
બોલિવુડને જાણે ગ્રહણ લાગી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પહેલા અભિનેતા સંજય ખાનની પત્ની અને ઝાયેદ ખાનનું નિધન થયું છે. ત્યારબાદ દિગ્ગજ 2 અભિનેતાઓ પ્રેમ ચોપરા અને ધર્મેન્દ્રની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જિતેન્દ્રનો પણ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ લપસી પડ્યા હતા. ત્યારે હવે અભિનેતા ગોવિંદાની તબિયત લથડી હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. જેનાથી બોલિવુડમાં અભિનેતાઓના ચાહકો ચિંતામાં છે.
બોલિવુડ અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેનો પરિવાર અને ચાહકો તેના સ્વાસ્થને લઈ ચિંતામાં છે. આ વચ્ચે અભિનેતાની હેલ્થ અપટેડ સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે,ગોવિંદાને ન્યુરોલોજિસ્ટનને મળવાનું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. ગોવિંદાની તબિયત હવે સારી છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, ગોવિંદા મંગળવારના મોડી રાત્રે મુંબઈ સ્થિત તેના ઘરે બહેશ થયા હતા. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 61 વર્ષીય અભિનેતા જુહુ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હવે તેના મેનેજરે અભિનેતાનું હેલ્થ અપટેડ આપ્યું છે.
ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ જણાવ્યું કે, અભિનેતાના સ્વાસ્થ પર નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, અભિનેતાને માથામાં ભારેપણું અને માથામાં દુખાવો થતો હતો. ચકકર આવતા તેઓ ઢળી પડ્યા હતા. આ માટે તેને ન્યુરોલોજિસ્ટ પાસે મળવાનું કહેવામાં આવ્યું હતુ.ડૉ. દીપકએ કહ્યું, ” અભિનેતા ગોવિંદાને રજા આપવામાં આવી છે. તેનું બ્લડ પ્રેશર વધઘટ થઈ રહ્યું હતું, પરંતુ અમે તપાસ કરી છે અને તેના રિપોર્ટ સામાન્ય છે.”
ગોવિંદા એક દિવસ પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને મળવા ગયા હતા. હોસ્પિટલની બહાર ગોવિંદાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં અભિનેતા પોતે ગાડી ચલાવતા જોવા મળ્યા હતા. તેમજ ભાવુક પણ દેખાતા હતા. હાલમાં ગોવિંદાની તબિયતમાં સુધારો આવ્યો છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.