બોયફ્રેન્ડ સાથે એરપોર્ટ પર જોવા મળી અદિતિ રાવ હૈદરી, લોકોને લાગ્યું કંગના રનૌત છે, એક્ટ્રેસની પ્રતિક્રિયા થઈ વાયરલ, જુઓ Video

|

Jun 03, 2023 | 5:17 PM

Aditi Rao Hydari Video: બોલીવુડની સુંદર એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari) એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. તે તેના કથિત બોયફ્રેન્ડ સાથે જોવા મળી હતી. એરપોર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

બોયફ્રેન્ડ સાથે એરપોર્ટ પર જોવા મળી અદિતિ રાવ હૈદરી, લોકોને લાગ્યું કંગના રનૌત છે, એક્ટ્રેસની પ્રતિક્રિયા થઈ વાયરલ, જુઓ Video
Aditi Rao Hydari
Image Credit source: Social Media

Follow us on

Mumbai: બોલિવુડની સુંદર એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી (Adiri Rao Hydari) વિવાદોથી દૂર રહે છે. બીજી તરફ કંગના રનૌત (Kangana Ranaut) પોતાના નિવેદનોને લઈને સતત વિવાદોમાં રહે છે. લાઈમલાઈટમાં રહેવાના કારણે કંગના ખૂબ વધારે ફેમસ છે. આવામાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકોએ અદિતિ રાવ હૈદરીને કંગના સમજી લીધી. અદિતિની પ્રતિક્રિયા શાનદાર હતી, લોકો તેના વખાણ કરતાં થાકતા નથી.

બોયફ્રેન્ડ સાથે પહોંચી એરપોર્ટ

એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી શુક્રવારે તેના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. એક્ટ્રેસે પોલ્કા ડોટ્સ વાળો બ્લેક ટુ-પીસ કોર્ડ સેટ પહેર્યો હતો. બંને એકસાથે ખૂબ જ શાનદાર લાગી રહ્યાં હતાં. અદિતિ ખૂબ જ સુંદર જોવા મળી હતી. એરપોર્ટની અંદર જતાં તેને એક વૃદ્ધ કપલ મળ્યું, આ કપલે તેને કંગના સમજી લીધી. એક્ટ્રેસે તેને કંગના કહેતા તેણે સાંભળ્યું અને તરત જ તેની પાસે પહોંચી.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

લોકોને પસંદ આવી અદિતિની સ્ટાઈલ

એક્ટ્રેસે બંનેને હાથ જોડીને કહ્યું કે તે કંગના નહીં પરંતુ અદિતિ છે. એક્ટ્રેસે બંને સાથે ખૂબ જ પ્રેમથી વાત કરી. વૃદ્ધ કપલે એમ પણ કહ્યું હતું કે, તેમની ભૂલ થઈ છે, તેઓ ઓળખી શક્યા નથી. એક્ટ્રેસે એટલો જ નમ્રતાથી જવાબ આપ્યો કે કપલ પણ તેના ફેન બની ગયા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે. ઘણાએ તો એમ પણ કહ્યું કે શું કંગના અદિતિની જેમ આટલી આરામથી જવાબ આપી શકી હોત? ઘણા લોકોએ એક્ટ્રેસને ઘણી દયાળુ ગણાવી છે.

આ પણ વાંચો: Salman Khan Tiger 3: મડ આઈલેન્ડમાં સલમાન ખાન અને શાહરૂખ ખાને કર્યું શૂટિંગ, ‘ટાઈગર 3’ના સેટ પરથી લીક થયો Video

આ સિરીઝમાં જોવા મળી એક્ટ્રેસ

તમને જણાવી દઈએ કે એક્ટ્ર્સ હાલમાં જ તાજઃ રેઈન ઓફ રિવેન્જ સીઝન 2માં જોવા મળી હતી. તે થોડા દિવસો પહેલા તેની સીઝન વનમાં જોવા મળી હતી. તેના રોલના ખૂબ વખાણ થઈ રહ્યા છે. અદિતિ રાવ હૈદરી આ વેબ સિરીઝમાં અનારકલીના રોલમાં જોવા મળી રહી છે. તેણે પદ્માવતમાં પણ આ પ્રકારનું ઐતિહાસિક પાત્ર ભજવ્યું હતું. તેના પાત્રના પણ ખૂબ વખાણ થયા હતા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article