‘જવાન’માં શાહરૂખ ખાનના બાલ્ડ લુક પરના ફની મીમ્સ થયા વાયરલ, ટામેટાં સાથે થઈ તુલના

શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ જવાનનો હાલમાં જ પ્રીવ્યૂ રીલિઝ થયો છે, જેમાં કિંગ ખાન બાલ્ડ લુકમાં જોવા મળ્યો હતો. શાહરૂખ ખાનને જવાનના પ્રિવ્યૂમાં બાલ્ડ લુકમાં જોયા બાદ ફની મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

જવાનમાં શાહરૂખ ખાનના બાલ્ડ લુક પરના ફની મીમ્સ થયા વાયરલ, ટામેટાં સાથે થઈ તુલના
Shah Rukh Khan
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jul 12, 2023 | 6:48 PM

શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ જવાનનો પ્રીવ્યૂ હાલમાં જ રીલિઝ થયો છે. ફેન્સને આ પ્રિવ્યૂ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ ફિલ્મમાં મેલ કરતાં ફીમેલ એકટર્સ વધુ છે. જે એક્શન કરતી જોવા મળે છે. ફેન્સ હવે જવાન ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બોલિવુડ એક્ટર શાહરૂખ ખાનને ફિલ્મ ‘પઠાણ’માં જોયા બાદ ફેન્સ તેને મોટી સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે. શાહરૂખ ખાનને જવાનના પ્રિવ્યૂમાં બાલ્ડ લુકમાં જોયા બાદ ફની મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

(PC: srkuniverse instagram)

ટામેટાં સાથે થઈ તુલના

કિંગ ખાનને બાલ્ડ લુકમાં જોઈને ફેન્સ ખૂબ જ હેરાન થઈ ગયા હતા. તેમજ જૂના ગીત બેકરાર કરકેમાં શાહરૂખ ખાનનો ડાન્સ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. પ્રીવ્યૂ જોયા બાદ એમ કહી શકાય કે આ ફિલ્મ એક્શન અને ઈમોશનનું પરફેક્ટ કોમ્બીનેશન છે. શાહરૂખ ખાનના બાલ્ડ લુક પર વાયરલ થઈ રહેલા ફની મીમ્સમાં લોકો તેની તુલના મોંઘા ટામેટાંના મીમ્સ સાથે પણ કરી રહ્યા છે.

(VC: Twitter)

(VC: Sagar Twitter)

(VC: thoughtsofnavy Twitter)

આ પણ વાંચો: Tamannaah Bhatia Dance: પાપારાઝી સાથે એરપોર્ટ પર તમન્ના ભાટિયાએ જોરદાર કર્યો ડાન્સ, Video થયો વાયરલ

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

ફિલ્મનું ટીઝર પ્રિવ્યૂ પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં શાહરૂખના મોં પર પટ્ટી બાંધેલી હતી અને લોહી જોવા મળ્યું હતું. આ ફિલ્મ 7 સપ્ટેમ્બર 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાથી મેકર્સને ઘણો ફાયદો થશે. તમને જણાવી દઈએ કે આ દિવસે જન્માષ્ટમી છે અને રજા પણ છે, તેથી બોક્સ ઓફિસ પર આ ફિલ્મને ફાયદો થઈ શકે છે.

આ ફિલ્મનું ડાયરેક્શન અટલી સંભાલે કર્યું છે. વિજય સેતુપતિ અને નયનતારા પણ આ ફિલ્મમાં જોવા મળશે. જવાનને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રસ્તૂત કરે છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન મુખ્ય લીડ રોલમાં છે અને ગૌરી ખાન દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ 5 ભાષા હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો