નિર્માતાએ સની દેઓલ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો, પૈસા લઈ ફિલ્મ કરવાની પાડી ના

|

May 30, 2024 | 5:11 PM

સની દેઓલ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ ફિલ્મોની સાથે-સાથે અભિનેતા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. પ્રોડ્યુસર સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. અભિનેતા પર આરોપ છે કે, તેમણે પૈસા લઈ ફિલ્મ કરવાની ના પાડી.

નિર્માતાએ સની દેઓલ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો, પૈસા લઈ ફિલ્મ કરવાની પાડી ના

Follow us on

ગદર-2ની શાનદાર સફળતા બાદ સની દેઓલ ફરી એક વખત મેકર્સની પસંદ બની ગયા છે. સની દેઓલ પોતાની અપકમિંગ ફિલ્મો પર કામ કરી રહ્યા છે. જેની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. અભિનેતાની ફિલ્મ સાથે જોડાયેલી જાણકારી પર ચાહકોની નજર છે પરંતુ આ વચ્ચે સની દેઓલની ખુબ ચર્ચા ચાલી રહી છે, આ વખતે ફિલ્મો નહિ પરંતુ પ્રોડ્યુસરની સાથે છેતરપિંડી કરવાને લઈ ચર્ચામાં છે.

સની દેઓલ પોતાની વાતથી ફરી ગયો

હાલમાં ફિલ્મ પ્રોડ્યુસર સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર છેતરપિંડી અને કૌભાંડનો આરોપ લગાવ્યો છે. પ્રોડ્યુસરે આરોપ લગાવતા કહ્યું કે, અભિનેતાએ એક ફિલ્મ માટે તેની પાસેથી કરોડો રુપિયા તો લીધા પરંતુ જ્યારે ફિલ્મ કરવાનો સમય આવ્યો તો તેમણે કામ કર્યું નહિ, થોડા દિવસો પહેલા સૌરવ ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.જેમાં તેમણે કહ્યું કે, 2016માં તેમણે સની દેઓલની સાથે એક ફિલ્મને લઈ ડીલ કરી હતી પરંતુ ગદર-2 હિટ થયા બાદ સની દેઓલ પોતાની વાતથી ફરી ગયો હતો.

અભિનેતાને 2.55 કરોડ રુપિયા આપ્યા

પ્રોડ્યુસરે એ પણ કહ્યું કે, સની દેઓલ તેની પાસેથી પૈસા લઈ ચાલ્યો ગયો. તેમણે અત્યાર સુધી અભિનેતાને 2.55 કરોડ રુપિયા આપ્યા છે. આ સિવાય સની દેઓલે તેને અન્ય ડિરેક્ટરોને પૈસા આપવા, ફિલ્મિસ્તાન સ્ટુડિયો બુક કરવા અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરને હાયર કરવા પણ કહ્યું હતું. પરંતુ વર્ષ 2023માં સૌરવ ગુપ્તાને ખબર પડી કે દેઓલ કંપનીએ તેની સાથે છેતરપિંડી કરી છે.

BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું

પ્રોડ્યુસરે આરોપ લગાવતા કહ્યું કે, અમે એગ્રીમેન્ટને વાંચ્યા. જેમાંથી એક પેજ બદલવામાં આવ્યું હતુ. જે મુજબ ફીની રકમ રૂ.4 કરોડથી વધીને રૂ.8 કરોડ અને નફાનો હિસ્સો વધીને રૂ.2 કરોડ થયો છે. એટલું જ નહીં, ફિલ્મ નિર્માતા સુનીલ દર્શને પણ સૌરવ ગુપ્તાના આરોપો પર સહમતિ દર્શાવી છે.

શું છે સમગ્ર ઘટના

ગુપ્તાએ એચટી સિટી સાથે વાત કરતા કહ્યું તેમણે 2016માં દેઓલ સાથે એક એગ્રીમેન્ટ સાઈન કર્યા હતા. તે મુજબ એક ફિલ્મમાં કામ કરવાનું હતુ. જેના માટે તેને 4 કરોડ રુપિયા આપવાના હતા. ગુપ્તાએ ફિલ્મ માટે સની દેઓલને 1 કરોડ રુપિયા એડવાન્સમાં આપ્યા હતા પરંતુ સની દેઓલે તેની ફિલ્મ પહેલા પોસ્ટર બોયઝ કરવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચો  : પંચાયત સિરીઝના આ ડાયલોગ્સ સાંભળી તમે હસીને લોથપોથ થઈ જશો, વાંચો આ ડાયલોગ્સ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article