3000 થી વધુ સ્ક્રીન પર રિલીઝ થશે ફિલ્મ સર્કસ, ડબલ રોલમાં જોવા મળશે રણવીર સિંહ

|

Dec 22, 2022 | 2:54 PM

રણવીર સિંહ (Ranveer Singh) અને રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મ 'સર્કસ' (Cirkus) 23 ડિસેમ્બરે 3000 થી વધુ સ્ક્રીન પર રિલીઝ થવાની છે. ફિલ્મની ટિકિટ બુકિંગના આંકડા પણ સામે આવી રહ્યા છે.

3000 થી વધુ સ્ક્રીન પર રિલીઝ થશે ફિલ્મ સર્કસ, ડબલ રોલમાં જોવા મળશે રણવીર સિંહ
Cirkus

Follow us on

23 ડિસેમ્બરે થિયેટરોમાં ફિલ્મ સર્કસ રિલીઝ થવાની છે. આ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે જેમાં રણવીર સિંહ, જેકલીન ફર્નાન્ડીઝ, પૂજા હેગડે, અશ્વિની કાલસેકર, મુકેશ તિવારી, જોની લીવર, વરુણ શર્મા, વિજય પાટકર, સિદ્ધાર્થ જાધવ, સુલભા આર્યા જેવા મોટાં સ્ટાર છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણનો પણ એક કેમિયો છે. આ હિન્દી સિનેમાની આ પહેલી મલ્ટિસ્ટારર ફિલ્મ છે જેને સૌથી વધુ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ લગભગ 2800 થી 3200 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહી છે. હવે જોવાનું રહેશે કે આ મલ્ટિસ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકે છે કે નહીં.

ડબલ રોલમાં છે રણવીર

‘સર્કસ’ની વાત કરીએ તો તેનું નિર્માણ રોહિત શેટ્ટી પ્રોડક્શન અને ટી-સિરીઝ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પૂજા હેગડે, જેકલીન ફર્નાન્ડીઝ અને વરુણ શર્મા પણ છે. ફિલ્મમાં રણવીર સાથે વરુણ શર્મા પણ ડબલ રોલમાં છે. ફિલ્મમાં અજય દેવગન અને દીપિકા પાદુકોણનો કેમિયો છે. દીપિકાએ ‘કરંટ લગા રે’ ગીતમાં રણવીર સાથે જોવા મળી રહી છે, જેણે દર્શકોને પહેલેથી જ પ્રભાવિત કર્યા છે.

1965માં બની હતી પહેલી મલ્ટિસ્ટારર ફિલ્મ

મલ્ટિસ્ટારર ફિલ્મો બનાવવાનો આ ટ્રેન્ડ નવો નથી. હિન્દી સિનેમાની પહેલી મલ્ટિસ્ટારર ફિલ્મ વક્ત હતી, જે વર્ષ 1965માં રિલીઝ થઈ હતી. યશ ચોપરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મે 6 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. ફિલ્મનું બજેટ 1 કરોડ રૂપિયા હતું. ફિલ્મમાં સુનીલ દત્ત, રાજ કુમાર, સાધના, બલરાજ સાહની, શશિ કપૂર, શર્મિલા ટાગોર અને રહેમાન સહિતની સ્ટાર કાસ્ટ જોવા મળી હતી.

Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos

આ ફિલ્મ પછી ઘણી બધી મલ્ટીસ્ટાર ફિલ્મો બની હતી જેમાં શોલે, અમર અકબર એન્થની, હમ આપકે હૈ કૌન, મુકદ્દર કા સિકંદર, સૌદાગર, બોર્ડર, દિલ ચાહતા હૈ, કભી ખુશી કભી ગમ, ઓમકારા, ઝિંદગી ના મિલેગી દોબારા, દિલ ધડકને દો જેવી તમામ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન કર્યું હતું.

ફિલ્મ અંગૂરમાંથી લેવામાં આવી છે આ વાર્તા

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘સર્કસ’ની વાર્તા 1982માં સંજીવ કુમાર અને દેવેન વર્માની ફિલ્મ ‘અંગૂર’ પરથી લેવામાં આવી છે. આ ફિલ્મ શેક્સપિયરના નાટક ‘ધ કોમેડી ઓફ એરર્સ’ પર આધારિત છે.

મોંઘા ભાવે વેચાઈ રહી છે સર્કસની ટિકિટ

મીડિયા રિપોર્ટ મુજબ સિનેમા ચેઈન 1,600 થી 1,800 રૂપિયામાં ‘સર્કસ’ ટિકિટ વેચી રહી છે. આ કિંમત સામાન્ય બોલિવૂડ મૂવી ટિકિટ કરતાં ઘણી વધારે છે. પરંતુ આ પછી બીજી એક વાત સામે આવી છે કે ફિલ્મે મોંઘી ટિકિટો બાદ પણ એડવાન્સ બુકિંગમાં આ ફિલ્મ વધુ કમાણી કરી શકી નથી. ‘સર્કસ’ એ એડવાન્સ બુકિંગમાં પહેલા દિવસે માત્ર રૂ. 51 લાખની કમાણી કરી છે. રસપ્રદ વાત એ છે કે, રોહિત શેટ્ટીની છેલ્લી રિલીઝ ‘સૂર્યવંશી’ના 80 ટકાથી વધુ શો તેની રિલીઝ પહેલા બુક થઈ ગયા હતા. તેની 2018માં રિલીઝ થયેલી ‘સિમ્બા’એ એડવાન્સ બુકિંગથી 8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Next Article