‘સેલ્યુટ’ને ઓટીટી પર રિલીઝ કરવી દુલકર સલમાનને પડી મોંઘી, કેરળના સિનેમાઘરના માલિકોએ અભિનેતા પર મૂક્યો પ્રતિબંધ

|

Mar 16, 2022 | 9:15 AM

આ ફિલ્મ (Salute)18 માર્ચે સોની લિવ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં દુલકર સલમાન (Dulquer Salmaan) પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે.

સેલ્યુટને ઓટીટી પર રિલીઝ કરવી દુલકર સલમાનને પડી મોંઘી, કેરળના સિનેમાઘરના માલિકોએ અભિનેતા પર મૂક્યો પ્રતિબંધ
dulquer salmaan banned by kerala cinema halls owner for releasing his movie salute on ott platform

Follow us on

સાઉથ સિનેમાના (South Cinema) સ્ટાર દુલકર સલમાનની (Dulquer Salmaan) સામે એક નવી સમસ્યા ઉભી થઈ છે. કેરળના સિનેમા હોલ દ્વારા દુલકર સલમાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેનું કારણ તેની આગામી ફિલ્મ ‘સેલ્યૂટ’ (Movie Salute) છે. ‘સેલ્યૂટ’ દુલકર સલમાનની હોમ પ્રોડક્શન ફિલ્મ છે. ફિલ્મ એક્ઝિબિટર્સ યુનાઈટેડ ઓર્ગેનાઈઝેશન ઓફ કેરળ (FEUOK) એ અભિનેતાએ તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર તેની ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત કર્યા પછી દુલકર સલમાન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો. રોશન એન્ડ્રુઝ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સેલ્યૂટ’માં દુલકર સલમાન મુખ્ય ભૂમિકામાં છે.

એસોસિયેશને દુલકર સલમાનની ફિલ્મ પ્રોડક્શનનો લગાવ્યો આરોપ

આ ફિલ્મ અગાઉ 14 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ-19ને કારણે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. ન્યૂઝ 18ના એક અહેવાલ અનુસાર, ફિલ્મ એસોસિએશને દાવો કર્યો છે કે, પ્રોડક્શન હાઉસ અને એસોસિએશન વચ્ચે રિલીઝ કરાર થયો હતો. જો કે, પ્રોડક્શન હાઉસે એસોસિએશન સાથે કોઈપણ ચર્ચા કર્યા વિના ફિલ્મને સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો.

દુલકર સલમાનના પ્રોડક્શન હાઉસના આ કૃત્યથી FEUOK ને તેના પર પ્રતિબંધ મૂકવાનું આ કડક પગલું ભર્યું છે. એસોસિએશને એવી ફિલ્મો સાથે સહયોગ ન કરવાનો પણ નિર્ણય લીધો છે. જેમાં દુલકર સલમાન જોવા મળશે અને તેના દ્વારા ફિલ્મો બનાવશે. FEUOKના નિર્ણય પર સલમાન દુલ્કરે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સોની લિવ પર ફિલ્મની રિલીઝની કરી હતી જાહેરાત

દુલકર સલમાને તાજેતરમાં જ તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સોની લિવ પર ફિલ્મની રિલીઝની જાહેરાત કરી હતી. અભિનેતા દુલ્કર સલમાને તેની પોસ્ટમાં લખ્યું – રોશન એન્ડ્રુઝ દ્વારા દિગ્દર્શિત અને બોબી અને સંજય દ્વારા લખાયેલી ફિલ્મ સેલ્યુટ માટે સોનીલિવ અને વેફેરર ફિલ્મ્સ એકસાથે આવવા માટે ખૂબ જ ખુશ છે.

આ ફિલ્મ સોની લિવ પર 18 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં દુલકર સલમાન પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં તેના પાત્રને એક વિચિત્ર કેસ મળે છે. જેને ઉકેલવા માટે તે સખત મહેનત કરી રહ્યો છે. દુલકર સલમાનની આ ફિલ્મથી તેના ચાહકોને ઘણી આશાઓ છે. દુલકર સલમાનની ફિલ્મ કુરુપને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. ગેંગસ્ટરની ભૂમિકા ભજવ્યા બાદ, દુલકર હવે પોલીસની ભૂમિકામાં તેની કુશળતા બતાવવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: Heropanti 2: ટાઈગર શ્રોફની ફિલ્મ ‘હીરોપંતી 2’નું નવું પોસ્ટર રિલીઝ, જાણો ફિલ્મ ક્યારે રિલિઝ થશે

આ પણ વાંચો: Highest Paid Actors Of South Cinema : સાઉથના 5 સૌથી મોંઘા સુપરસ્ટાર, સાઉથ ઈન્ડસ્ટ્રીની ફિલ્મો કમાણીના મામલે બોલિવૂડ ફિલ્મોને આપે છે ટક્કર

Next Article