IPL 2023 : Virat Kohli એ મેચની વચ્ચે આપી Flying Kiss, જોઈને શરમાઈ ગઈ લેડી લવ Anushka Sharma

Anushka Sharma Blushes : વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરી એકવાર વાયરલ થઈ રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે બંનેની ક્યૂટ પળો વાયરલ થઈ હોય. આગલા દિવસે યોજાયેલી મેચ દરમિયાન વિરાટે ભરચક સ્ટેડિયમમાં અભિનેત્રીને ફ્લાઈંગ કિસ આપી હતી.

IPL 2023 : Virat Kohli એ મેચની વચ્ચે આપી Flying Kiss, જોઈને શરમાઈ ગઈ લેડી લવ Anushka Sharma
Virat Kohli Flying Kiss
| Edited By: | Updated on: Apr 24, 2023 | 11:23 AM

Virat-Anushka Cute Moments : વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ક્યૂટ પળો ફરી એકવાર વાયરલ થઈ રહી છે. આ વીડિયો જોઈને તમને ખ્યાલ આવી જશે કે વિરાટ પોતાના લેડી લવને સ્પેશિયલ અહેસાસ કરાવવાની કોઈ તક છોડતો નથી. રાજસ્થાન રોયલ્સ સાથેની મેચની વચ્ચે તેની ફ્લાઈંગ કિસે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

આ પણ વાંચો : Virat Kohli-MS Dhoni : MS ધોનીને મળીને વિરાટ કોહલી હારનું દુ:ખ ભૂલી ગયો, જૂઓ VIDEO

સ્ટાર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી આ પહેલા પણ ઘણી વખત જાહેરમાં પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યો છે. આટલું જ નહીં તેણે ઘણા ઈન્ટરવ્યુમાં અનુષ્કા વિશે ખુલીને વાત કરી છે. વાયરલ થઈ રહેલી લેટેસ્ટ તસવીરો પણ એ વાતનો પુરાવો છે કે, અનુષ્કા અને વિરાટ વચ્ચે અદ્ભુત બોન્ડિંગ છે.

અહીં જુઓ વાયરલ ફોટા

વાયરલ ફોટામાં તમે જોઈ શકો છો કે અનુષ્કા સ્ટેડિયમમાં તેના પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરતી કેટલી ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં વિરાટને તક મળતાં જ તેને ફ્લાઈંગ કિસ આપવી એ પણ ચાહકો માટે આશ્ચર્યથી ઓછું નથી. વિરાટના એક હાથમાં બોલ છે અને બીજા હાથથી તે પાછળ ફરીને તેના લેડી લવ પર પ્રેમ વરસાવી રહ્યો છે. આ ક્ષણે સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચ્યું છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કમાન સારી રીતે સંભાળે છે વિરાટ

વિરાટની આ સ્ટાઈલ પર અનુષ્કાનો હાવભાવ પણ જોવા જેવો હતો. ફ્લાઈંગ કિસ મળતાં જ અનુષ્કા શરમથી લાલ થઈ ગઈ હતી. વિરાટનો પ્રેમ તેના ચહેરા પર પણ સ્પષ્ટ દેખાય છે. પરંતુ નેશનલ ટેલિવિઝન પર માત્ર થોડાં જ લોકો તેમની પત્ની પર આટલો પ્રેમ વરસાવી શકે છે. જે વિરાટ ઘણીવાર કરે છે. જણાવી દઈએ કે આઈપીએલમાં વિરાટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કમાન ખૂબ જ સુંદર રીતે સંભાળી હતી. તેમજ ટીમ 7 રનથી જીતી હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…