સની દેઓલના ફેન્સ (Sunny Deol) ‘ગદર 2’ને (Gadar 2) લઈને રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ ગઈ કાલે રિલીઝ થઈ ગઈ છે. ફેન્સે ફિલ્મની રિલીઝ પહેલા જ ટિકિટ બુક કરાવી દીધી હતી. ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે. તારા સિંહ અને સકીનાની આગળની સ્ટોરી ‘ગદર 2’માં બતાવવામાં આવી રહી છે. હવે સૌની નજર આ ફિલ્મ કેવી છે તેના પર છે. ફિલ્મ રિલીઝ થતાં ઘણા લોકોએ આ ફિલ્મ જોઈ છે. ફિલ્મ જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર ફેન્સ પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. આ સિવાય ફિલ્મના લીડ એક્ટર સની દેઓલે એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં લોકોને વિનંતી કરવાની સાથે તેને માફી પણ માંગી છે.
સની દેઓલની ‘ગદર 2’ થિયેટરમાં આવતાની સાથે જ સની દેઓલે એક વીડિયો શેર કર્યો છે. તેને આ વીડિયોમાં કહ્યું, ‘તમારા બધાને નમસ્કાર, તમારી સાથે વાત કરવા માંગુ છું. હું આટલા દિવસો તમારી વચ્ચે હતો. તમે બધા તારા અને સકીનાના પરિવારને ખૂબ પ્રેમ કરો છો અને હું જાણું છું. તમે આની રાહ જોઈ રહ્યા હતા. તમે આજે આ પરિવારને જોવાના છો. આ કુટુંબ બરાબર છે જેમ તમે તેને છોડ્યું હતું અને એક સુંદર પરિવાર કે જેને મળીને તમે ખૂબ જ ખુશ થશો. જો તમને આ કુટુંબ પસંદ ન આવે તો માફ કરશો. કારણ કે દિલમાં માત્ર પ્રેમ હોવો જોઈએ અને તે માત્ર પરિવારના સભ્યો જ જાણે છે.
(VC: Sunny Deol Instagram)
સની દેઓલનો આ વીડિયો જોયા બાદ ફેન્સ સનીના પ્રેમમાં પડી ગયા છે. ફેન્સ તેને કહી રહ્યા છે કે તે જઈને ફિલ્મ જોશે અને તેઓને ફિલ્મ ગમશે. ઘણા લોકોએ કોમેન્ટ કરતાં એવું પણ લખ્યું કે પરિવારમાં ફરિયાદો થતી નથી. સની દેઓલે ગદર 2 ફિલ્મ માટે જોરદાર પ્રમોશન કર્યું હતું.
આ પણ વાંચો: Singham 3: સિંઘમ 3માં દીપિકા પાદુકોણના પાત્રને લઈને થયો ખુલાસો, અજય દેવગન સાથે છે ખાસ ક્નેક્શન
‘ગદર 2’ જોયા બાદ ફેન્સે સોશિયલ મીડિયા પર ફિલ્મની સમીક્ષા કરી છે. ફિલ્મને મિક્સ રિસપોન્સ મળી રહ્યો છે. કેટલાક ફેન્સને આ ફિલ્મ ઘણી પસંદ આવી છે તો કેટલાક ફેન્સને તેમાં ઘણી કમીઓ જોવા મળી છે. ફેન્સની વાત કરીએ તો સની દેઓલની એક્ટિંગને ઘણા લોકોએ પસંદ કરી છે. ફેન્સનું કહેવું છે કે સની દેઓલની એક્ટિંગ માટે ગદર 2 એકવાર જોઈ શકાય છે. ઘણા લોકો કહે છે કે ફિલ્મને ટ્રોલ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો અનેક રિવ્યૂ આપી રહ્યા છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો