Celebs Wishes On Eid-Al-Fitr : ઈદની ઉજવણીમાં ડૂબ્યા ફિલ્મી અને ટીવી સ્ટાર્સ, સોશિયલ મીડિયા પર ચાહકોને પાઠવી ખાસ રીતે શુભેચ્છાઓ

દરેક લોકો આજે ઈદની (Eid 2022) ઉજવણીમાં ડૂબેલા છે. આ અવસર પર સોશિયલ મીડિયાના માધ્યમથી ટેલિવિઝન અને ફિલ્મ સ્ટાર્સ (Movie Stars) પોતાની રીતે ચાહકોને ઈદની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Celebs Wishes On Eid-Al-Fitr : ઈદની ઉજવણીમાં ડૂબ્યા ફિલ્મી અને ટીવી સ્ટાર્સ, સોશિયલ મીડિયા પર ચાહકોને પાઠવી ખાસ રીતે શુભેચ્છાઓ
Film and TV stars immersed in Eid celebrations
| Edited By: | Updated on: May 03, 2022 | 9:58 AM

સોમવારે સાંજે ઈદનો ચાંદ જોવા મળ્યા બાદ આજે એટલે કે 3 મેના રોજ દેશભરમાં ઈદ (Jashn-e-Eid)ની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ઈદના ખાસ અવસર પર લોકો નમાજ અદા કર્યા પછી પ્રાર્થના કરે છે. આ સાથે, તેઓ એકબીજા સાથેની તમામ જૂની દુશ્મનાવટને ભૂંસી નાખે છે, તેઓ આલિંગન કરે છે. આ તહેવાર ભાઈચારાનું પ્રતિક (Symbol Of Brotherhood) છે, જેમાં લોકો એકબીજાને ભેટે છે અને પ્રેમ અને સંબંધમાં વધારો કરે છે. આવી સ્થિતિમાં આખો દેશ આજે ઈદની ઉજવણીમાં ડૂબેલો છે.

સાઉદી અરેબિયામાં ઈદ એક દિવસ પહેલા એટલે કે 2 મેના રોજ મનાવવામાં આવી હતી. સામાન્ય માણસથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધી દરેક વ્યક્તિ ઈદની ખુશીઓ એકબીજા સાથે શેયર કરી રહ્યા છે. આ અવસર પર સ્ટાર્સે (Film Stars) સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો અને પ્રેક્ષકોને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પ્રેમ મોકલ્યો છે. ઘણા સ્ટાર્સે તેમના ચાહકો સાથે એ પણ શેયર કર્યું કે, તેઓ આજનો તહેવાર કેવી રીતે ઉજવવા જઈ રહ્યા છે.

એક નજર કરો સ્ટાર્સના અભિનંદન પર

આ અવસર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ટ્વીટ દ્વારા સમગ્ર દેશવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવી હતી.

આ સિવાય મ્યુઝિક પ્રોડ્યુસર ડીજે ખાલિદે પણ આ અવસર પર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરીને ઈદની શુભેચ્છા પાઠવી છે.

હિન્દી સિનેમાના શહેનશાહ અમિતાભ બચ્ચને પણ ટ્વિટ કરીને પોતાના ચાહકો અને સમગ્ર દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી છે. જુઓ બિગ બીનું ટ્વિટ

અભિનેત્રી હુમા કુરેશીએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી બધાને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે ઈદ મુબારક…ઈદ મુબારક. જુઓ કેવી રીતે અભિનેત્રીએ આપી ઈદની શુભેચ્છાઓ –

આ સિવાય આલિયા ભટ્ટની બહેન પૂજા ભટ્ટે પણ પોતાની એક ફિલ્મનું ગીત શેયર કરતા અલગ રીતે ઈદની શુભેચ્છા પાઠવી હતી. જુઓ પૂજા ભટ્ટની આ સુંદર પોસ્ટ-

શમીના શફીકે પૂજા ભટ્ટની પોસ્ટનો જવાબ આપતાં ઈદની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે ઈદની પરંપરાગત સ્પેશિયલ વાનગીની તસવીર સૌની સાથે શેયર કરી.

બિગ બોસના સ્પર્ધક રહી ચૂકેલા અલી ગોનીએ પણ ઈદ પર તેની તસવીર સાથે તેના ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. અલીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી ઈદની શુભેચ્છાઓ પોસ્ટ કરી છે.

આ સાથે ફિલ્મ અને ટીવી એક્ટર એજાઝ ખાને પણ ઈદની શુભેચ્છા પાઠવતા આજના દિવસ માટે પોતાનો પ્લાન શેયર કર્યો છે. એજાઝની પોસ્ટ જુઓ