
Salman Khan Eid Celebration 2023: દુનિયાભરમાં ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર સ્ટાર્સ તેમના ફોટા શેર કરી રહ્યા છે અને ફેન્સને વિશ કરી રહ્યા છે. થોડા સમય પહેલા શાહરૂખ ખાને સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને ઈદની શુભેચ્છા પાઠવી હતી. આ સિવાય તેને મન્નતની બહાર એકઠા થયેલા લોકોને પણ સંબોધિત કર્યા અને તેમને શુભેચ્છા પાઠવી હતી. સલમાન ખાન આ વખતે ઈદ કેવી રીતે મનાવી રહ્યો છે તેની ઝલક પણ સામે આવવા લાગી છે. આ ખાસ અવસર પર સલમાન તેના પરિવાર સાથે છે.
સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઘરની તસવીરો શેર કરી છે. આમાં તે પોતાના ઘરની બહાર ઉભેલી વિશાળ ભીડને હાથ હલાવીને આવકારતો જોવા મળે છે. ઈદના અવસર પર સલમાનના ઘરની બહાર ભારે ભીડ જોવા મળી રહી છે. આવામાં એક્ટરે પણ ફેન્સ સાથે વાતચીત કરવા માટે સમય કાઢવો જરૂરી સમજ્યું. સલમાને ફેન્સને હાથ હલાવીને શુભેચ્છા પાઠવી હતી. ફોટો જોઈને અંદાજ લગાવી શકાય છે કે સલમાન ખાનની ફેન ફોલોઈંગ કેટલી ક્રેઝી છે. ફોટોની સાથે તેને કેપ્શનમાં લખ્યું- ‘તમને બધાને ઈદ મુબારક’
આ સિવાય સલમાન ખાનની નાની બહેનના પતિ આયુષ શર્માએ પણ ઈદ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. જેમાં ખાન ફેમિલી એક છત નીચે જોવા મળે છે. સલમાન ખાન તેના પરિવાર સાથે ખૂબ જ ક્નેક્ટેડ છે અને તહેવારોના અવસર પર ઘરે જ રહેવાનું પસંદ કરે છે. આ ખાસ અવસર પર પણ તે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતો જોવા મળે છે.
ફોટોમાં સલમાન ખાન સિવાય બહેન અર્પિતા, આયુષ શર્મા, સલીમ ખાન, સુશીલા ચરક, હેલન, અરબાઝ ખાન અને સોહેલ ખાન સહિતના અન્ય સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. સુપરસ્ટારનો આ ફેમિલી ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટો શેર કરવાની સાથે આયુષે કેપ્શનમાં લખ્યું- ઈદ મુબારક.
આ પણ વાંચો : Viral Video: રણબીર કપૂરે ઉપાડવા પડ્યા આલિયાના ચપ્પલ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
તમને જણાવી દઈએ કે દર વખતની જેમ સલમાન ખાને ઈદના અવસર પર ફેન્સને ગિફ્ટ આપી છે. એક્ટરની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ગઈ કાલે રિલીઝ થઈ છે. તરણ આદર્શના રિપોર્ટ મુજબ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 15 કરોડની કમાણી કરી લીધી છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે ફિલ્મ તેના પહેલા વીકેન્ડમાં કેટલી કમાણી કરે છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…