
ફિલ્મ ધુરંધરના “Rehman dakait ” તરીકે દેખાયા એવા અક્ષય ખન્ના વાસ્તવિક જીવનમાં અઢળક સંપત્તિના માલિક છે. જુહુથી લઈને મલબાર હિલ સુધી, તેઓ મુંબઈના સૌથી પોશ વિસ્તારોમાં કરોડોના વૈભવી ઘરો ધરાવે છે. લાઇમલાઇટથી દૂર રહેતા અક્ષય ખન્ના પોતાની કમાણી પાર્ટીઓ અથવા દેખાવમાં વેડફતાં નથી, પરંતુ સમજદારીપૂર્વક રિયલ એસ્ટેટ અને ઓછા જોખમવાળા રોકાણોમાં મૂકે છે.
બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ સોશિયલ મીડિયા પર સક્રિય હોય છે, પરંતુ અક્ષય ખન્ના હંમેશાં શાંત અને લો-પ્રોફાઇલ રહેતા અભિનેતા તરીકે ઓળખાય છે. ધુરંધર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને “Rehman dakait ” તરીકે તેમનું પાવરફુલ પ્રેઝન્સ દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. રણવીર સિંહ અને સંજય દત્ત જેવા દિગ્ગજોની હાજરી હોવા છતાં, અક્ષય ખન્ના પોતાના અભિનયથી શો ચોરી લે છે.
2025માં વિકી કૌશલની ચાવા ફિલ્મમાં તેમના નેગેટિવ રોલ પછી, ધુરંધર માં તેમનો નવો લુક ફરી चर्चામાં છે. “બોર્ડર”, “દિલ ચાહતા હૈ”, “હંગામા” અને “દ્રશ્યમ 2” જેવી ફિલ્મો દ્વારા તેમણે પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.
રિપોર્ટ્સ અનુસાર, અક્ષય ખન્નાની કુલ સંપત્તિ અંદાજે ₹167 કરોડ છે. ઘણા સ્ટાર્સ જ્યાં પોતાની કમાણી મોંઘી લાઇફસ્ટાઇલમાં વેડફે છે, ત્યાં અક્ષય ખન્ના સલામત રોકાણો અને પ્રોપર્ટીમાં વિશ્વાસ રાખે છે. ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ કહે છે કે તેઓ હંમેશાં લાંબા ગાળાના નફા પર ફોકસ કરે છે અને ઓછા જોખમવાળી સ્કીમ પસંદ કરે છે.
અક્ષય ખન્નાનું મુખ્ય નિવાસ જુહુમાં આવેલું એક પ્રાઇમ સીફ્રન્ટ બંગલો છે, જેની કિંમત અંદાજે ₹35 કરોડ છે. બહારથી સિમ્પલ દેખાતું આ ઘર અંદરથી ખૂબ જ લક્ઝરી છે. અહીં ખાનગી થિયેટર, ક્લાસિક આર્ટવર્ક અને આધુનિક સુવિધાઓ છે.
તે સિવાય તેઓ મલબાર હિલમાં ₹60 કરોડ મૂલ્યનું ઘર ધરાવે છે. સમુદ્રના નજારાવાળું આ ઘર મુંબઈના સૌથી મોંઘા રેસિડેન્શિયલ ઝોનમાં આવે છે. અક્ષય પાસે અલીબાગમાં એક ગ્રીનરીથી ઘેરાયેલું ફાર્મહાઉસ અને મુંબઈના તાડદેવમાં એક એપાર્ટમેન્ટ પણ છે.
મિલકત ઉપરાંત, અક્ષય ખન્ના લક્ઝરી કાર્સના પણ શોખીન છે. તેમના ગેરેજમાં મર્સિડીઝ-બેન્ઝ S-ક્લાસ, બીએમડબ્લ્યુ 5-સિરીઝ, અને ટોયોટા ફોર્ચ્યુનર જેવી કાર્સ ઉભી જોવા મળે છે. તેઓ માત્ર પસંદગીના બ્રાન્ડ્સને જ પસંદ કરે છે, જે તેમની પ્રીમિયમ બ્રાન્ડ વેલ્યુ દર્શાવે છે.