
બોલિવૂડની વધુ એક એક્ટ્રેસ (Bollywood Actress) લગ્નના બંધનમાં બંધાવાની છે. હંસિકા મોટવાનીએ (Hansika Motwani) પોતાના લગ્નને લઈને ફેન્સને મોટા સમાચાર આપ્યા છે. હંસિકા મોટવાની ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તે કોઈ એવી જગ્યા પર નહિ પરંતુ દુનિયાભરમાં ટૂરિસ્ટ પ્લેસ માટે ફેમસ રાજસ્થાનમાં બોલિવૂડ એક્ટ્રેસ હંસિકા મોટવાની સાત ફેરા લેશે. અલી ફઝલ અને રિચા ચઢ્ઢાની જેમ હવે હંસિકા મોટવાની પણ ઐતિહાસિક અંદાજમાં લગ્ન કરશે. રિપોર્ટ્સનું માનીયે તો તે કોની સાથે લગ્ન કરશે તેની માહિતી મળી નથી. પરંતુ, એવું સામે આવ્યું છે કે એક્ટ્રેસ મુંબઈના એક બિઝનેસમેન સાથે લગ્ન કરી રહી છે.
રિપોર્ટ મુજબ વિકી કૌશલ અને કેટરિના કૈફની જેમ હવે હંસિકા મોટવાની પણ જયપુરના મુંડોતા ફોર્ટ અને પેલેસમાં લગ્ન કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્ન આ વર્ષે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં થશે. એટલું જ નહીં લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આ સમાચાર સામે આવ્યા પછી ફેન્સ પણ ખૂબ જ એક્સાઈટેડ છે અને તે જાણવા માટે આતુર પણ છે કે હંસિકા મોટવાની કોની સાથે લગ્ન કરવા જઈ રહી છે.
હંસિકા મોટવાનીના લગ્નના સમાચાર બાદ તેના ભાવિ પતિને લઈને ફેન્સ સતત ચર્ચા કરી રહ્યા છે. પરંતુ એવા સમાચાર સામે આવ્યા છે કે એક્ટ્રેસ એક પોલિટિશિયનના પુત્ર સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેનો વર પણ મુંબઈનો ફેમસ બિઝનેસમેન છે. આ સિવાય તેનું નામ શું છે તે વિશે હજુ સુધી કોઈ સમાચાર સામે આવ્યા નથી.
હંસિકા મોટવાની પહેલા ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ, રવિના ટંડન અને અનિલ થડાની, નીલ નીતિન મુકેશ અને રૂકમણી સહાય, પ્રિયા સચદેવા અને વિક્રમ ચટવાલ સહિત હોલીવુડ એક્ટ્રેસ એલિઝાબેથ હર્લે અને અરુણ નાયર જેવા ઘણાં સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાયા છે.
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, હંસિકા મોટવાનીએ તેના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેણે ટીવી સિરિયલોથી લઈને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક્ટ્રેસે બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘કોઈ મિલ ગયા’માં બાળ કલાકારની ભૂમિકા પણ ભજવી હતી . આ સિવાય હંસિકા હિમેશ રેશમિયા સાથેની એક ફિલ્મમાં પણ લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી છે.
Published On - 9:25 pm, Thu, 20 October 22