લોરેન્સ બિશ્નોઈની કબૂલાત, સલમાન ખાનને પાઠ ભણાવવા માટે અભિનેતાની હત્યાનું કાવતરું ધડ્યું

|

Jul 13, 2022 | 4:54 PM

પંજાબ પોલીસની તાજેતરની પૂછપરછમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ અનેક કબૂલાત કરી છે. બિશ્નોઈએ કહ્યું કે, તે સલમાન ખાનને મારવા માંગે છે.

લોરેન્સ બિશ્નોઈની કબૂલાત, સલમાન ખાનને પાઠ ભણાવવા માટે અભિનેતાની હત્યાનું કાવતરું ધડ્યું
સલમાન ખાનને પાઠ ભણાવવા માંગતો હતો ગેંગસ્ટરે ઘડ્યું હતું અભિનેતાની હત્યાનું કાવતરું
Image Credit source: Instagram

Follow us on

Lawrence Bishnoi Gang : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ હાલમાં તેના કારનામાથી ખુબ ચર્ચામાં છે, પહેલા બિશ્રોઈ ગેન્ગે મશહુર પંજાબી સિંગર અને રેપર સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી. ત્યારબાદ તેણે 24 વર્ષ જૂના હરણના કેસમાં બોલિવુડ અભિનેતા સલમાન ખાન (Salman Khan) પર નિશાન સાધ્યું હતુ. લોરેન્સ બિશ્નોઈ હાલમાં જેલ બંધ છે પરંતુ જેલમાં હોવા છતાં તેની સાથે જોડાયેલા દરકે સમાચાર હેડલાઈન બની રહ્યા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ લૉરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)ની પુછપરછ કરી હતી. જેમાં ગેંગસ્ટરે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ત્યારબાદ હવે પંજાબ પોલીસની પુછપરછમાં અનેક વાતોને સ્વીકારી છે.

સલમાન ખાનને મારવા માંગતો હતો

હાલમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લોરેન્સ બિશ્નોઈ સાથે પુછપરછમાં કેટલાક સવાલો પુછ્યા હતા.જેના જવાબમાં તેણે કહ્યું કે, હરણને મારનાર અમારી કોમ્યુનિટી સલમાને ક્યારે પણ માફી નહિ આપે.  ગેંગસ્ટર સલમાન ખાને સાર્વજનિક રુપથી માફી માંગવાનું કહ્યું છે.ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ પંજાબ પોલીસ દ્વારા પુછપરછમાં બિશ્નોઈએ જણાવ્યું કે, તે સલમાન ખાનને મારવા માંગતો હતો. અભિનેતાને હરણ મામલે સબક શિખવાડવા માંગતો હતો. સુત્રો મુજબ બિશ્નોઈએ પંજાબ પોલીસ સાથેની પુછપરછ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો છે. જેમાં તેના પર સલમાનના હત્યાનું સંપુર્ણ કાવતરું રચ્યું હતુ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગેંગસ્ટર સંપત નેહરાને સલમાન ખાનને મારવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો

પંજાબ પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન, બિશ્નોઈએ કબૂલ્યું હતું કે, તેણે સલમાન ખાનની હત્યાની સંપૂર્ણ યોજના બનાવી હતી. તેણે સલમાનની હત્યાને અંજામ આપવા ગેંગસ્ટર સંપત નેહરાને મુંબઈ મોકલ્યો હતો. જે બાદ સંપત નેહરાને ઘણા દિવસો સુધી સલમાનના ઘરની બહાર બેઠો હતો. પરંતુ, નેહરા આ કામ પૂર્ણ કરી શક્યા ન હતા. અહેવાલો અનુસાર, બિશ્નોઈએ પોલીસને ષડયંત્ર પૂર્ણ થવાનું કારણ જણાવ્યું અને કહ્યું કે નેહરાની પાસે માત્ર એક નાની પિસ્તોલ હતી જેનાથી તે દૂરના લક્ષ્યને પણ હિટ કરી શકતો ન હતો. જેના કારણે સલમાનની હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું હતું.

 

સલમાનની હત્યા માટે 4 લાખની સ્પ્રિંગ રાઈફલ મંગાવવામાં આવી હતી

એટલું જ નહીં, પોલીસને હત્યાના ષડયંત્ર વિશે જણાવતા, લોરેન્સ બિશ્નોઈએ એમ પણ કહ્યું કે, તેણે સલમાન ખાનને મારવા માટે એક ખાસ સ્પ્રિંગ રાઈફલ ખરીદી હતી. જેની કિંમત 4 લાખ રૂપિયા હતી. પરંતુ, વર્ષ 2018માં પોલીસે દિનેશ ડાગર સિવાયની સ્પ્રિંગ રાઈફલ કબજે કરી હતી. જેના કારણે બોલિવૂડ અભિનેતાની હત્યાનું કાવતરું ફરી એકવાર નિષ્ફળ થયું.

Next Article