Deepika Padukone Net Worth: પતિ રણવીર સિંહ કરતા અભિનેત્રી દીપિકા પાદુકોણની નેટવર્થ વધુ, વાંચો રિપોર્ટ

Deepika Padukone Net Worth: જાણો દીપિકા પાદુકોણનાની નેટવર્થ વિશે, સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણની નેટવર્થ સાંભળીને તમે દંગ રહી જશો.

Deepika Padukone Net Worth: પતિ રણવીર સિંહ કરતા અભિનેત્રી દીપિકા પાદુકોણની નેટવર્થ વધુ, વાંચો રિપોર્ટ
Deepika Padukone and Ranveer Singh
Image Credit source: File Image
| Edited By: | Updated on: Jan 04, 2023 | 9:26 PM

ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે, જેણે ન માત્ર હિન્દી સિનેમા જ પરંતુ હોલીવુડમાં પણ પોતાનું નામ રોશન કર્યુ છે. દીપિકા પાદુકોણનો જન્મદિવસ આવતીકાલે એટલે કે 5 જાન્યુઆરીએ છે અને તે 37 વર્ષની થઈ જશે. દીપિકા પાદુકોણના જન્મદિવસના ખાસ અવસર પર અમે તમને તેની નેટવર્થ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણની નેટવર્થ સાંભળીને તમે દંગ રહી જશો.

રણવીર સિંઘ કરતા દીપિકાની સંપતિ છે વધુ

ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ લગભગ 366 કરોડ રૂપિયા છે. દીપિકાની મોટાભાગની કમાણી તેની ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી આવે છે. જ્યારે તેના પતિ અને અભિનેતા રણવીર સિંઘની સંપતિ 271 કરોડ રૂપિયા છે.

અભિનેત્રી ફિલ્મ માટે વસૂલે છે તગડી ફી

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે દીપિકા દરેક ફિલ્મ માટે 10થી 12 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે પણ મોટી રકમ વસૂલે છે. દીપિકાની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સની યાદીમાં કેલોગ્સ, બ્રિટાનિયા, નેસ્કાફે, એડિડાસ, લેવિઝ જેવી ઘણી જાણીતી બ્રાન્ડનો સમાવેશ થાય છે.

લગ્ઝરી કારની પણ શોખીન છે દીપિકા

દીપિકા પાદુકોણ પાસે મુંબઈમાં બે ફ્લેટ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેણે 2010માં લગ્ન પહેલા એક ફ્લેટ લીધો હતો અને એક ફ્લેટ તેણે રણવીર સિંહ સાથે લીધો હતો. દીપિકાને વાહનોનો પણ ઘણો શોખ છે. તેની પાસે ઓડી, મર્સિડીઝ અને રેન્જ રોવર જેવી લગ્ઝરી કાર છે. આ સિવાય દીપિકાએ બ્લુ સ્માર્ટ અને ડ્રમ્સ ફૂડ જેવા ઘણા સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે.

દીપિકા અભિનેત્રી હોવાની સાથે-સાથે બિઝનેસ વુમન પણ

દીપિકા પાદુકોણ હવે અભિનેત્રી હોવાની સાથે-સાથે બિઝનેસ વુમન પણ છે. અભિનેત્રીએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં તેના 15 વર્ષ પૂર્ણ કર્યા છે. દીપિકાએ 15 વર્ષની સફરમાં દરેકના મન પર પોતાની સુંદર છાપ છોડી છે. તેણે એક કરતાં વધુ ફિલ્મો દ્વારા તેના અભિનયની ક્ષમતા સાબિત કરી છે. આજે ઈન્ડસ્ટ્રીમાં દરેક સ્ટાર અને ફિલ્મમેકર તેમની સાથે કામ કરવા ઈચ્છે છે.

15 વર્ષ પૂરા થવાની ખુશીમાં દીપિકા પાદુકોણે પોતાની બ્રાન્ડ લોન્ચ કરી છે. તે સેલ્ફ કેર બ્રાન્ડ છે. જેનું નામ 82 ઈસ્ટ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેની બ્રાન્ડની જાહેરાત કરી હતી. તેણે પોસ્ટ શેર કરીને આ બ્રાન્ડની સફર વિશે પણ જણાવ્યું હતુ.