Deepika Padukone : આ એક્ટ્રેસના કારણે દીપિકા પાદુકોણ બની મસ્તાની અને લીલા, મળી કરિયરની આ 4 મોટી ફિલ્મો

|

Jun 04, 2023 | 9:53 AM

Deepika Padukone Top Films : બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ ટોપની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. દીપિકાએ પોતાના અભિનયથી સાબિત કરી દીધું છે કે તે એક મજબૂત અભિનેત્રી છે.

Deepika Padukone : આ એક્ટ્રેસના કારણે દીપિકા પાદુકોણ બની મસ્તાની અને લીલા, મળી કરિયરની આ 4 મોટી ફિલ્મો
Deepika Padukone

Follow us on

Deepika Padukone Top Films : ક્યારેક બાજીરાવની મસ્તાની બનીને તો ક્યારેક રામની લીલા બનીને, જ્યારે દીપિકા પાદુકોણ આ પાત્રોમાં દેખાઈ ત્યારે બધા તેના અભિનયના ફેન્સ બની ગયા. આ ફિલ્મો દીપિકા પાદુકોણની કારકિર્દીનો પોલિશ્ડ ડાયમંડ છે, જેણે તેને આજે બોલિવૂડની ટોપની અભિનેત્રી બનાવી છે. દીપિકા આજે ઘણું મોટું નામ બની ગઈ છે. જે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચો : “Sasural Simar Ka”ની અભિનેત્રીએ દીપિકા છોડી રહી છે એક્ટિંગ?, અભિનેત્રીએ જાતે જ કર્યો ખુલાસો

દીપિકાની સુંદરતા અને તેના જોરદાર અભિનયએ બધાના દિલ જીતી લીધા છે. પરંતુ શું તમે જાણો છો કે દીપિકાના કરિયરની તે 4 મોટી ફિલ્મો એ સ્ટાર બનાવી છે. હવે બધા જાણે છે કે, જો કોઈ સ્ટાર ફિલ્મ રિજેક્ટ કરે છે તો તે ફિલ્મ બીજાના હાથમાં આવી જાય છે. પરંતુ જો કોઈ 4 ફિલ્મો રિજેક્ટ કરે અને ચારેય ફિલ્મો બ્લોકબસ્ટર બની જાય તો તમે તેને રિજેક્ટ કરનારનું દુર્ભાગ્ય પણ કહી શકો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ 4 ફિલ્મો આવી દીપિકા પાસે

અમે વાત કરી રહ્યા છીએ બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફની. કેટરીના કૈફને 4 ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી અને તેણે તેને ઠુકરાવી દીધી હતી. જે બાદ તે ચારેય ફિલ્મો દીપિકા પાદુકોણ પાસે ગઈ. આ યાદીમાં ચેન્નાઈ એક્સપ્રેસ, બાજીરાવ મસ્તાની, યે જવાની હૈ દીવાની અને ગોલિયોં કી રાસલીલા : રામ-લીલાનો સમાવેશ થાય છે. આ ચારેય ફિલ્મો બ્લોકબસ્ટર રહી હતી. આ ફિલ્મોમાં દીપિકાના કામની સૌએ પ્રશંસા કરી હતી. આ ફિલ્મોના કારણે દીપિકાએ ઈન્ડસ્ટ્રી પર પોતાની પકડ મજબૂત કરી.

ચારેય ફિલ્મો રહી બ્લોકબસ્ટર

એ વાત કોઈથી છુપી નથી કે, આ ફિલ્મોએ ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આ ચારેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 200 થી 300 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસે વિશ્વભરમાં 422 કરોડની કમાણી કરી હતી. બાજીરાવ મસ્તાનીએ વર્લ્ડવાઈડ 362નો બિઝનેસ કર્યો હતો. યે જવાની હૈ દીવાનીએ 318નો બિઝનેસ કર્યો હતો અને ગોલિયોં કી રાસલીલા-રામ લીલાએ 217 કરોડનું વિશ્વવ્યાપી કલેક્શન કર્યું હતું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article