Jaya Bachchan Controversy: જયા બચ્ચન પાપારાઝી પર કેમ ગુસ્સે થાય છે? એકવાર અમિતાભે માંગવી પડી હતી માફી

|

Apr 09, 2023 | 6:02 PM

જયા બચ્ચનનો (Jaya Bachchan) આજે 75મો જન્મદિવસ છે. ફિલ્મો સિવાય જયા બચ્ચન તેના ગુસ્સાભર્યા વર્તન માટે પણ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ઘણીવાર પાપારાઝી પર પ્રહાર કરતી જોવા મળે છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Jaya Bachchan Controversy: જયા બચ્ચન પાપારાઝી પર કેમ ગુસ્સે થાય છે? એકવાર અમિતાભે માંગવી પડી હતી માફી
Jaya Bachchan

Follow us on

Jaya Bachchan Controversy: બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ અને સાંસદ જયા બચ્ચનનો આજે 75મો જન્મદિવસ છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. પરંતુ ફિલ્મો સિવાય જયા બચ્ચન તેના ગુસ્સાભર્યા વર્તન માટે પણ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ઘણીવાર પાપારાઝી પર પ્રહાર કરતી જોવા મળે છે. જયા બચ્ચનના આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વર્તનને કારણે એક્ટ્રેસને ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ એક ચેટ શોમાં જયા બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચને તેની માતાના ગુસ્સાનું કારણ જણાવ્યું હતું.

પાપારાઝીને ઠપકો આપે છે એક્ટ્રેસ

જયા બચ્ચન તેની એક્ટિંગની સાથે તેના ગ્રેસફુલ લુક અને સ્પષ્ટ વક્તવ્યને કારણે પણ ચર્ચામાં રહે છે. પરંતુ દિગ્ગજ એક્ટ્રેસને પાપારાઝી કલ્ચર પસંદ નથી. ઘણી ઈવેન્ટ્સમાં જયા બચ્ચન કેમેરામેન સામે ગુસ્સો કરતી જોવા મળી છે. ઘણીવાર જયા તેમને જોઈને પાપારાઝીને ઠપકો આપવા લાગે છે.

Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક

આવા ઘણા વીડિયો વાયરલ થયા છે જ્યારે જયા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે પણ કેમેરામેન પર ગુસ્સો કરતી જોવા મળી હતી. તેણે ગુસ્સાથી પૂછ્યું કે આ એશ એશ શું છે..? અને તાજેતરમાં જ્યારે એક્ટ્રેસ પુત્ર અભિષેક બચ્ચન સાથે એરપોર્ટ પર જોવા મળી, ત્યારે તે સેલ્ફી લેનારા ફેન્સ પર ગુસ્સે થઈ ગઈ હતી.

કેમ ગુસ્સામાં જોવા મળે છે જયા બચ્ચન

જયા બચ્ચન પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ બીમારીના કારણે આવું કરે છે. તેના આ વર્તન પર તેની પુત્રી શ્વેતા બચ્ચને વર્ષ 2019માં ચેટ શો ‘કોફી વિથ કરણ’માં ખુલાસો કર્યો હતો કે જયાને ક્લોસ્ટ્રોફોબિયા નામની બીમારી છે. આ એક એવી બીમારી છે, જેમાં વ્યક્તિ ભીડ જોઈને પરેશાન થઈ જાય છે અને પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. આ કારણથી જયા બચ્ચન પોતાની આસપાસ ઘણા બધા કેમેરા અને ભીડ જોઈને ગભરાઈ જાય છે.

માતા સાથે ચાલતા પણ ડરે છે અભિષેક અને શ્વેતા

ચેટ શોમાં અભિષેકે એમ પણ કહ્યું હતું કે જ્યારે તે માતા જયા બચ્ચન સાથે ઘરની બહાર જાય છે ત્યારે તે પ્રાર્થના કરે છે કે રસ્તામાં કોઈ કેમેરામેન કે પાપારાઝી ન મળે. તેણે એમ પણ કહ્યું હતું કે જયાને એ પસંદ નથી કે કોઈ પૂછ્યા વગર તેની તસવીર ક્લિક કરે.

આ પણ વાંચો : Jaya Bachchan Birthday : માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ આ ભોજપુરી ફિલ્મમાં પણ કામ કર્યું છે જયા બચ્ચને, શું તમે તેને જોઈ છે?

જયા ક્લોસ્ટ્રોફોબિયા નામની બીમારીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરની એક ઈવેન્ટમાં, અભિનેત્રી પાપારાઝી માટે ખુશીથી પોઝ આપતી જોવા મળી હતી. કેમેરામેન પણ એક્ટ્રેસનું આ વલણ જોઈને હેરાન થઈ ગયા હતા.

જયાએ ભૂલ કરી, અમિતાભે માફી માંગી

જયાના ગુસ્સાનો એક કિસ્સો આજે પણ બોલિવુડમાં ચર્ચામાં છે. તે વર્ષ 2008 ની વાત છે. તે ફિલ્મ ‘દ્રોણ’ના પ્રમોશન દરમિયાન પ્રિયંકા હિન્દીમાં વાત કરી રહી હતી. આવી સ્થિતિમાં જયાએ તેમને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, અમે ઉત્તર પ્રદેશના લોકો છીએ, એટલા માટે હિન્દીમાં વાત કરવી જોઈએ. મહારાષ્ટ્રના લોકો માફ કરશો. આ નિવેદનથી રાજ ઠાકરે ગુસ્સે થયા હતા. રાજ ઠાકરેએ કહ્યું હતું કે જો જયા માફી નહીં માંગે તો અમિતાભની તમામ ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. જ્યારે અમિતાભની ફિલ્મ ધ લાસ્ટ લીયરની રિલીઝ બાદ થિયેટરમાં તોડફોડ કરવામાં આવી હતી, ત્યારે બિગ બીએ જયાને બદલે માફી માંગી હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article