દીકરીના જન્મ પછી પહેલી વાર દીપિકા પાદુકોણ રેમ્પ વોક કરતી જોવા મળી, જુઓ વીડિયો

|

Jan 26, 2025 | 12:45 PM

દીપિકા પાદુકોણ માતા બન્યા બાદ સોશિયલ મીડિયા પર ખુબ ઓછી એક્ટિવ જોવા મળી રહી છે. તેમજ કેમેરાથી પણ દુર જોવા મળી રહી છે. પરંતુ દીકરી દુઆના જન્મ બાદ દીપિકા પહેલી વખત રેમ્પ વોક કરતી જોવા મળી હતી. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

દીકરીના જન્મ પછી પહેલી વાર દીપિકા પાદુકોણ રેમ્પ વોક કરતી જોવા મળી, જુઓ વીડિયો

Follow us on

દીપિકા પાદુકોણ, દીકરીના જન્મ બાદથી કેમેરાથી દુર જોવા મળી રહી છે. દીપિકા હાલમાં પોતાનો સંપૂર્ણ સમય દીકરી સાથે પસાર કરી રહી છે. દીપિકા પોતાના પ્રોજેક્ટનું શૂટિંગ પણ શરુ કર્યું નથી. રણવીર સિંહ પણ પિતા બન્યા પછી મોટાભાગનો સમય પોતાના પરિવાર સાથે વિતાવવાનું પસંદ કરે છે. દીપિકા પાદુકોણ માતા બન્યા પછી પહેલીવાર રેમ્પ વોક કરતી જોવા મળી હતી. અભિનેત્રીનો રેમ્પ વોક કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દીપિકાના લુક જોઈ ચાહકોને રેખાની યાદ આવી

દીપિકા પાદુકોણે સબ્યસાચી માટે રેમ્પ વોક કર્યું હતુ. દીપિકાએ ચાહકોનું ધ્યાન ખેચ્યું છે. આ દરમિયાન દીપિકા વ્હાઈટ કલરના લોગ કોટ લૂઝ વ્હાઈટ પેન્ટમાં જોવા મળી હતી. દીપિકાનો આ લુક જોયા બાદ ચાહકોને દિગ્ગજ અભિનેત્રી રેખાની જૂની સ્ટાઈલ યાદ આવી હતી. રેખા અને દીપિકાનો લુક સરખો લાગી રહ્યો છે. તેમજ હેર સ્ટાઈલથી લઈ આઉટફિટ પણ ચાહકોને રેખાની યાદ અપાવી હતી.

બજારમાં આવી ગઈ છે નકલી બદામ, આ રીતે કરો અસલી નકલીની ઓળખ
Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?
Milk For Face : ચહેરા પર રોજ કાચું દૂધ લગાવવાથી શું થાય છે? જાણો અહીં
પીરિયડમાં નોર્મલ બ્લીડિંગ કેટલું થવું જોઈએ ?
Get Rid From Rat : ઉંદરોને ઘરમાંથી ઊભી પૂંછડીએ ભગાડવાની ટ્રિક

 

 

તમને જણાવી દઈએ કે, સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતને રિલીઝ થયાને 7 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. જે 25 જાન્યુઆરી 2018ના રોજ રિલીઝ થઈ હતી. સબ્યસાચીની 25મી એનિવર્સરીના શોમાં દીપિકા પાદુકોણનો લુક જોયા પછી, ચાહકોએ તેની તુલના સુપરસ્ટાર રેખા સાથે કરવાનું શરૂ કરી દીધું છે.સોશિયલ મીડિયા પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

 

દીપિકા અને રણવીર સિંહ 8 સપ્ટેમબરના રોજ એક દીકરીના માતા પિતા બન્યા છે. કપલે ક્રિસમસ અને ન્યુઅર દીકરી સાથે સેલિબ્રેટ કર્યુ હતુ. જેના ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર જોવા મળ્યા હતા. સિંધમ અગેન બાદ બંન્ને સ્ટાર મોટા પડદા પર જોવા મળ્યા નથી. હવે ચાહકો તેને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે આતુર છે.

રણવીર અને દીપિકાએ ચાહકોને દિલ જીતી લીધા

ચાહકો ‘પદ્માવત’ને ફરીથી પડદા પર જોવા માટે ઉત્સાહિત છે. જ્યારે 2018 માં ‘પદ્માવત’ રિલીઝ થઈ ત્યારે લોકોને સ્ટાર્સની એક્ટિંગ અને ફિલ્મની સ્ટોરી બંને ખુબ પસંદ આવી હતી. રાણી પદ્માવતીના રોલમાં દીપિકા પાદુકોણ સુંદર લાગી રહી હતી, તો ખિલજીના રોલમાં રણવીર સિંહે દિલ જીતી લીધા હતા.

Next Article