Moushumi Chatterjee : 70ના દાયકામાં બોલિવૂડ પર રાજ કરતી હતી ‘મૌસમી’, આટલા વર્ષોમાં જ આ અભિનેત્રીએ કરી લીધા લગ્ન

|

Apr 26, 2022 | 9:15 AM

70ના દાયકામાં બોલિવૂડની દુનિયામાં પોતાની સુંદરતા ફેલાવનારી અભિનેત્રી મૌસમી ચેટર્જી (Moushumi Chatterjee) આજે પોતાનો 73મો જન્મદિવસ ઉજવી રહી છે. ખૂબ જ નાની ઉંમરમાં લગ્ન બાદ અભિનેત્રીએ ફિલ્મી દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું.

Moushumi Chatterjee : 70ના દાયકામાં બોલિવૂડ પર રાજ કરતી હતી મૌસમી, આટલા વર્ષોમાં જ આ અભિનેત્રીએ કરી લીધા લગ્ન
happy birthday moushumi chatterjee

Follow us on

અભિનેત્રી મૌસમી ચેટર્જી (Moushumi Chatterjee) 70-80ના દાયકાનો એક એવો ચહેરો છે, જેણે સુંદર અભિનેત્રીઓને સ્પર્ધા આપી છે. એક સમયે અભિનેત્રી તેની સુંદરતા અને અભિનય કૌશલ્ય માટે ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી. મૌસમીની અંદર એક નહીં પણ અનેક કળા છુપાયેલી હતી. અભિનયની સાથે લોકોને હસાવવાની કળા પણ તેની પાસે હતી. પોતાના જમાનામાં અભિનેત્રીએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં (Bollywood industry) પોતાની કળાથી જબરદસ્ત આગ ફેલાવી હતી. આ ઉપરાંત મૌસમીએ મોટાભાગના સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે.

આજે એટલે કે 26મી એપ્રિલે મૌસમી ચેટર્જીનો જન્મદિવસ છે. અભિનેત્રીનો જન્મદિવસ 26 એપ્રિલ 1948ના રોજ કોલકાતામાં થયો હતો. મીડિયા રિપોર્ટ્સની વાત કરીએ તો, માત્ર 10માં ધોરણમાં જ મૌસમીના પરિવારજનોએ તેમના લગ્ન નક્કી કર્યા હતા. જે પછી મૌસમીએ 1967માં આવેલી ફિલ્મ બાલિકા વધૂથી ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. બાલિકા વધૂને મૌસમીની પહેલી ડેબ્યૂ ફિલ્મ માનવામાં આવે છે. જોકે અભિનેત્રીએ લગ્ન પછી જ ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો.

હકીકતમાં મૌસમી ચેટર્જી પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માંગતી હતી. પરંતુ તે દરમિયાન અભિનેત્રીના નજીકના સંબંધીની તબિયત ઘરમાં બગડી. જેની છેલ્લી ઈચ્છા હતી કે, મૌસમી તેના જીવનમાં લગ્ન કરે. જે બાદ મૌસમીએ દબાણમાં લગ્ન કરવા પડ્યા હતા. 17 વર્ષની ઉંમરે તેણીના લગ્ન હેમંત કુમારના પુત્ર જયંત મુખર્જી સાથે થયા હતા. આ લગ્નથી મૌસમીને બે દીકરીઓ પણ છે. જ્યારે મૌસમી 18 વર્ષની હતી ત્યારે તેના પર માતા બનવાની જવાબદારી આવી.

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

મૌસમી તેના યુગની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી

મૌસમી ચેટર્જીએ લીડ એક્ટ્રેસની સાથે સપોર્ટિંગ એક્ટ્રેસની ભૂમિકા પણ ભજવી છે. આ અભિનેત્રી 70ના દાયકાની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક હતી.

તેણે ઇન્ડસ્ટ્રીને ‘બાલિકા વધૂ’, ‘મંજીલ’, ‘સ્વયંવર’, ‘માંગ ભરો સજના’, ‘અંગૂર’, ‘રોટી કપડાં ઔર મકાન’ જેવી ઘણી હિટ ફિલ્મો આપી.

સ્ક્રીન પર આ સ્ટાર્સ સાથે મૌસમીએ જમાવી જોડી

ફિલ્મોમાં તેમની જોડીને ઘણા મોટા કલાકારો સાથે પસંદ કરવામાં આવી હતી. બાબુ મોશાઈ રાજેશ ખન્નાથી લઈને એ જમાનાના સંજીવ કુમાર અને વિનોદ ખન્ના સુધી, મૌસમીની જોડીને બધાની સાથે પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી.

મૌસમી ચેટર્જીએ રાજકારણમાં પણ અજમાવ્યું પોતાનું નસીબ

આટલું જ નહીં અભિનય કારકિર્દી પછી મૌસમીએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો. 2004માં તે કોંગ્રેસમાં જોડાઈ. ત્યારબાદ વર્ષ 2019માં કોંગ્રેસને અલવિદા કહીને તેઓ ભાજપમાં જોડાયા હતા.

મૌસમીના જીવનનો આ હતો વળાંક

બીજા બધાની જેમ મૌસમી ચેટર્જીના જીવનમાં એક વળાંક આવ્યો. જ્યારે તેની પુત્રીએ તેને ખૂબ જ નાની ઉંમરે અલવિદા કહ્યું. અભિનેત્રીની પુત્રી લાંબા સમયથી કોઈ બીમારી સામે ઝઝૂમી રહી હતી.

છેલ્લી ફિલ્મ વર્ષ 2015માં આવી હતી

ફિલ્મી કરિયરની વાત કરીએ તો, મૌસમીએ તેની છેલ્લી ફિલ્મ વર્ષ 2015માં કરી હતી. તે છેલ્લે ફિલ્મ ‘પીકુ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે દીપિકા પાદુકોણની માસીની ભૂમિકા ભજવી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: Bollywood celebrities : બોલિવૂડ સ્ટાર્સની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ છે, આ સ્થાનોને કલાકારોના નામ પર રાખ્યા

આ પણ વાંચો: આ અઠવાડિયે પણ સુપર ડાન્સર શોમાં નહીં જોવા મળે શિલ્પા, સોનાલી બેન્દ્રે અને મૌસમી ચેટર્જી બનશે ગેસ્ટ જજ

Next Article