Gumraah Trailer: આદિત્ય રોય કપૂરના એક્શન અવતારથી ઈમ્પ્રેસ થયા ફેન્સ, ટ્રેલર જોઈને કહ્યું ‘માસ્ટરપીસ’

Gumraah Trailer Out: આદિત્ય રોય કપૂરની (Aditya Roy Kapur) 'ગુમરાહ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર આઉટ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. લોકોના રિએક્શન જોયા બાદ હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે મર્ડર મિસ્ટ્રી પર આધારિત આ ફિલ્મ જોરદાર હિટ સાબિત થશે.

Gumraah Trailer: આદિત્ય રોય કપૂરના એક્શન અવતારથી ઈમ્પ્રેસ થયા ફેન્સ, ટ્રેલર જોઈને કહ્યું માસ્ટરપીસ
Gumraah Trailer Out
| Edited By: | Updated on: Mar 23, 2023 | 6:25 PM

Gumraah Users Reactions: આદિત્ય રોય કપૂર તેની અપકમિંગ ફિલ્મ ‘ગુમરાહ’ માટે ઘણી સતત ચર્ચામાં રહ્યો છે. હાલમાં જ ગુમરાહનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલર સામે આવતાની સાથે જ વીડિયો યુટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે. આદિત્ય રોય કપૂરનો એક્શન અવતાર જોવા માટે ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. હવે ટ્રેલર પર પણ લોકોના રિએક્શન સતત સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે યુઝર્સ શું કહી રહ્યા છીએ?

મર્ડર મિસ્ટ્રી પર આધારિત આ સ્ટોરી લોકોનો સારો રિસ્પોન્સ મેળવી રહી છે. યુટ્યુબ પર થોડા સમય પહેલા રીલીઝ થયેલા આ વિડીયો પર યુઝર્સના જોરદાર રિએક્શન આવી રહ્યા છે. લોકો આદિત્ય રોય કપૂરની એક્ટિંગ સ્કિલના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે તેને માસ્ટરપીસ ગણાવી છે. આ સાથે જ ઘણા લોકોએ એમ પણ કહ્યું કે આ વખતે આદિત્યએ ધમાલ મચાવી દીધી.

અહીં જુઓ ટ્રેલર

ક્યારે રિલીઝ થશે ફિલ્મ ગુમરાહ?

આદિત્યની ગુમરાહ તેલુગૂ ફિલ્મ થડમની હિન્દી રિમેક છે. ગુમરાહ આવતા મહિને 7મી એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલરમાં આદિત્યનો એક્શન અવતાર લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ટ્રેલર જોયા બાદ ફિલ્મને લઈને લોકો એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આદિત્ય રોય આ પહેલા વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’માં જોવા મળ્યો હતો. આ સિરીઝ હાલમાં જ ઓટીટી પર સ્ટ્રીમ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Viral Video: બોબી દેઓલને 54 વર્ષની ઉંમરે ડમ્બેલ્સ ઉપાડતા જોઈને ધર્મેન્દ્રએ કહ્યું- તે કોઈ સારા રોલ માટે તૈયાર થઈ રહ્યો છે

દર્શકોને મળી રહ્યો છે સારો રિસ્પોન્સ

તમને જણાવી દઈએ કે આદિત્ય રોય કપૂરની આ ફિલ્મના ટ્રેલરને દર્શકોની સાથે સાથે ક્રિટિક્સ તરફથી પણ સારો રિસપોન્સ મળી રહ્યો છે. ફિલ્મમાં આદિત્ય રોય સિવાય મૃણાલ ઠાકુર પણ જોવા મળશે. આ ફિલ્મને ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરી છે. ટી-સીરીઝના બેનર હેઠળ આ ફિલ્મ આવતા મહિને રિલીઝ થશે.