Happy Birthday: પ્રકાશ ઝાની પ્રથમ ફિલ્મને મળ્યો હતો નેશનલ એવોર્ડ, ‘આશ્રમ’ના ખૂબ થયા વખાણ

પ્રકાશ ઝાએ (Prakash Jha) 1984માં આવેલી ફિલ્મ 'હિપ હિપ હુરે'થી હિન્દી સિનેમામાં દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મ મજૂર પર આધારિત હતી.

Happy Birthday: પ્રકાશ ઝાની પ્રથમ ફિલ્મને મળ્યો હતો નેશનલ એવોર્ડ, આશ્રમના ખૂબ થયા વખાણ
happy birthday prakash jha (Image-Social Media)
| Edited By: | Updated on: Feb 27, 2022 | 9:29 AM

પ્રકાશ ઝા (Prakash Jha) આ નામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે નવું નથી. શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝા હિન્દી સિનેમામાં સામાજિક મુદ્દાઓ પર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. પ્રકાશ ઝાનો જન્મ 27 ફેબ્રુઆરી 1952ના રોજ બિહારના ચંપારણમાં થયો હતો. પ્રકાશ ઝાએ પ્રારંભિક શિક્ષણ સૈનિક સ્કૂલ તિલૈયામાંથી કર્યું હતું. આ પછી તેણે આગળનો અભ્યાસ કેન્દ્રીય વિદ્યાલય બોકારોમાંથી પૂર્ણ કર્યો. પ્રકાશ ઝાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએસસી ઓનર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

નાનપણથી જ બનવા માંગતા હતા ચિત્રકાર

બહુ ઓછા લોકો જાણે છે કે તે નાનપણથી જ ચિત્રકાર બનવા માંગતા હતા, પરંતુ મુંબઈ આવ્યા પછી જ્યારે તેને ધર્મ ફિલ્મનું શૂટિંગ જોવાનો મોકો મળ્યો. ત્યારથી જ તેણે નક્કી કરી લીધું હતું કે તે ફિલ્મમેકર બનશે. આ માટે તેણે વર્ષ 1973માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું હતું. પ્રકાશ ઝાએ નેપાળી અભિનેત્રી દીપ્તિ નવલ સાથે લગ્ન કર્યા છે. બંનેને એક દત્તક પુત્રી નિશા છે.

પ્રકાશ ઝાએ પોતાના કરિયરની શરૂઆત ડોક્યુમેન્ટ્રી ‘અંડર સે બ્લુ’થી કરી હતી. આ પછી પ્રકાશ ઝાએ આઠ વર્ષ સુધી ઘણી ડોક્યુમેન્ટ્રી બનાવી. આ દરમિયાન તેણે બિહારના રમખાણો પર એક શોર્ટ ફિલ્મ બનાવી. રિલીઝ થયાના થોડા દિવસો બાદ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડ મળ્યો હતો.

‘હિપ હિપ હુરે’થી કરિયરની કરી હતી શરૂઆત

પ્રકાશ ઝાએ 1984માં આવેલી ફિલ્મ હિપ હિપ હુરેથી હિન્દી સિનેમામાં દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોન્ડેડ લેબર પર આધારિત છે. પ્રકાશ ઝાની પ્રથમ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ પછી તેણે ઘણી એવોર્ડ વિજેતા ડોક્યુમેન્ટ્રીનું નિર્દેશન કર્યું.

પ્રકાશ ઝાએ વર્ષ 2010માં ફિલ્મ ‘રાજનીતિ’ બનાવી હતી. વિવેચકો અને દર્શકો દ્વારા આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અજય દેવગણ, કેટરિના કૈફ, અર્જુન રામપાલ, મનોજ બાજપેયી અને રણબીર કપૂર જોવા મળ્યા હતા. આ પછી તેણે ફિલ્મ ‘આરક્ષણ’ બનાવી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને પ્રતિક બબ્બર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જો કે આ ફિલ્મને એટલી પસંદ કરવામાં આવી ન હતી. આ પછી તેણે ‘સત્યાગ્રહ’ ફિલ્મ બનાવી.

‘આશ્રમ’ માટે ઘણી મળી પ્રશંસા

પ્રકાશ ઝાએ તાજેતરમાં જ વેબ સિરીઝમાં એન્ટ્રી કરી હતી અને બોબી દેઓલ સાથે ‘આશ્રમ’નું નિર્માણ કર્યું હતું. જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. આ વેબ સિરીઝ પછી બોબી દેઓલની એક્ટિંગની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Bollywood News : રિયા ચક્રવર્તીએ છોકરીઓને આપી સલાહ, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ કહ્યુ…

આ પણ વાંચો: ફિલ્મ ઉદ્યોગને પુનર્જીવિત કરવા કેરળમાં Entertainment Tax માફ, અન્ય રાજ્યો ક્યારે લેશે પ્રેરણા ?