Devraj Patel Death : કોમેડિયન દેવરાજ પટેલનું થયું નિધન, છેલ્લો Video સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Devraj Patel Death : દેવરાજ પટેલના (Devraj Patel) મૃત્યુના થોડા કલાકો પહેલા ચાઈલ્ડ કોમેડિયન દેવરાજ પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. હવે તેનો વીડિયો જોઈને તેના ફેન્સ ઈમોશનલ થઈ ગયા છે.

Devraj Patel Death : કોમેડિયન દેવરાજ પટેલનું થયું નિધન, છેલ્લો Video સોશિયલ મીડિયા પર થયો વાયરલ
Comedian Devraj Patel
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jun 26, 2023 | 9:55 PM

Devraj Patel Last Post: પોતાની શાનદાર કોમેડી દ્વારા સોશિયલ મીડિયા અને લોકોના દિલો પર રાજ કરનાર ચાઈલ્ડ કોમેડિયન દેવરાજ પટેલ હવે આ દુનિયામાં નથી. રિપોર્ટ્સ મુજબ રાયપુર જતી વખતે એક ટ્રકે તેની બાઈકને ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટનામાં દેવરાજને જીવ ગુમાવવો પડ્યો. તે વીડિયો શૂટ કરવા માટે રાયપુર જઈ રહ્યો હતો.

તે તેની ટેગલાઈન ‘દિલ સે બુરા લગતા હૈ ભાઈ’ દ્વારા સોશિયલ મીડિયા પર ફેમસ થયો હતો. લોકો તેની લાઈન અને ક્યૂટ સ્ટાઈલને પસંદ કરે છે. મૃત્યુના થોડા કલાકો પહેલા પણ દેવરાજે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે તે ક્યૂટ છે ને?

છેલ્લા વીડિયોમાં કહ્યું બાય

છેલ્લા વીડિયોમાં તેને કહેતા સાંભળી શકાય છે કે, “હેલો મિત્રો, ભગવાને મારો ચહેરો એવો બનાવ્યો છે કે લોકોને સમજાતું નથી કે ક્યૂટ કહેવું કે ક્યૂટિયા.” વીડિયોના અંતમાં તે બાય પણ કહે છે. પરંતુ કોણ જાણતું હતું કે આ તેનું છેલ્લું બાય હશે.

(VC: imdevrajpatel instagram)

વીડિયો શેર કરતી વખતે દેવરાજે કેપ્શનમાં લખ્યું, “પણ હું ક્યૂટ છું ને મિત્રો.” હવે તેના મૃત્યુના સમાચાર સામે આવતા જ તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેનો આ વીડિયો જોઈને ફેન્સ ઈમોશનલ થઈ રહ્યા છે.

ફેન્સ કરી રહ્યા છે દેવરાજને યાદ

તેના છેલ્લા વીડિયો પર ફેન્સની જોરદાર કોમેન્ટ્સ સામે આવી રહી છે. તેની પોસ્ટ પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે “ઓમ શાંતિ, ભાઈ હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે.” અન્ય એક યુઝરે લખ્યું છે કે “આત્માને શાંતિ મળે. તમને દિલથી યાદ કરીશું. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી છે કે “દિલ સે ખરાબ લગ રહા હૈ ભાઈ.” આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે “વીડિયોને એવી રીતે બનાવો કે કોઈ તેને ભૂલી ન શકે. ઓમ શાંતિ.”

(VC: Bhupesh Baghel Twitter)

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ દેવરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમને ટ્વિટર પર તે દરમિયાનનો વીડિયો શેર કર્યો છે જ્યારે દેવરાજ તેમને મળ્યો. વીડિયો શેર કરતી વખતે તેમને આ ઘટનાને મોટી ખોટ ગણાવી અને દેવરાજના પરિવાર અને ફેન્સ પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી.

આ પણ વાંચો: નેહા ધૂપિયાએ મુંબઈના ઠંડા વાતાવરણની માણી મજા, સાઈકલ લઈને રસ્તા મળી જોવા, જુઓ Video

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો