ફેબ્રુઆરી 2023માં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરનાર ગુજરાતી ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ વશની હિન્દી રિમેક બનવા જઈ રહી છે. તેમાં અજય દેવગન (Ajay Devgn) લીડ રોલમાં જોવા મળશે અને આ ફિલ્મનું નિર્દેશન ક્વીન અને સુપર 30ના નિર્દેશક વિકાસ બહલ કરશે. આ વાત પણ કન્ફર્મ થઈ ગઈ છે કે આર માધવન પણ ફિલ્મનો મહત્વનો ભાગ છે. પરંતુ ગુજરાતી ફિલ્મ વશ પહેલા પણ આ ફિલ્મોની હિન્દી રિમેક બની છે. ગુજરાતી નાટકો અને ફિલ્મોથી પ્રેરિત થઈને આ હિન્દી ફિલ્મો બની છે.
‘102 નોટ આઉટ’ એ ગુજરાતી નાટક પર આધારિત છે. ફિલ્મ નિર્માતા ઉમેશ શુક્લાએ શેર કર્યું કે તેણે લગભગ છ વર્ષ સુધી આ નાટકનું નિર્માણ કર્યું ત્યારબાદ તેમને સમજાયું કે આ ફિલ્મ સાર્વત્રિક અપીલ ધરાવે છે. તે પિતા-પુત્રના સંબંધોની કોમેડી-ડ્રામા સ્ટોરી છે. ફિલ્મની વાર્તા 102 વર્ષના એક વ્યક્તિની આસપાસ ફરે છે જે વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનો રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે.
2014માં રિલીઝ થયેલી સુપર નાની એ એક પ્રખ્યાત ગુજરાતી નાટક – બા એ મારી બાઉન્ડ્રી પરથી પ્રેરિત વાર્તા છે. તેમાં દિવંગત પદ્મારાણી, સનસ વ્યાસ, જગેશ મુકાતિ, જિમિત ત્રિવેદી, લિનેશ ફણસે, સ્નેહલ ત્રિવેદી, દીપાલી ભુટા, હર્ષ મહેતા, ધીરજ સિંહ જેવા દિગ્ગજ કલાકારો છે. તેને એક વિચારશીલ કોમેડી તરીકે વર્ણવવામાં આવી છે.
આ એક એવી મહિલાની વાર્તા છે જે પોતાનું આખું જીવન તેના પરિવારની સેવામાં વિતાવે છે અને તેની કદી કદર કરવામાં આવતી નથી પરંતુ પરિવારના સભ્યો દ્વારા તેનું અપમાન કરવામાં આવે છે અને તેની મજાક ઉડાવે છે. પછી તેનો પૌત્ર યુનાઈટેડ સ્ટેટ્સથી પાછો આવે છે અને તેના માટે વસ્તુઓ બદલી નાખે છે. આ ફિલ્મમાં રેખા, શરમન જોશી, શ્વેતા કુમાર, રણધીર કપૂર, અનુપમ ખેર જેવા જાણીતા કલાકારો હતા. પરંતુ આ ફિલ્મને દર્શકોનો ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો.
કાનજી વિરુદ્ધ કાનજી એક ગુજરાતી નાટક છે. કાનજી વર્સિસ કાનજી એ એક નાસ્તિકની વાર્તા છે. જેમાં ધરતીકંપથી તેની પ્રાચીન વસ્તુઓની દુકાન નષ્ટ થઈ જાય છે. ત્યારે તેને ભારે નુકસાન થાય છે. વાર્તા સર્વશક્તિમાન સાથે નાસ્તિકના યુદ્ધની આસપાસ ફરે છે. આ નાટકના ગુજરાતીમાં કાનજીની મુખ્ય ભૂમિકા ટીકુ તલસાનિયાએ ભજવી હતી.
આ નાટકને થિયેટરમાં લોકપ્રિયતા મળી અને અક્ષય કુમાર અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં સાથે ફિલ્મમાં ઝડપથી બની. આ ફિલ્મ બ્લોકબસ્ટર હતી અને તે ધર્મ અને અંધ શ્રદ્ધાની વિભાવના પ્રત્યેની માનસિકતાને પ્રશ્ન અને બદલવામાં સફળ રહી હતી.
‘આવજો વાલા ફરી મલાઈશુ’ એ સફળ ફિલ્મ વક્ત – રેસ અગેઈન્સ્ટ ટાઈમ પર આધારિત ગુજરાતી નાટક છે. હેટ્સ ઓફ પ્રોડક્શન્સ દ્વારા આ નાટકનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેની પ્રશંસા કરવામાં આવી હતી. નાટકના કલાકારો દેવેન ભોજાણી, વંદના પાઠક, જમનાદાસ મજેઠિયા (જેડી) અને સુચેતા ત્રિવેદી હતા.
બોલિવુડના નિર્માતા વિપુલ શાહે તેને એક ફિલ્મમાં રૂપાંતરિત કર્યું, જેણે બોક્સ-ઓફિસ પર એવરેજ પર્ફોમન્સ કર્યું. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા અને શેફાલી છાયાનો સમાવેશ થાય છે.
વિપુલ અમૃતલાલ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ તેમના જ ગુજરાતી નાટક આંધળો પાટો પરથી લેવામાં આવી છે.
આ પણ વાંચો : Vash Remake: ગુજરાતી ફિલ્મ ‘વશ’ની બનશે હિન્દી રિમેક, જોવા મળશે અજય દેવગન અને આર માધવન
ઇત્તેફાક ફિલ્મ ગુજરાતી નાટક ધૂમસ પરથી લેવામાં આવી હતી. આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. બોલિવુડની આ ચોથી ફિલ્મ હતી જેમાં એક પણ ગીત નથી. આ ફિલ્મના કલાકારો રાજેશ ખન્ના, નંદા અને બિંદુ હતા. આ ફિલ્મ 1969માં રિલીઝ થઈ હતી. સરિતા જોષીએ ગુજરાતી નાટકમાં અભિનય કર્યો હતો.