શું સ્ટંટ હતો એ..! એક સીનનું શૂટિંગ કરતી વખતે આમિર ખાન આવ્યો ટ્રેનની નજીક, એક્ટરનો જીવ પડીકે બંધાયો હતો

|

Jun 20, 2023 | 1:12 PM

બોલિવૂડ એક્ટર આમિર ખાન અને એક્ટ્રેસ રાની મુખર્જી સ્ટારર ફિલ્મ 'ગુલામ'ના એક સીનના શૂટિંગ દરમિયાન આમિર લગભગ મોતના મુખમાંથી બહાર આવ્યો તેવું કહી શકાય. ટ્રેનની સામે દોડવાના દ્રશ્યમાં તેને દૂરથી કૂદવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તે દ્રશ્ય જીવંત બનાવવા માટે અભિનેતા ટ્રેનની નજીક ગયો હતો.

શું સ્ટંટ હતો એ..! એક સીનનું શૂટિંગ કરતી વખતે આમિર ખાન આવ્યો ટ્રેનની નજીક, એક્ટરનો જીવ પડીકે બંધાયો હતો
Film Gulam Aamir Khan

Follow us on

બોલિવૂડ એક્ટર આમિર ખાન અને અભિનેત્રી રાની મુખર્જી સ્ટારર ફિલ્મ ‘ગુલામ’ની રિલીઝને તાજેતરમાં 23 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 1998માં રિલીઝ થયેલી આ ફિલ્મે યુવાનોને દિવાના બનાવી દીધા હતા. તેનું એક ગીત ‘આતી ક્યા ખંડાલા’ ખૂબ લોકપ્રિય થયું હતું. આમિર-રાનીની આ સફળ ફિલ્મના એક સીનના શૂટિંગ દરમિયાન આમિર પોતાનો જીવ ગુમાવી દેત. આવો જાણીએ આ સીનના શૂટિંગ દરમિયાન શું થયું હતું.

આ પણ વાંચો : આમિર ખાન વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ દાખલ, ભારતીય સેનાના અપમાનની લાગણી

આમિર ખાન દોડતો દોડતો ટ્રેનની નજીક પહોંચ્યો

વાસ્તવમાં, આમિર ખાને ફિલ્મ ‘ગુલામ’માં રેલવે ટ્રેક પર એક સ્ટંટ સીન કરવાનો હતો. આ માટે ભારતીય રેલવેની પરવાનગી લીધા બાદ સાનપાડા રેલવે સ્ટેશન પર શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ દ્રશ્યમાં આમિરે ધ્વજ લઈને ચાલતી ટ્રેનની સામે દોડવું પડ્યું હતું અને ટ્રેન નજીક આવે તે પહેલાં પાટા પરથી કૂદી જવાનું હતું. આ દ્રશ્યને જીવંત કરવાના ઈરાદાથી આમિર દોડતી ટ્રેનની એકદમ નજીક પહોંચી ગયો. આમિર અને મૃત્યુ વચ્ચે થોડુ જ અંતર હતું, પરંતુ સદનસીબે અભિનેતા બચી ગયો. તે સમયે બોલિવૂડમાં VFX પ્રચલિત નહોતું, નહીંતર તેણે આ સીન માટે આટલું મોટું જોખમ લેવાની જરૂર ન પડી હોત અને આ સીન સ્ટુડિયોમાં સરળતાથી થઈ ગયો હોત.

આજનું રાશિફળ તારીખ : 20-02-2025
અમદાવાદના આ વિસ્તારમાં રહે છે સૌથી વધુ મુસ્લિમ
એકમાત્ર મુસ્લિમ દેશ જેનો કેપ્ટન ઈસ્લામમાં માનતો નથી
પ્રેમાનંદ મહારાજને આશ્રમમાંથી કેમ કાઢી મૂકવામાં આવ્યા હતા ?
પાકિસ્તાની ક્રિકેટર મોડેલ સાથે ગેમ રમતો જોવા મળ્યો
Jioના 70 દિવસના પ્લાને મચાવી હલચલ ! 105GB ડેટા સાથે મળી રહ્યું ઘણુ બધું

આવી રીતે સીન કર્યો શૂટ

આ ફિલ્મ ‘ગુલામ’ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો માંથી એક છે તેનો ક્લાઈમેક્સ સીન. આ દ્રશ્યમાં આમિર ખાન અને વિલન બનેલા અભિનેતા શરત સક્સેના વચ્ચે જોરદાર લડાઈ થવાની હતી. આ સીનમાં આમિરે શરતને માર માર્યો હતો. આમ કરતી વખતે તે સંપૂર્ણપણે લોહીલુહાણ થઈ ગયો હતો. કહેવાય છે કે આ સીનમાં પોતાનો લુક પરફેક્ટ મેળવવા માટે આમિરે 12 દિવસ સુધી સ્નાન કર્યું નથી. આમિર ખાન પોતાની ભૂમિકાઓ માટે પોતાને બદલવા માટે પ્રખ્યાત છે.

રાનીનો અવાજ ડબ કરવામાં આવ્યો હતો

ફિલ્મ ‘ગુલામ’માં અભિનેત્રી રાની મુખર્જીના પોતાના અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. તેનો અવાજ ડબિંગ આર્ટિસ્ટ મોના શેટ્ટીએ આપ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં રાનીએ કહ્યું હતું કે, તેને કહેવામાં આવ્યું હતું કે તેના અવાજમાં પૂરતી શક્તિ નથી તેથી તેને ડબ કરવું પડશે. આમિર શ્રીદેવીનું ઉદાહરણ આપીને ખાતરી આપવા માંગતો હતો કે તેનો અવાજ પણ ઘણી વખત ડબ કરવો પડ્યો હતો. આ પછી જ્યારે કરણ જોહરે ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં રાનીના અવાજનો ઉપયોગ કર્યો ત્યારે આમિરે રાનીને ફોન કરીને માફી માંગી હતી. રાનીના કહેવા પ્રમાણે આમિરે કહ્યું હતું કે અવાજ ડબ કરીને તેણે ભૂલ કરી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો