બોલિવૂડના બમ્પર વીકએન્ડ… ગદર 2, OMG 2ના કલેક્શને પઠાણને પણ પાછળ છોડી; ધૂંઆધાર કરી કમાણી

|

Aug 14, 2023 | 11:51 AM

ગદર 2 અને OMG 2 એ સિનેમા હોલનું વાતાવરણ બદલી નાખ્યું છે. શહેર નાનું હોય કે મોટું, દરેક વયના દર્શકો તેમને જોવા માટે થિયેટરમાં પહોંચી રહ્યા છે. તે સિનેમાના ભવિષ્ય માટે ખૂબ જ સકારાત્મક માનવામાં આવે છે. આ ફિલ્મો માટે ભેગી થયેલી ભીડ એ સાબિત કરી દીધું કે, આજે પણ આખો પરિવાર સિનેમા હોલમાં એકસાથે ફિલ્મો જોવાની ઈચ્છા રાખે છે.

બોલિવૂડના બમ્પર વીકએન્ડ… ગદર 2, OMG 2ના કલેક્શને પઠાણને પણ પાછળ છોડી; ધૂંઆધાર કરી કમાણી
Gadar 2 and OMG 2 collection on third day

Follow us on

સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થયેલી ગદર 2 અને OMG 2 એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી છે. પરીવાર વાળી રૌનક પાછી ફરી છે. સિનેમા નિર્માતાઓ અને સિનેમા જોનારાઓ માટે આનાથી સારા સમાચાર શું હોઈ શકે? શુક્રવારથી રવિવાર સુધી ઉત્તર ભારતના તમામ શહેરોમાં સિનેમા હોલ હાઉસફુલ રહ્યા હતા. તાજેતરના સમયમાં આવું બન્યું નથી. આ વર્ષની શરૂઆતમાં ગણતંત્ર દિવસ પર શાહરૂખ ખાનની પઠાણે બોક્સ ઓફિસની સિઝન બદલી નાખી હતી. આ ફિલ્મે ઘણા રેકોર્ડ બનાવ્યા. હવે સ્વતંત્રતા દિવસ પર ગદર 2 અને OMG 2 નો વારો છે.

આ પણ વાંચો : Gadar 2: સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ, પાકિસ્તાનના લોકોએ કહ્યું અમને તક મળશે તો અત્યારે જ ભારત જતાં રહીશું, જુઓ Video

જેમ કે ટ્રે઼ડ એનાલિસ્ટોએ આગાહી કરી હતી, તે લગભગ એવું જ થઈ રહ્યું છે. હાઉસફુલ શો અને કલેક્શનના સંદર્ભમાં આ સપ્તાહાંત હિન્દીમાં અત્યાર સુધીનો બીજો સૌથી મોટો વીકએન્ડ બની ગયો છે. ગદર 2 એ પહેલા ત્રણ દિવસમાં 130 કરોડથી વધુની કમાણી કરી છે. જ્યારે OMG 2 એ આ સમયગાળા દરમિયાન લગભગ 43 કરોડની કમાણી કરી છે. જો બંનેની કમાણી ઉમેરવામાં આવે તો આ આંકડો 173 કરોડ થાય છે. જ્યારે પઠાણે પહેલા ત્રણ દિવસમાં 167 કરોડની કમાણી કરી હતી.

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?

ટ્રેડ વિશ્લેષકોનું માનવું છે કે પઠાણ બોક્સ ઓફિસ પર સિંગલ ફિલ્મ હતી, તે કોઈની સાથે ટકરાઈ નહોતી. જો ગદર 2 પણ સિંગલ તરીકે રિલીઝ થઈ હોત, તો શક્ય છે કે તેણે એકલા પઠાણના રેકોર્ડની બરોબરી કરી હોત. જ્યારે ગદર 2 અને OMG 2 ને પણ રજનીકાંતના જેલર સાથે સ્પર્ધા કરવી પડી હતી.

પઠાણને સપ્તાહના અંતે મળ્યો હતો નેશનલ હોલીડે

નોંધનીય છે કે પઠાણને રિલીઝના એક દિવસ પછી જ 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રજા મળી હતી. આવો સંયોગ કોઈપણ ફિલ્મ માટે સોનામાં સુગંધ છે. પઠાણે 26 જાન્યુઆરીની રજાના દિવસે સૌથી વધુ 70 કરોડની કમાણી કરી હતી. જ્યારે ગદર 2 અને OMG 2ને રિલીઝના સપ્તાહાંતમાં કોઈ રાષ્ટ્રીય રજા મળી નથી. આ એક સામાન્ય સપ્તાહાંત છે. જાણકારોના મતે જો આ બંને ફિલ્મોને વીકેન્ડમાં રજા મળી હોત તો ભીડના મતે તેનો આંકડો અલગ હોત.

15 ઓગસ્ટે વધી શકે છે ભીડ

યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં આ બંને ફિલ્મો જોવા માટે દર્શકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. સોમવાર ચોક્કસપણે બંને ફિલ્મો માટે પરીક્ષાનો દિવસ હશે, પરંતુ મંગળવારે બંને ફિલ્મોને 15મી ઓગસ્ટની રાષ્ટ્રીય રજાની ઉજવણી કરવાનો મોકો પણ મળી રહ્યો છે. તેથી આ બંને દિવસે સિનેમા હોલ ફરીથી હાઉસફુલ રહેવાની અપેક્ષા છે.

નાના શહેરોના થિયેટરો પણ ગુંજી ઉઠ્યા

ગદર 2 અને OMG 2 વિશે સૌથી મહત્વની વાત એ છે કે તેમના શો સતત લંબાવવામાં આવ્યા છે. બંને ફિલ્મોને વર્ડ ઓફ માઉથનો ફાયદો થયો છે. OMG 2 એ તેના દર્શકોની સંખ્યા વધારવામાં કમાલ કરી છે. ફિલ્મની સામગ્રી અને તેની રજૂઆતના વખાણ બાકીના લોકોને સિનેમા હોલ તરફ ખેંચવા લાગ્યા. બીજી તરફ, ગદર 2 એ દેશભક્તિની ભાવના અને ઉત્સાહને વધારવા માટે ધૂમ મચાવી હતી.

એક આંકડા મુજબ, ગદર 2ના કલેક્શનમાં મલ્ટિપ્લેક્સનો ફાળો માત્ર 37 ટકા છે જ્યારે નાના શહેરોમાં સિંગલ સ્ક્રીન થિયેટરોનો ફાળો 63 ટકા છે. એટલે કે ગદર 2નો ક્રેઝ મેટ્રો કરતાં નાના શહેરોમાં વધુ છે.

સિનેમા યુગ પાછો ફર્યો

સાંપ્રત સમયમાં સિનેમા હોલમાં આવી ચમક જોવા મળી ન હતી. હા, પઠાણ સિવાય, દર્શકોનું એક વિશાળ જૂથ ધ કાશ્મીર ફાઇલ્સ અને ધ કેરળ સ્ટોરી જોવા માટે સિનેમા હોલમાં ઉમટ્યું હતું. આ ફિલ્મોના વિવાદો પોતપોતાની જગ્યાએ છે પરંતુ દર્શકોની આ ભીડ સિનેમાના બિઝનેસ માટે સકારાત્મક હતી. આ પછી, હવે ગદર 2 અને OMG 2 સિનેમા હોલનો જૂનો યુગ પાછો લાવ્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article