હીમેન ધર્મેન્દ્રના જીવનની પહેલી કાર કઈ હતી? 65 વર્ષ જૂની કારને આજે પણ પોતાની પાસે રાખે છે વીરુ

Dharmendra First Car: બોલિવુડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર લક્ઝરી લાઈફ જીવે છે. તેઓ કરોડોની સંપત્તિના માલિક છે અને તેમની પાસે અનેક લક્ઝુરિયસ કાર પણ છે. પરંતુ શું તમે ધર્મેન્દ્રની પહેલી કાર વિશે જાણો છો, જે તેમણે 65 વર્ષ પહેલા ખરીદી હતી અને તે ગાડી આજે પણ તેમની સાથે છે.

હીમેન ધર્મેન્દ્રના જીવનની પહેલી કાર કઈ હતી? 65 વર્ષ જૂની કારને આજે પણ પોતાની પાસે રાખે છે વીરુ
| Updated on: Nov 15, 2025 | 3:12 PM

Dharmendra First Car: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત બગડી છે. 89 વર્ષીય અભિનેતા હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમની હાલત હાલમાં સ્થિર છે અને તેઓ ડૉકટરોની દેખરેખ હેઠળ છે. ધર્મેન્દ્રને હિન્દી સિનેમાના અગ્રણી અભિનેતાઓમાંના એક માનવામાં આવે છે અને તેઓ લક્ઝરી લાઈફ જીવે છે. તેમણે પોતાની કરિયરમાં ખૂબ પ્રતિષ્ઠા અને અને સંપત્તિ બંને કમાયા છે. તેમની પાસે અનેક લક્ઝરી કારોનુ કલેક્શન છે. પરંતુ ધર્મેન્દ્રના જીવનની પહેલી કાર વિશે તમે નહીં જાણતા હો. આ કાર સાથે વીરુ પાજીને એટલો લગાવ છે કે આજે પણ તેમણે એ કાર પોતાની પાસે રાખી છે. 65 વર્ષ જુની કારને આજે પણ તેમણે સાચવીને રાખી છે.

ધર્મેન્દ્રએ જે વર્ષે હિંદી સિનેમામાં પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, એ જ વર્ષે અભિનેતાએ તેમની પહેલી કાર ખરીદી હતી. વર્ષ 2021માં ધર્મેન્દ્રએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી પોતાની પહેલી કાર સાથે એક વીડિયો શેર કર્યો હતો. સાથે જ તેમણે એ પણ જણાવ્યુ કે પહેલી કાર તેમને કેટલા રૂપિયામાં ખરીદી હતી?

ધર્મેન્દ્રની પહેલી કાર કઈ હતી, કેટલામાં ખરીદી હતી ?
ધર્મેન્દ્રએ પહેલી ફિયાટ કાર ખરીદી હતી. અભિનેતાએ તેમના ઈન્સ્ટ્રાગ્રામ પર પોતાની પહેલી કાર સાથે ચાર વર્ષ પહેલા 11 ઓક્ટોબર 2021ના રોજ એક વીડિયો શેર કર્યો હતો. જ્મા કેપ્શનમાં લખ્યુ હતુ, ‘દોસ્તો FIAT મારી પહેલી કાર હતી… મારી પ્યારી બચ્ચી… એક સ્ટ્રગલ કરનારા વ્યક્તિ માટે ઈશ્વરના મહાન આશીર્વાદ (1960).” તો વીડિયોમાં ધર્મેન્દ્ર એ કહ્યુ હતુ, નમસ્કાર દોસ્તો, મારી પહેલી કાર, મે તેને માત્ર 18 રૂપિયામાં ખરીદી હતી. એ દિવસોમાં 18 રૂપિયા બહુ મોટી વાત હતી. મે તેને બહુ સારી રીતે સાચવી છે. સારુ લાગે ને! તેના માટે પ્રાર્થના કરો કે તે હંમેશા મારી સાથે રહે.”

ધર્મેન્દ્રએ 1960માં બોલિવુડમાં કર્યુ હતુ ડેબ્યુ

ધર્મેન્દ્રએ વર્ષ 1960માં જ 25 વર્ષની ઉમરમાં અભિનેતા તરીકે હિંદી સિનેમામા પોતાની શરૂઆત કરી હતી. તેમની ડેબ્યુ ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ હતી. જ્યારે બોલિવુડમાં કામ કર્યા પહેલા ધર્મેન્દ્ર મુંબઈમાં એક ગેરેજ અને ડ્રિલિંગ ફર્મમાં કામ કરતા હતા.

ધર્મેન્દ્રનું કાર કલેક્શન

ધર્મેન્દ્ર પાસ ફિએટ ઉપરાંત પણ અનેક લક્ઝુરિયસ કાર છે. તેમની પાસે ઑડી A8, પોર્શે કેયેન, મર્સિડીઝ બેંઝ એસ-ક્લાસ (Mercedes-Benz S-Class), લેંડ રોવર રેંજ રોવર, મર્સિડીઝ બેંઝ SL500 જેવી લક્ઝરી ગાડીઓ પણ છે. તો એક્ટરની નેટવર્થની વાત કરીએ તો તેઓ 450 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

ધર્મેન્દ્રને તેમનાથી 27 વર્ષ નાની અભિનેત્રી સાથે ત્રીજીવાર થયો હતો પ્રેમ, જાણ થતા જ હેમાએ કર્યો હંગામો અને પતિને આપી ચેતવણી