શું IPL પહેલા પણ એકબીજાને ઓળખતા હતા સુષ્મિતા સેન અને લલિત મોદી ? જાણો આ ઈનસાઈડ સ્ટોરી

લલિત મોદીએ (Lalit Modi) સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે તેમના અને સુષ્મિતા સેનની (Sushmita Sen) ડેટિંગ વિશે ખુલાસો કર્યો હતો, જેના પછી બંને રાતોરાત લાઈમલાઈટમાં આવ્યા હતા.

શું IPL પહેલા પણ એકબીજાને ઓળખતા હતા સુષ્મિતા સેન અને લલિત મોદી ? જાણો આ ઈનસાઈડ સ્ટોરી
Lalit Modi and Sushmita Sen
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jul 15, 2022 | 12:51 PM

લલિત મોદી (Lalit Modi) અને સુષ્મિતા સેનના (Sushmita Sen) ડેટિંગના સમાચાર સાંભળીને કદાચ દરેક લોકો હેરાન થઈ ગયા થશે. એટલું જ નહીં લલિત મોદી અને સુષ્મિતા સેન સાથે જોડાયેલા રિપોર્ટસ્ મુજબ આ કપલ લગ્ન પણ કરી શકે છે. આઈપીએલના ફાઉન્ડર લલિત મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે તેમના અને સુષ્મિતા સેનની ડેટિંગ વિશે ખુલાસો કર્યો હતો, ત્યારબાદ બંને રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયા હતા. બંનેની પર્સનલ લાઈફ વિશે જાણવા માટે દરેક ફેન્સ ઉત્સુક છે. પરંતુ હવે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમે વધુ હેરાન થઈ જશો.

પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા લલિત-સુષ્મિતા

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ લલિત મોદી અને સુષ્મિતા સેન એકબીજાને આઈપીએલની શરૂઆત પહેલાથી જ ઓળખતા હતા. આ સિવાય સુષ્મિતા સેન તેમની દિવંગત પત્ની મીનલ મોદીને પણ વ્યકિતગત રીતે ઓળખતી હતી. તે ઘણીવાર આઈપીએલ મેચ જોવા જતી હતી. મેચ દરમિયાન તે મીનલ મોદી અને લલિત મોદી સાથે જોવા મળી હતી. પરંતુ પહેલા લલિત મોદી અને સુષ્મિતા સેન ક્યારેય એકબીજા તરફ આકર્ષિત થયા ન હતા.

આ પણ વાંચો

સૂત્રોનું એમ પણ કહેવું છે કે લોકો આટલા હેરાન કેમ છે? કદાચ એટલા માટે કે મીડિયાને આ વાતની ખબર પડે તે પહેલા જ આ કપલ પોતે જ ખુલીને સામે આવી ગયું હતું. લાંબા સમયથી કેન્સર સામે લડ્યા બાદ 63 વર્ષની ઉંમરે વર્ષ 2018માં નિધન થયું હતું. તે લલિત મોદી કરતા લગભગ 10 વર્ષ મોટી હતી. બંનેને બે બાળકો પણ છે.

રાજીવ સેન પણ હેરાન છે

સુષ્મિતા સેનના રિલેશનશિપ વિશે તેના ભાઈ રાજીવ સેનને પણ ખબર ન હતી. તેને આ વાતની કંઈ ખબર ન હતી. તસવીરો અને સમાચાર વાઈરલ થયા બાદ તેને તેની બહેનના આ રિલેશનશિપ વિશે ખબર પડી. પરંતુ તે તેની બહેન સુષ્મિતા સેન માટે ખૂબ જ ખુશ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજીવ સેને કહ્યું કે, મને પણ આ વિશે કંઈ જ ખબર નથી. કંઈ બોલતાં પહેલાં હું મારી બહેન સાથે વાત કરીશ. બંને વચ્ચેના સંબંધો વિશે સાંભળીને હું પણ બીજાની જેમ હેરાન છું.

સુષ્મિતા સેન અને લલિત મોદી બંને એકબીજાને પહેલાથી જ ઓળખતા હતા. પરંતુ હવે આ કપલ ખુલીને મીડિયા સામે આવી ગયું છે. જેના કારણે કદાચ દરેક લોકો હેરાન છે. લલિત મોદી અને સુષ્મિતા સેનની એક તસવીર પણ વાયરલ થઈ રહી છે, જેમાં સુષ્મિતા રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.