનું અત્યાર સુધીનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન રૂપિયા. 69.00 કરોડ થઈ ગયું છે.

બીજી તરફ, જો વિક્રમ વેધાની વાત કરીએ તો, 30 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા જ દિવસે તેના ચાહકોને નિરાશ કર્યા હતા. રિતિકની કમબેક ફિલ્મ હોવાથી લોકોને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. એવી અપેક્ષા હતી કે, આ ફિલ્મ દ્વારા રિતિક ફરી એકવાર દર્શકો પર પોતાના અભિનયનો જાદુ ચલાવશે, પરંતુ એવું કંઈ થયું નહીં. પ્રથમ દિવસે માત્ર 10.58 કરોડ રૂપિયાની કમાણી કરનારી આ ફિલ્મ બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી. તમને જણાવી દઈએ કે, કુલ 190 કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી આ ફિલ્મ બીજા દિવસે પણ વધારે કમાણી કરી શકી નથી.

વિક્રમ વેધા, PS-1ની સરખામણીમાં નિસ્તેજ છે

રિપોર્ટ્સ અનુસાર, વિક્રમ વેધાએ તેની રિલીઝના બીજા દિવસે કુલ 12.50-12.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જો કે, આ પહેલા દિવસ કરતાં થોડું વધારે છે. પરંતુ, તે અપેક્ષા કરતા ઘણું ઓછું છે. આ સાથે આ ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 23.28 કરોડ રૂપિયા થઈ ગયું છે. જે પોન્નિયિન સેલ્વાન કરતા ખૂબ જ ઓછી છે.

દર્શકોમાં વિક્રમ વેધાનો ક્રેઝ જોવા મળ્યો ન હતો

હિન્દી બેલ્ટની વાત કરીએ તો, એશની કમબેક ફિલ્મ જબરદસ્ત સારી કમાણી કરી રહી છે. ફિલ્મનો ક્રેઝ સાઉથમાં પણ યથાવત્ છે. તે જ સમયે, તે તમિલ સિનેમામાં શરૂઆતના દિવસે આટલી કમાણી કરનારી ત્રીજી ફિલ્મ બની ગઈ છે. તે જ સમયે, વિક્રમ વેધા એ એક વાર્તા છે. જેમાં એક ગેંગસ્ટર અને પોલિસ વચ્ચેની રોમાંચથી ભરપૂર રમત બતાવવામાં આવી છે. આ ફિલ્મ દક્ષિણની ફિલ્મ ‘વિક્રમ વેધા’ની ઓફિશિયલ હિન્દી રિમેક છે. બીજા દિવસ સુધી દર્શકોમાં કોઈ ક્રેઝ જોવા મળ્યો નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, શું આ ફિલ્મ ભવિષ્યમાં કંઇક ખાસ કમાણી કરવામાં સક્ષમ છે કે, પછી PS-1 પોતાની છાપ છોડવાનું ચાલુ રાખશે…?