એરપોર્ટ પર ચાહકે અચાનક એવું કર્યું કે સારા અલી ખાન થઈ ગઈ હેરાન, જુઓ Viral Video

|

Feb 10, 2023 | 5:54 PM

સારા અલી ખાન (Sara Ali Khan) મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં તેની આસપાસ મોટી ભીડ જોઈને માત્ર એક્ટ્રેસ જ નહીં, પરંતુ મીડિયાકર્મીઓ પણ હેરાન થઈ ગયા હતા. પરંતુ સારાએ કોઈના પર ગુસ્સો કર્યો નહીં અને આ માટે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના વખાણ થઈ રહ્યા છે.

એરપોર્ટ પર ચાહકે અચાનક એવું કર્યું કે સારા અલી ખાન થઈ ગઈ હેરાન, જુઓ Viral Video
Sara Ali Khan
Image Credit source: Social Media

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાં એક્ટ્રેસ સાથે એક વિચિત્ર ઘટના બની. સારા અલી ખાન રાજસ્થાનથી પરત આવતી વખતે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. પાપારાઝી માટે પોઝ આપતી વખતે સારા તેના ફેન્સ સાથે સેલ્ફી પણ ક્લિક કરી રહી હતી. ત્યારે જ તેના એક ફેને તેના ફેસને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. પહેલા તે લેડી સારા સાથે હાથ મિલાવે છે. આ પછી તે કંઈક આવું કરતી જોવા મળે છે. તે જોઈને બધાને નવાઈ લાગી.

ફેન્સ સાથે ક્લિક કરાવી સેલ્ફી

સારા અલી ખાન ગુરુવારે એરપોર્ટ પર જોવા મળી હતી. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છે તે રસ્તામાં ઘણા ફેન્સને મળતી જોવા મળી હતી. સારાએ ફેન્સ સાથે સેલ્ફી પણ લીધી અને તેમની સાથે સારું વર્તન કર્યું. આ દરમિયાન એક મહિલાએ પહેલા તેની સાથે હાથ મિલાવ્યા અને તેના ગાલને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. જેને જોઈને બધા હેરાન ગયા અને પછી પાપારાઝી પણ હેરાન થઈ ગયા. પરંતુ એક વાત જે વખાણ કરવા જેવી હતી તે એ છે કે સારાએ આ બધા પછી પણ પોતાનો ગુસ્સો ગુમાવ્યો નહીં અને એરપોર્ટથી તેની કાર સુધી પહોંચવામાં સફળ રહી.

પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર

સારાના ફેન્સ કરી રહ્યા છે વખાણ

એક્ટ્રેસ સારા અલી ખાન હંમેશાની જેમ શાનદાર દેખાતી હતી. વ્હાઈટ સૂટ પર ગુલાબી દુપટ્ટામાં સારા ખૂબ જ સુંદર લાગી રહી હતી, પરંતુ લોકોની નજર તેના પર પડતા જ બધા જ તેની તરફ દોડ્યા. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હવે યુઝર્સ આ આવું કરનારા લોકો પર આકરા પ્રહારો કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘આ મહિલા કેટલી ખરાબ રીતે તેની જ્વેલરી ચોરી કરવાનો પ્રયાસ કરી રહી છે.’ કોમેન્ટ કરતી વખતે અન્ય યુઝરે લખ્યું કે, ‘કોઈ કોઈની પર્સનલ સ્પેસમાં તે કેવી રીતે એન્ટર કરી શકે છે.’

આ પણ વાંચો : શાહરૂખ ખાનના ફેન્સ માટે ખાસ ભેટ, ફરી રીલિઝ થવા જઈ રહી છે આ સુપરહિટ ફિલ્મ

તો બીજી તરફ ફે્ન્સ સારાને શાંત રહેવા માટે અભિનંદન આપી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે, ‘સારા ખૂબ જ મેચ્યોર થઈ ગઈ છે. તેની માતાએ તેને ખૂબ સારી રીતે ઉછેર કર્યો છે. તેની વિનમ્રતા જોવા જેવી છે. તમને જણાવી દઈએ કે સારા હાલમાં જ તેની માતાના જન્મદિવસ પર તેની માતા સાથે ઉદયપુર ટ્રિપ પર ગઈ હતી.

Next Article