દીપિકા પાદુકોણની સરપ્રાઈઝ એન્ટ્રીએ સર્કસના ટ્રેલરમાં લગાવ્યા ચાર ચાંદ, ફેન્સ થઈ ગયા ખુશ

Deepika In Cirkus: રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ સર્કસનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેનું ધમાકેદાર ટ્રેલર થોડા સમય પહેલા જ રિલીઝ થયું છે, જેમાં દીપિકા પાદુકોણની (Deepika Padukone) એક ઝલક લોકોનું એક્સાઈમેન્ટ વધારી રહી છે.

દીપિકા પાદુકોણની સરપ્રાઈઝ એન્ટ્રીએ સર્કસના ટ્રેલરમાં લગાવ્યા ચાર ચાંદ, ફેન્સ થઈ ગયા ખુશ
Deepika Padukone
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Dec 02, 2022 | 7:17 PM

રણવીર સિંહની મોસ્ટ અવેટેડ કોમેડી ફિલ્મ ‘સર્કસ‘નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જ્યારથી આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થયું છે, ત્યારથી અત્યાર સુધી લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે. રોહિત શેટ્ટીએ ટ્રેલરમાં મસ્તીનું એક પાવર પેક્ડ કોમ્પેક્ટ ઉમેર્યું છે. રણવીર સિંહ ફિલ્મમાં ધૂમ મચાવતો જોવા મળવાનો છે. પરંતુ, ટ્રેલરમાં જે વાતે લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યુ છે તે છે દીપિકા પાદુકોણની એક ઝલક. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણના આઈટમ નંબરે લોકોને ફિલ્મ માટે વધુ એક્સાઈટ કરી દીધા છે.

આ ફિલ્મમાં રણવીર સિંહ સિવાય વરુણ શર્મા, જેકલીન ફર્નાન્ડિસ અને પૂજા હેગડે પણ લીડ રોલમાં જોવા મળશે. થોડા સમય પહેલા જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેના અંતમાં દીપિકા પાદુકોણના આઈટમ નંબરનો ધમાકેદાર ડોઝ આપવામાં આવ્યો છે. જેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા છે. દીપિકાની એક ઝલક ફેન્સ માટે પણ એક સારા સમાચાર છે. એક્ટ્રેસના ફેન્સ પણ તેને સોશિયલ મીડિયા પર ભરપૂર પ્રેમ આપી રહ્યા છે.

અહીં જુઓ ફેન્સના રિએક્શન

હવે સોશિયલ મીડિયા પર ટ્રેલર વીડિયોમાં દિપીકાના સીનને ક્રોપ કરીને લોકો શેયર કરી રહ્યા છે. આ સાથે તેઓ એમ પણ કહી રહ્યા છે કે આ ટોટલ બ્લાસ્ટ છે. એક ફેનનું કહેવું છે કે તમારી એક ઝલક જોઈને અમને સુકૂન મળી રહ્યું છે. તો અન્ય એક ફેને કહ્યું છે કે દીપિકાએ ટ્રેલરમાં પોતાનો જીવ નાંખ્યો છે.

દીપિકાના આઈટમ નંબરે આપી સરપ્રાઈઝ

ટ્રેલરમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે ફિલ્મ સર્કસમાં રણવીર સિંહ ડબલ રોલમાં જોવા મળશે, એટલે કે બે રણવીર સિંહ તમને ફિલ્મમાં એન્ટરટેઈન કરશે. ફિલ્મના ટ્રેલરને જોઈને એવું લાગે છે કે પરફેક્ટ કોમેડી ટાઈમિંગ અને ફની પન્ચ તમારું ધ્યાન સ્ક્રિન પરથી દૂર નહીં થવા દે. ત્યારે દીપિકાએ પણ પોતાના લુકથી લોકોને પોતાની અદાઓથી લોકોને કરંટ લગાવી દીધો છે. દીપિકાનું આ આઈટમ સોંગ ફેન્સ માટે સરપ્રાઈઝ છે, જેની એક ઝલક રોહિત શેટ્ટીએ ટ્રેલરમાં જ રિવીલ કરી છે.

બ્રહ્માસ્ત્રમાં દીપિકાએ કર્યો હતો કેમિયો

આ પહેલા આલિયા રણબીર કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં દીપિકા પાદુકોણે કેમિયો કર્યો હતો. આ ફિલ્મમાં તે રણબીરની માતાના રોલમાં જોવા મળી હતી. સર્કસના ટ્રેલરની વાત કરીએ તો રોહિત શેટ્ટીએ ગોલમાલ સાથે એક ફની કનેક્શન પણ ક્નેક્ટ કર્યું છે, જે લોકોને વધુ એક્સાઈટેડ કરી રહ્યું છે.

Published On - 7:17 pm, Fri, 2 December 22