‘દીકરીની ઉંમરની છોકરી લઈને ફરે છે… શરમ આવવી જોઈએ!’ નવી એક્ટ્રેસ સાથે ગોવિંદાને જોઈને પત્નીએ આપ્યો ‘તીખો જવાબ’

બોલીવુડના 'હીરો નંબર 1' ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહૂજા વચ્ચે ફરી એકવાર વિવાદ ઘેરો બન્યો છે. ગોવિંદાનો એક નવી એક્ટ્રેસ સાથેનો વીડિયો વાયરલ થયા બાદ સુનિતા આહૂજાએ પેપરાઝી સામે ખુલ્લેઆમ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. ટૂંકમાં, સુનિતા આહૂજાના તીખા જવાબે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

દીકરીની ઉંમરની છોકરી લઈને ફરે છે... શરમ આવવી જોઈએ! નવી એક્ટ્રેસ સાથે ગોવિંદાને જોઈને પત્નીએ આપ્યો તીખો જવાબ
| Updated on: Aug 14, 2026 | 8:25 PM

બોલીવુડ એક્ટર ગોવિંદા (Govinda) આજકાલ પોતાની કમબેક ફિલ્મને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ફિલ્મની નવી એક્ટ્રેસ કોમલ રાની સ્વર્ણકાર (Komal Rani Swarnakar) સાથે જોવા મળી રહ્યા છે.

બંનેને સાથે જોયા પછી સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઈને જાતજાતની વાતો થવા લાગી. આ વાયરલ વીડિયોને લઈને ગોવિંદાની પત્ની સુનિતા આહૂજા (Sunita Ahuja) ને સવાલ પૂછવામાં આવ્યો, તો તેમણે એવો જવાબ આપ્યો કે જેણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું.

સુનિતા આહૂજાએ આપ્યું આ ‘નિવેદન’

એક્ટર ગોવિંદા એકવાર ફરીથી સમાચારમાં આવી ગયા છે. એનું કારણ એક વાયરલ વીડિયો છે, જેમાં તેઓ એક્ટ્રેસ કોમલ રાની સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર હવે તેમની વાઇફ સુનિતા આહૂજાનું રિએક્શન સામે આવ્યું છે. ગોવિંદાના વાયરલ વીડિયોને લઈને જ્યારે પેપરાઝીએ તેમની પત્ની સુનિતા આહૂજાને સવાલ કર્યો તો તેઓ નારાજ જોવા મળ્યા.

તેમને પૂછવામાં આવ્યું કે, શું ગોવિંદા કોમલ રાની સાથે પોતાની ફિલ્મનું પ્રોમોશન કરી રહ્યા છે? આના પર સુનિતાએ કટાક્ષ કરતા કહ્યું કે, પ્રોમોશન ત્યારે જ થાય છે, જ્યારે ફિલ્મ બનીને તૈયાર થઈ હોય. તેમના કહેવા મુજબ, અહીં તો ફિલ્મ બન્યા પહેલા જ પ્રોમોશન શરૂ થઈ ગયું છે. તેમણે આગળ કહ્યું કે, ‘દીકરીની ઉંમરની છોકરી સાથે આ રીતે ફરવું બરાબર નથી અને શરમ આવવી જોઈએ.’

નામ લીધા વિના કહી આ વાત

સુનિતા આહૂજાએ નામ લીધા વિના કોમલ રાનીના કપડાં પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે, ‘જો કોઈની પાસે આટલો અમીર ‘સુગર ડેડી’ છે, તો તેણે ઓછામાં ઓછું સરખા કપડાં પહેરવા જોઈએ. અમને જુઓ કેવા સ્ટાઇલમાં ચાલીએ છીએ. આ ખૂબ ખરાબ વાત છે અને એમનું મગજ ખરાબ થઈ ગયું છે’.

બીજા વીડિયોમાં સુનિતા આહૂજાએ કહ્યું કે, ‘ગોવિંદા કહે છે કે, હું એનું નામ ખરાબ કરી રહી છું. હવે એણે વિચારવું જોઈએ કે, એ પોતે કેવા કાંડ કરે છે.’ સુનિતા આહૂજાનું આ નિવેદન પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

KBC 18ના સ્ટેજ પર અમિતાભ બચ્ચને ડોક્ટર ગણેશ બારૈયાને કહ્યું સારવાર કરાવવા તારી પાસે આવીશ, જાણો ગણેશે શું કહ્યું

Published On - 8:25 pm, Fri, 14 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.