દીપિકાને તેના જન્મદિવસ પર પઠાણ તરફથી મળી ખાસ ભેટ, નવું પોસ્ટર સામે આવ્યું

Deepika Padukone New Poster:બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આજે તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. શાહરૂખ ખાને અભિનેત્રીને તેના જન્મદિવસ પર એક ખાસ ભેટ આપી છે.

દીપિકાને તેના જન્મદિવસ પર પઠાણ તરફથી મળી ખાસ ભેટ, નવું પોસ્ટર સામે આવ્યું
દીપિકાને તેના જન્મદિવસ પર પઠાણ તરફથી મળી ખાસ ભેટ
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 05, 2023 | 4:23 PM

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે બેક ટુ બેક અનેક હિટ ફિલ્મો આપી છે. દીપિકાનું નામ બોલિવૂડમાં ટોપની અભિનેત્રીમાં સામેલ છે. અભિનેત્રી બોલિવૂડથી લઈ હોલીવૂડ સુધી પોતાની સફર નક્કી કરી છે. આજે દીપિકા પાદુકોણ પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. લાખો દિલ પર રાજ કરનારી દીપિકાને તેના ચાહકો તરફથી શુભકામનાનો વરસાદ થઈ રહ્યો છે પરંતુ આ વચ્ચે શાહરુખ ખાનેના ગીફટે સૌ લોકોનું ધ્યાન ખેચ્યું છે.

શાહરુખ ખાને દીપિકાને જન્મદિવસમાં આપી ગિફટ

દીપિકા પાદુકોણના જન્મદિવસ પર શાહરુખ ખાને તેમને ખાસ અંદાજમાં વિશ કર્યું છે. કિંગ ખાને અભિનેત્રના ફિલ્મ પઠાણથી નવું પોસ્ટ રિલીઝ કર્યું છે. જેને જોયા બાદ દીપિકાના ચાહકોનો ખુશ થયા છે. શેર કરેલા પોસ્ટરમાં દીપિકાનો દમદાર લુક જોવા મળી રહ્યો છે. એક હાથમાં ગન, શરીર પર ફાઈટ બાદના નિશાનો અને ચહેરા પર લોહી અભિનેતાનાએ શેર કરેલા પોસ્ટરમાં જોવા મળી રહ્યો છે.

 

 

આ પોસ્ટર શેર કરતા શાહરુખ ખાને કૈપ્ટશન લખ્યું કે, માય ડિયરેસ્ટ દીપિકા પાદુકોણ હંમેશા ગર્વ છે અને તમે હંમેશા નવી ઊંચાઈઓ સર કરો એવી શુભેચ્છાઓ… જન્મદિવસની શુભકામનાઓ… ઘણો પ્રેમ..

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ટુંક સમયમાં પઠાણમાં જોવા મળશે

આ તૌ સૌ લોકો જાણે છે કે, દીપિકાને ઈન્સ્ટ્રીમાં લોન્ચ કરનાર પણ શાહરુખ ખાન હતો. ઓમ શાંતિ ઓમથી અભિનેત્રીએ બોલિવુડમાં પગ રાખ્યો હતો. ત્યારબાદ તેમણે એક બાદ અક શાનદાર ફિલ્મો આપી છે. શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ટુંક સમયમાં જ ફિલ્મ પઠાણમાં સાથે જોવા મળશે.આ ફિલ્મને લઈને વિવાદ ચાલુ છે. ફિલ્મમાં દીપિકાના કિલર લુકને જોઈને તેના ફેન્સ ઘણા ખુશ છે, તો કેટલાક લોકોને તેની સ્ટાઈલ વધુ પસંદ આવી નથી.

ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ લગભગ 366 કરોડ રૂપિયા છે. દીપિકાની મોટાભાગની કમાણી તેની ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી આવે છે. જ્યારે તેના પતિ અને અભિનેતા રણવીર સિંઘની સંપતિ 271 કરોડ રૂપિયા છે.