સોનુ નિગમ અને આશા ભોંસલેએ ગાયુ ‘હર ઘર તિરંગા’ ગીત, બિગ બી સહિત અનેક હસ્તીઓ જોવા મળશે ગીતમાં

અમિતાભ બચ્ચને તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરેલા 'હર ઘર તિરંગા' (Har Ghar Tiranga) ગીતને દિગ્ગજ ગાયક સોનુ નિગમ અને ગાયિકા આશા ભોંસલેએ ગીત પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતમાં બિગ-બી સિવાય અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, અક્ષય કુમાર, એક્ટર પ્રભાસ, કીર્તિ સુરેશ, સ્પોર્ટ્સ આઇકોન નીરજ ચોપરા સહિત ઘણી હસ્તીઓ જોવા મળી રહી છે.

સોનુ નિગમ અને આશા ભોંસલેએ ગાયુ હર ઘર તિરંગા ગીત, બિગ બી સહિત અનેક હસ્તીઓ જોવા મળશે ગીતમાં
Har-Ghar-Tiranga-Song
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Aug 05, 2022 | 2:43 PM

15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય લોકોની સાથે બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ દેશની આઝાદીનો જશ્ન મનાવવાની તૈયારી કરી રહ્યા છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને તેમના ટ્વિટર હેન્ડલ પરથી ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga) ટાઈટલ સાથે એક ગીત શેર કર્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 1 ઓગસ્ટથી સોશિયલ મીડિયા પર હર ઘર તિરંગા ઝુંબેશમાં લેખકો, ક્રિકેટરો, ખેલાડીઓ, ફિલ્મ સ્ટાર્સ વગેરે જોડાયા છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે. આ માટે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે આ અભિયાનને લોકપ્રિય બનાવવા માટે 500 હસ્તીઓનો સંપર્ક કર્યો છે. ખાસ વાત એ છે કે 13 થી 15 ઓગસ્ટ સુધી આ જ સેલિબ્રિટી ત્રણ દિવસીય સેલ્ફી વિથ ટ્રાઇકલર અભિયાનમાં સૌને શુભકામનાઓ પાઠવશે. ‘હર ઘર તિરંગા’ને ગીત દિગ્ગજ ગાયક સોનુ નિગમ (Sonu Nigam) અને ગાયિકા આશા ભોંસલેએ (Asha Bhosle) ગાયું છે.

રમતગમત અને સિનેમા જગતની ઘણી જાણીતી હસ્તીઓ મળી જોવા

અમિતાભ બચ્ચને તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરેલા ‘હર ઘર તિરંગા’ને ગીત દિગ્ગજ ગાયક સોનુ નિગમ અને ગાયિકા આશા ભોંસલેએ ગીત પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતમાં બિગ-બી સિવાય અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, અક્ષય કુમાર, એક્ટર પ્રભાસ, કીર્તિ સુરેશ, સ્પોર્ટ્સ આઇકોન નીરજ ચોપરા સહિત ઘણી હસ્તીઓ જોવા મળી રહી છે.

હર ઘર તિરંગામાં બિગ-બીએ પણ આપ્યો અવાજ

અભિનેતા અમિતાભ બચ્ચને ‘હર ઘર તિરંગા’ શેર કરતા લખ્યું- ટી 4366- તિરંગો મારું ગૌરવ, ત્રિરંગો મારી આત્મા… ત્રિરંગો મારી ઓળખ… તિરંગો મારું બધું. આ સાથે બિગ-બીએ એ પણ જણાવ્યું કે તેણે પણ તેના કેટલાક શબ્દો ગાયા છે. આ સાથે તેમણે દરેક ઘરમાં તિરંગો ફરકાવવાની પણ અપીલ કરી છે. ‘હર ઘર તિરંગા’ ગાઈને દરેક ઘરમાં તિરંગો લહેરાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ ગીત અને આપણો રાષ્ટ્રધ્વજ દરેક ઘરમાં ફરકાવવા પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે.

Follow Us