Mumbai: એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) હાલમાં અપકમિંગ ફિલ્મ ‘એનિમલ’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ફેન રણબીર કપૂરનો ફોટો લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે ફોટો ખેંચી શકતો નથી. આ વીડિયો જોયા બાદ લોકોએ એક્ટરની ખૂબ જ ટીકા કરી રહ્યા છે.
આ વાયરલ વીડિયોમાં એક ફેન વાદળી શર્ટ પહેરેલો તેની કારની બારીમાંથી રણબીરની તસવીર ક્લિક કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. રણબીરનો ડ્રાઈવર બારીનો કાચ નીચે કરે છે અને છોકરાને આગળ વધવાનું કહે છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો એક્ટરની સાથે ફેન્સને પણ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આ ખરેખર હેરેસમેન્ટ છે. એક ફેને કહ્યું ક્રેઝી ફેન અને અન્ય એક યુઝરે લખ્યું છે કે જો તેને આટલી બધી પ્રાઈવસી જોઈતી હોય તો પોતાના માટે એક અલગ પ્રાઈવેટ રોડ બનાવે. અન્ય એક યુઝરે લખ્યું છે કે લોકો પોતાનું માન જાતે ગુમાવી રહ્યા છે, ફોટો જોઈતો હોય તો ઈન્ટરનેટ પરથી લઈ લો.
(VC: varindertchawla instagram)
રણબીર પાસે પાઈપલાઈનમાં રશ્મિકા મંદાનાની સાથે ‘એનિમલ’ છે. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ વિશ્વભરના થિયેટરોમાં હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ સહિત પાંચ ભાષાઓમાં રિલીઝ થવાની હતી, પરંતુ તેની રિલીઝ ડેટ 1 ડિસેમ્બર કરવામાં આવી છે. એનિમલ એ રણબીર કપૂર સ્ટારર એક્શન થ્રિલર ફિલ્મ છે, જેનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા દ્વારા કરવામાં આવ્યું છે. ‘એનિમલ’ ફિલ્મ ટી-સિરીઝ, ભદ્રકાલી પિક્ચર્સ અને સિને1 સ્ટુડિયો દ્વારા નિર્મિત છે.
આ પણ વાંચો : Flood Crisis: દિલ્હીના પૂરને કારણે જાહ્નવી કપૂરને પણ થયું નુકસાન, આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું પોસ્ટપોન
રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલનું પ્રી-ટીઝર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. તેને મિક્સ રિસપોન્સ મળી રહ્યો હતો. જ્યારે કેટલાકે રણબીર કપૂરનો અગાઉ ક્યારેય જોયા ન હોય તેવા અવતારની પ્રશંસા કરી હતી, જ્યારે અન્ય લોકોએ તેને દક્ષિણ કોરિયન ફિલ્મમાંથી કોપી કરેલ ગણાવી હતી. રણબીરની એન્ટ્રી ટીઝરમાં કુહાડી પકડીને બતાવે છે.