Filmfare Awards 2023 full winners list: ગંગુબાઈ કાઠિયાવાડી માટે આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ, રાજકુમાર રાવ બન્યા બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી

|

Apr 28, 2023 | 1:20 PM

Filmfare Awards 2023 full winners list : સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' એ 68મા ફિલ્મફેર એવોર્ડ્સ 2023માં પ્રભુત્વ જમાવ્યું હતું. ફિલ્મની અગ્રણી અભિનેત્રી આલિયા ભટ્ટને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. આ સાથે જ ગંગુબાઈને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો. અહીં ફિલ્મફેર 2023 ની સંપૂર્ણ યાદી જુઓ.

Filmfare Awards 2023 full winners list: ગંગુબાઈ કાઠિયાવાડી માટે આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ, રાજકુમાર રાવ બન્યા બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી
Filmfare Awards 2023 full winners list

Follow us on

Filmfare Awards 2023 full winners list: બોલિવૂડ સ્ટાર્સે ફિલ્મફેર એવોર્ડ્સ 2023ની રેડ કાર્પેટને રંગીન બનાવી દીધી હતી. સલમાન ખાનથી લઈને આલિયા ભટ્ટ સુધી અનેક સ્ટાર્સે ફિલ્મફેરની ચમક વધારી. ‘ફિલ્મફેર એવોર્ડ્સ 2023’ માં, બોલિવૂડ ફિલ્મોને તેમના બેસ્ટ અભિનય અને કલાકારો માટે સન્માનિત કરવામાં આવે છે. આ વખતે આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીએ ફિલ્મફેરમાં સૌથી વધુ એવોર્ડ જીત્યા હતા. આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો, જ્યારે ભણસાલીને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો. શ્રેષ્ઠ અભિનેતાથી શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો, વાંચો સંપૂર્ણ યાદી

આ પણ વાંચો : Filmfare Awards 2023 : આલિયાથી લઈને જ્હાનવી કપૂર સુધી, બોલિવૂડની સુંદરીઓ ચાલી રેડ કાર્પેટ પર, મહેફિલની માણી મજા

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

ફિલ્મફેર એવોર્ડ્સ 2023 બેસ્ટ અભિનેત્રી

આલિયા ભટ્ટને ગંગુબાઈ કાઠિયાવાડીમાં તેના અભિનય માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મફેર એવોર્ડ્સ 2023 મુખ્ય ભૂમિકામાં બેસ્ટ અભિનેતા

રાજકુમાર રાવને ફિલ્મ ‘બધાઈ દો’ માટે બેસ્ટ એક્ટર ઇન લીડિંગ રોલનો એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મફેર એવોર્ડ્સ 2023 બેસ્ટ ફિલ્મ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મફેર એવોર્ડ્સ 2023 બેસ્ટ ડાયરેક્ટર અને ડાયલોગ

દિગ્દર્શક સંજય લીલા ભણસાલીને ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ માટે બેસ્ટ ડાયરેક્ટર અને તે જ ફિલ્મ માટે બેસ્ટ ડાયલોગનો એવોર્ડ મળ્યો છે.

ફિલ્મફેર એવોર્ડ્સ 2023 સહાયક ભૂમિકામાં બેસ્ટ અભિનેતા (Male & Female)

અનિલ કપૂરને ફિલ્મ ‘જુગ જુગ જિયો’ માટે બેસ્ટ સહાયક ભૂમિકા પુરૂષ અને બેસ્ટ અભિનેત્રી સહાયક ભૂમિકા ‘બધાઈ દો’ માટે શીબા ચઢ્ઢાને એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મફેર એવોર્ડ્સ 2023 બેસ્ટ અભિનેતા ક્રિટિક્સ (Female)

ભૂમિ પેડનેકરને ફિલ્મ ‘બધાઈ દો’ માટે અને તબ્બુને ‘ભૂલ ભુલૈયા 2’ માટે બેસ્ટ એક્ટર ક્રિટીક્સ ફીમેલ એવોર્ડ મળ્યો છે.

ફિલ્મફેર એવોર્ડ્સ 2023 બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ

આ સાથે જ હર્ષવર્ધન કુલકર્ણીને ફિલ્મ ‘બધાઈ દો’ માટે બેસ્ટ ફિલ્મ ક્રિટિકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ફિલ્મફેર એવોર્ડ્સ 2023 બેસ્ટ અભિનેતા ક્રિટિક્સ

સંજય મિશ્રાને ફિલ્મ ‘વધ’ માટે બેસ્ટ એક્ટર ક્રિટિક્સનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ફિલ્મફેર એવોર્ડ્સ 2023 બેસ્ટ સ્ટોરી અને સ્ક્રીનપ્લે

રાજકુમાર રાવની ફિલ્મ ‘બધાઈ દો’ને બેસ્ટ સ્ટોરી અને બેસ્ટ સ્ક્રીન પ્લે માટે ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો છે.

ફિલ્મફેર એવોર્ડ્સ 2023 બેસ્ટ ડેબ્યૂ મેલ, ફિમેલ, ડાયરેક્ટર

ફિલ્મ ‘ઝુંડ’ માટે અંકુશ ગેદમને બેસ્ટ ડેબ્યુ મેલ, ફિલ્મ ‘અનેક’ માટે એન્ડ્રીયા કેવિચુસાને બેસ્ટ ડેબ્યુ ફિમેલ, રાજીવ બરનવાલને બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર અને ફિલ્મ વધ માટે જસપાલ સિંહ સંધુને એવોર્ડ મળ્યો છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article