Vaibhavi Upadhyaya Death: વૈભવી ઉપાધ્યાયની અસ્થિઓનું નર્મદા નદીમાં થશે વિસર્જન, પરિવાર જશે ગુજરાત

Vaibhavi Upadhyaya Death: સારાભાઈ વર્સેસ સારાભાઈની એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયની (Vaibhavi Upadhyaya) અસ્થિનું નર્મદા નદીમાં વિર્સજન કરવામાં આવશે. વૈભવીનો પરિવાર તેની અસ્થી વિસર્જન કરવા ગુજરાત જવાની તૈયારી કરી રહ્યો છે.

Vaibhavi Upadhyaya Death: વૈભવી ઉપાધ્યાયની અસ્થિઓનું નર્મદા નદીમાં થશે વિસર્જન, પરિવાર જશે ગુજરાત
Vaibhavi Upadhyaya
| Edited By: | Updated on: May 28, 2023 | 11:29 PM

Gujarat: વૈભવી ઉપાધ્યાયના (Vaibhavi Upadhyaya) અવસાન બાદ તેના પરિવારે વૈભવીના આત્માની શાંતિ માટે પ્રેયર મીટ રાખી હતી. ત્યારબાદ આખો પરિવાર વૈભવીની અસ્થિ સાથે ગુજરાત જવા રવાના થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વૈભવીની અસ્થિનું નર્મદા નદીમાં વિર્સજન કરવામાં આવશે. તેની નજીકની મિત્ર આકાંક્ષા રાવતે આ વિશે જણાવ્યું છે.

આકાંક્ષા રાવતે શું કહ્યું?

મીડિયા સાથેની વાતચીતમાં આકાંક્ષા રાવતે કહ્યું કે અમે બધા આ સમયે વૈભવીના પરિવાર સાથે છીએ. તેઓને અમારી સૌથી વધુ જરૂર છે. અન્ય કેટલાક નજીકના મિત્રો છે જેઓ સીધા ગોવાથી અહીં આવ્યા છે. તેઓ પણ હાલ પરિવાર સાથે રહેશે. તેઓ અત્યારે મારી સાથે રહે છે. આજે વૈભવી માટે પ્રેયર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં વૈભવીનો પરિવાર ગુજરાત જવા રવાના થશે. વૈભવીની અસ્થિનું નર્મદા નદીમાં વિર્સજન કરવામાં આવશે.

આકાંક્ષાએ આ દરમિયાન વૈભવીને યાદ કરીને તેના સ્વભાવ વિશે જણાવ્યું. આકાંક્ષાએ કહ્યું કે ‘તે એક પારિવારિક વ્યક્તિ હતી. વૈભવીના ઘણા મિત્રો હતા. તેની પ્રાયોરિટી હંમેશા તેની માતા રહેતી. હું તેમના વિશે વિચારીને દુઃખી છું કે તે કેવી રીતે આ પીડાનો સામનો કરી રહ્યા હશે.

તમને જણાવી દઈએ કે હાલમાં એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયે ગોવામાં એક રેસ્ટોબાર ખોલી હતી. આકાંક્ષાએ જણાવ્યું કે વૈભવીએ ગોવામાં એક રેસ્ટોબાર ખોલ્યો હતો અને તે જય સાથે ખૂબ ખુશ હતી. મને યાદ છે કે તે સમય જે સમયે તે એક સારા જીવનસાથીની શોધમાં હતી. તેણી તેના જીવનમાં સ્થિર થવા માંગતી હતી. હું વિશ્વાસ કરી શકતી નથી કે તે હવે આપણી સાથે નથી.

આ પણ વાંચો : Vaibhavi Upadhyay Death: અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું નિધન, માર્ગ અકસ્માતને કારણે થયું અવસાન

ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં નિધન થયું છે. વૈભવી હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં અકસ્માતનો ભોગ બની હતી. વૈભવીની કાર નેશનલ હાઈવે ઓટ-લુહરી પર ખાડામાં પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે વાહન પરનો કાબુ ગુમાવવાને કારણે તે રોડની બીજી બાજુ 50 ફૂટ નીચે ખાડામાં પડી ગઈ હતી. વૈભવીના મિત્ર જય ગાંધી આ વાહન ચલાવતા હતા. હાલમાં તે ઘાયલ છે અને તેની સારવાર બંજરની હોસ્પિટલમાં ચાલી રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:23 pm, Sun, 28 May 23