
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી અને જેનેલિયા ડિસૂઝાની ફિલ્મ ગનમાસ્ટર જી 9 (Gunmaaster G9)નો સારો એવો બઝ બનેલો છે. 27 નવેમ્બરને રોજ આ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને લોકો તરફથી સારો રિએક્શન મળી રહ્યો છે.
એવું લાગી રહ્યું છે કે, ફિલ્મ Gunmaaster G9 બોક્સ ઓફિસ પર પહેલા દિવસે સારી કમાણી કરી શકે છે. જો કે, આ દરમિયાન ફિલ્મ ગનમાસ્ટર જી 9ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. નવા રિપોર્ટ મુજબ ફિલ્મની સિક્વલ પણ આવવાની છે.
ફિલ્મ ગનમાસ્ટર જી 9માં એક્શન, રોમાન્સ અને ઈમોશનનો જબરદસ્ત સંગમ જોવા મળી રહ્યો છે. જો કે, તેની વાર્તાનો અંતિમ પડાવ દર્શકોના મનમાં એક નવો સવાલ મૂકી જાય છે. વાસ્તવમાં, ફિલ્મના અંતમાં ‘To Be Continued’ લખેલું આવે છે. આ એક લાઈને તેના બીજા ભાગની ચર્ચા શરૂ કરી દીધી છે.
એવામાં શું ઈમરાન હાશ્મી અને જેનેલિયા ફરી એકવાર ઈશ્વર તેમજ આરતી બનીને પડદા પર પાછા ફરશે? હજુ સુધી ઈમરાન હાશ્મી, જેનેલિયા કે ફિલ્મના મેકર્સે બીજા ભાગ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એવામાં બંને કલાકારોના કમબેક અંગે હાલ કંઈ પણ ચોક્કસ કહી શકાય નહીં.
Sacnilkના રિપોર્ટ મુજબ, બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી અને જેનેલિયા ડિસૂઝાની ફિલ્મ ગનમાસ્ટર જી 9 અત્યાર સુધીમાં 2.16 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મને રામાયણ અને ‘યે પ્રેમ મોલ લિયા’ સાથે ટક્કર મળી રહી છે.
લોકોનું એવું માનવું છે કે, ગનમાસ્ટર જી 9 વીકેન્ડ પર સારી કમાણી કરશે. હવે જોવું એ રસપ્રદ રહેશે કે, ઈમરાન હાશ્મીની આ ફિલ્મ હિટ થાય છે કે નહીં…?