Vikram Vedha: હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ‘વિક્રમ વેધા’નું શૂટિંગ થયું પૂર્ણ, એકટર્સે શેર કરી ઈમોશનલ પોસ્ટ

|

Jun 10, 2022 | 8:54 PM

'વિક્રમ વેધ'નો અમુક ભાગ અબુ ધાબીમાં પણ શૂટ કરવામાં આવ્યો છે, જ્યાં લખનૌનો સેટ બનાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં હૃતિકની (Hrithik Roshan) સાથે સૈફ અલી ખાન પણ લીડ રોલમાં જોવા મળશે.

Vikram Vedha: હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર વિક્રમ વેધાનું શૂટિંગ થયું પૂર્ણ, એકટર્સે શેર કરી ઈમોશનલ પોસ્ટ
hrithik roshan and saif ali khan

Follow us on

અભિનેતા હૃતિક રોશન (Hrithik Roshan) અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘વિક્રમ વેધા’નું (Vikram Vedha) શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન પુષ્કર અને ગાયત્રીની દિગ્દર્શક જોડીએ કર્યું છે. રસપ્રદ વાત એ છે કે હૃતિક રોશન ત્રણ વર્ષ પછી મોટા પડદા પર જોવા મળશે. તે છેલ્લે સુપર 30 ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ તમિલ ફિલ્મ વિક્રમ વેધાની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાંથી તેનો સ્ટ્રોંગ લુક વાયરલ થઈ ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે ગાયત્રીએ પુષ્કર સાથે મળીને વિક્રમ વેધના તમિલ વર્ઝનને લખ્યું અને નિર્દેશિત કર્યું છે.

હૃતિક રોશન ત્રણ વર્ષ બાદ વાપસી કરશે

અભિનેતા હૃતિક રોશન ત્રણ વર્ષના લાંબા સમય બાદ મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે. હૃતિક રોશને કહ્યું કે, “વેધા બનવું એ પહેલા કરેલા તમામ કામો કરતા સાવ અલગ છે. આ પ્રવાસમાં એવું લાગ્યું કે જાણે હું ગ્રેજ્યુએશન કરી રહ્યો છું. મારા દિગ્દર્શકો પુષ્કર અને ગાયત્રીએ મને ટ્રેડમિલ પર બેસાડ્યો અને ચુપચાપ મારી મર્યાદા વધારવા દબાણ કર્યું. તેણે વધુમાં કહ્યું કે સૈફ અલી ખાન, રાધિકા આપ્ટે, ​​રોહિત સરાફ અને યોગિતા બિહાની સાથે કામ કરવાથી મને એક કલાકાર તરીકે વધુ પ્રેરણા મળી છે. આ ફિલ્મ સિવાય હૃતિક સિદ્ધાર્થ આનંદની ફાઈટરમાં પણ જોવા મળશે, જેમાં તે પહેલીવાર દીપિકા પાદુકોણ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

‘વિક્રમ વેધા’માં કામ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો

સૈફ અલી ખાને ફિલ્મ વિશે પોતાનો અનુભવ જણાવતા કહ્યું, પુષ્કર અને ગાયત્રી ખૂબ જ ઉર્જા સાથે ડાયનેમિક જોડી છે. તેની સાથે કામ કરવું ખૂબ જ લાભદાયી હતું. હૃતિક સાથે કામ કરવું અને કેટલીક એક્શન સિક્વન્સ કરવી એ મારા માટે સારો અનુભવ હતો. તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન ‘જવાની જાનેમન’માં જોવા મળ્યો હતો.

વિક્રમ અને બેતાલ પર આધારિત ફિલ્મ

આ ફિલ્મ ભારતીય લોકકથા ‘વિક્રમ ઔર બેતાલ’ પર આધારિત છે. ફિલ્મ ‘વિક્રમ વેધા’ એક એક્શન ક્રાઈમ થ્રિલર છે, જે એક કડક પોલીસ અધિકારીની વાર્તા કહે છે. ફિલ્મમાં, એક પોલીસ અધિકારી એક ખતરનાક ગેંગસ્ટરને શોધવા અને તેને પકડવા માટે નીકળે છે. વિક્રમ વેધાના તમિલ વર્ઝનમાં આર માધવન અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં હતા.

Next Article